ગુજરાત કાર રોડ ટ્રિપ કેવી રીતે પ્લાન કરશો? | રૂટ, બજેટ, ટિપ્સ અને ભૂલો 🚗

ગુજરાત કાર રોડ ટ્રિપ શું છે? કેમ કાર દ્વારા ગુજરાત ફરવું સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે? ⛽ (PART 1)

આજના સમયમાં ગુજરાત કાર રોડ ટ્રિપ કેમ ટ્રેન્ડમાં છે. લોકો પ્રવાસ માટે બસ કે ટ્રેન કરતાં વધુ કાર રોડ ટ્રિપ પસંદ કરે છે. ખાસ કરીને ગુજરાત જેવા રાજ્યમાં જ્યાં રસ્તા સારા છે, અંતર વધારે નથી, ખાવા-પીવા અને રહેવાની સુવિધા સરળ છે. એટલે ગુજરાત કાર રોડ ટ્રિપ ધીમે-ધીમે લોકોની પહેલી પસંદ બની રહી છે.

ગુજરાત કાર રોડ ટ્રિપ દરમિયાન કચ્છના સફેદ રણમાં ઉભી રહેલી કાર


કાર રોડ ટ્રિપ એટલે શું?

પોતાની કાર લઈને, પોતાની મરજી મુજબ, સમય અને સ્થળ નક્કી કરીને. રસ્તામાં જ્યાં મન થાય ત્યાં રોકાઈને ફરવું તેને કાર રોડ ટ્રિપ કહેવાય.

ગુજરાત કાર રોડ ટ્રિપ શું છે?

એટલે: પોતાની કાર, પોતાનો સમય, પોતાનો રસ્તો, પોતાનું આયોજન. અને સૌથી મોટી વાત કોઈ બાંધછોડ નહીં. તમે ઇચ્છો તો સવારે 5 વાગે નીકળી શકો, બપોરે ખાવા માટે કોઈ પણ હોટેલમાં રોકાઈ શકો, રસ્તામાં ફોટા લઈ શકો, બાળકો થાકી જાય તો ગાડી ઊભી રાખી શકો


બસ અથવા ટ્રેનમાં શું પ્રોબ્લેમ આવે?

સમય ફિક્સ, સીટની સમસ્યા, ભીડ, બાળકો સાથે મુશ્કેલી, ફોટા માટે રોકાવું શક્ય નથી


કાર રોડ ટ્રિપમાં શું ફાયદા?

સમય પોતાની મરજીનો, પરિવાર સાથે પ્રાઇવસી, જરૂર પડે ત્યાં રોકાઈ શકાય. એટલે જ મેં ગણા લોકો થી સાંભળ્યું છે

કે પ્રવાસી ની મજા તો કાર લઈને જઈએ ત્યારે જ આવે 

 

આપણે ગુજરાત કાર રોડ ટ્રિપ કેમ પસંદ કરે છે?

1. સંપૂર્ણ સ્વતંત્રતા 

કાર રોડ ટ્રિપમાં કોઈ કહેનાર નથી. તમારો પ્લાન તમારું રાજ 

2. પરિવાર અને બાળકો માટે બેસ્ટ

બાળકો સાથે ટ્રેન કે બસમાં મુસાફરી મુશ્કેલ પડે છે. કારમાં બાળકો સૂઈ શકે, ખાવાનું સાથે લઈ જઈ શકાય, વોશરૂમ માટે સરળ

3. ઓછા ખર્ચમાં વધારે આનંદ

ઘણા લોકોને લાગે છે કે કાર રોડ ટ્રિપ મોંઘી પડે. પણ હકીકતમાં 4 લોકો સાથે જાવ તો પેટ્રોલ + ફાસ્ટેગ + હોટેલ + ખાવાનું + ફરવાનું, ઘણીવાર બસ અને ટ્રેન જેટલો જ ખર્ચ થાય


ગુજરાત કાર રોડ ટ્રિપ માટે પરફેક્ટ રાજ્ય કેમ?

ગુજરાત ભારતના થોડા રાજ્યોમાં આવે છે જ્યાં રોડ નેટવર્ક બહુ સારું, ગામડાં સુધી પાકા રસ્તા, પેટ્રોલ પંપ સરળતાથી મળે, પોલીસ અને સેફ્ટી સારી. એટલે નવા ડ્રાઇવર માટે પણ આપણું ગરવી ગુજરાત સુરક્ષિત છે.


ગુજરાતના રસ્તા અને હાઇવે વિશે સાચી માહિતી

નેશનલ હાઇવે 

અમદાવાદ – વડોદરા

અમદાવાદ – રાજકોટ

રાજકોટ – જામનગર

વડોદરા – સ્ટેચ્યુ ઓફ યુનિટી

આ બધા હાઇવે બહુ સ્મૂથ છે.

સ્ટેટ હાઇવે

સ્ટેટ હાઇવે પણ સારી હાલતમાં છે.

ખાસ કરીને: સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત


કોના માટે યોગ્ય છે?

પરિવાર માટે: બાળકો, માતા-પિતા, વડીલો

મિત્રો માટે: કોલેજ સ્ટુડન્ટ, યંગ ગ્રુપ

કપલ માટે: પ્રાઇવસી, શાંતિ, ફોટોગ્રાફી


પ્રથમ વખત કાર રોડ ટ્રિપ કરનાર માટે ખાસ વાત

જો તમે પહેલીવાર રોડ ટ્રિપ કરો છો તો ગુજરાત સૌથી સુરક્ષિત વિકલ્પ છે કારણ કે ભાષાની સમસ્યા નહીં, ખાવા-પીવાનું સરળ, અને આપણા ગુજરાતમાં જ 


ટ્રિપ દરમિયાન મળતો સાચો અનુભવ

કાર રોડ ટ્રિપમાં તમને મળશે રસ્તાની મજા, અજાણી જગ્યાઓ, ગામડાની ચા, દરિયાની હવા, પરિવાર સાથે વાતો


ગુજરાત કાર રોડ ટ્રિપ માટે શ્રેષ્ઠ રૂટ | દિવસ પ્રમાણે પ્લાન અને અંતર 🚘 (PART 2)

રોડ ટ્રિપની સફળતા રૂટ પર આધાર રાખે છે. કાર રોડ ટ્રિપ સફળ કરવી હોય તો સૌથી મહત્વની વસ્તુ છે. સાચો રૂટ પસંદ કરવો ઘણા લોકો ભૂલ કરે છે વધારે જગ્યા એકસાથે જોવાનું વિચારે, અંતર સમજ્યા વગર પ્લાન બનાવે, બાળકો અથવા વડીલોનો વિચાર ન કરે. એટલે આ ભાગમાં આપણે એકદમ સરળ રીતે સમજીશું કે કયા રૂટ શ્રેષ્ઠ છે, કેટલા દિવસ જોઈએ, પરિવાર–મિત્રો અને કપલ માટે કયો રૂટ યોગ્ય


રૂટ પસંદ કરતાં પહેલા શું વિચારવું?

1. કેટલા દિવસ છે?

2–3 દિવસ, 4–5 દિવસ, 6–8 દિવસ, અથવા આના થી પણ વધુ દિવસ 

2. કોણ જઈ રહ્યું છે?

પરિવાર, મિત્રો, કપલ

3. બજેટ કેટલું છે?

ઓછું બજેટ, મિડ બજેટ, વધુ બજેટ


રૂટ 1: તમારુ શહેર → દ્વારકા → સોમનાથ → દીવ

ગુજરાતનો સૌથી લોકપ્રિય કાર રોડ ટ્રિપ રૂટ

રૂટ વિગત: 

અંતર: તમારા શહેર થી અલગ હોય શકે. 

કુલ દિવસ: 6–7 દિવસ

રસ્તાની હાલત: ખૂબ સારી

દિવસ પ્રમાણે પ્લાન:

દિવસ 1: તમારુ શહેર → જામનગર ( લાગુ પડતું હોય તો)

દિવસ 2: જામનગર → દ્વારકા

દિવસ 3: દ્વારકા દર્શન + બેટ દ્વારકા

દિવસ 4: દ્વારકા → સોમનાથ

દિવસ 5: સોમનાથ → દીવ

દિવસ 6: દીવ ફરવું

દિવસ 7: વાપસી

કોના માટે યોગ્ય?

પરિવાર, ધાર્મિક પ્રવાસ, પ્રથમ વખત રોડ ટ્રિપ કરનાર


રૂટ 2: તમારુ શહેર → ભુજ → રણ ઉત્સવ → માંડવી 

રૂટ વિગત:

અંતર: દરેક શહેર થી અલગ હોય શકે

કુલ દિવસ: 4–5 દિવસ

દિવસ પ્રમાણે પ્લાન:

દિવસ 1: તમારુ શહેર → ભુજ

દિવસ 2: ભુજ + આસપાસ

દિવસ 3: સફેદ રણ

દિવસ 4: માંડવી બીચ

દિવસ 5: ઘર વાપસી 

કોના માટે યોગ્ય?

મિત્રો, ફોટોગ્રાફી લવર, શિયાળાની ટ્રિપ


રૂટ 3: તમારુ શહેર → સ્ટેચ્યુ ઓફ યુનિટી → ઝરવાણી → પાવાગઢ

રૂટ વિગત:

અંતર: અલગ હોય શકે દરેક શહેર થી 

કુલ દિવસ: 2–3 દિવસ

કોના માટે યોગ્ય?

પરિવાર, ટૂંકી ટ્રિપ, બાળકો સાથે


રૂટ 4: તમારુ શહેર → ડાંગ → સાપુતારા

નેચર લવર્સ માટે

કુલ દિવસ: 3–4 દિવસ

મોનસૂનમાં ખૂબ સુંદર


સામાન્ય ભૂલ જે લોકો રૂટ પસંદ કરતી વખતે કરે છે

એક જ દિવસે વધારે અંતર, બાળકો સાથે લાંબી ડ્રાઇવ, રાત્રે અજાણ્યા રસ્તા પર સ્ટોપ, સીઝન ધ્યાનમાં ન લેવી


ગુજરાત કાર રોડ ટ્રિપ ખર્ચ | પેટ્રોલ, હોટેલ, ખાવા-પીવાનો સાચો હિસાબ 🚙 (PART 3)

કાર રોડ ટ્રિપ મોંઘી પડે છે ? આ ભ્રમ તોડીએ 

ઘણા લોકો ના મોડે મેં એક જ વાત સાંભળી છે. કાર રોડ ટ્રિપ બહુ મોંઘી પડે. પણ સાચી હકીકત એ છે કે જો તમે સાચો પ્લાન અને સમજદારીથી ખર્ચ કરો તો બસ / ટ્રેન જેટલી, ઘણી વખત એથી પણ સસ્તી. અને મજા તો બહુ વધારે. આ ભાગમાં આપણે એક એક રૂપિયાનો હિસાબ જોઈશું.


ગુજરાત કાર રોડ ટ્રિપમાં ખર્ચ કયા-કયા ભાગમાં થાય છે?

કાર રોડ ટ્રિપનો કુલ ખર્ચ મુખ્યત્વે 5 ભાગમાં વહેંચાય છે:

1.પેટ્રોલ / ડીઝલ

2.રહેવાની વ્યવસ્થા (હોટેલ, ધર્મશાળા)

3.ખાવા-પીવાનું

4.ટોલ

5.નાના વધારાના ખર્ચ

હવે દરેક ભાગને ગહેરાય થી સમજીએ


1. પેટ્રોલ/ડીઝલ ખર્ચ કેવી રીતે ગણવો?

પેટ્રોલ ડીઝલ નો ખર્ચ અંદાજે ભાવ=₹100

કુલ કિલોમીટર અંદાજે=500 કિ.મી 

કાર માઇલેજ અંદાજે=10

કુલ કિલોમીટર ÷ કાર માઇલેજ × પેટ્રોલ ભાવ

ઉદાહરણ:

કુલ ડ્રાઇવ:500 કિ.મી.

કાર માઇલેજ: 10 km

પેટ્રોલ ભાવ: ₹100

500÷10 = 50 લિટર

50×100 = ₹5000

એટલે 500 કિ.મી. માટે આશરે ₹5000

કાર માઇલેજ, પેટ્રોલ ભાવ, કિલોમીટર અને કાર પ્રમાણે આ ખર્ચ અલગ હોય શકે આ તમને ઉદાહરણ તરીકે સમજાવવામાં આવ્યું છે.


2.રહેવાની વ્યવસ્થા, સૌથી મોટો ખર્ચ

વિકલ્પ 1: બજેટ હોટેલ

ખર્ચ: ₹800 – ₹1500 પ્રતિ રૂમ, પરિવાર માટે યોગ્ય શહેરોમાં સરળતાથી મળે

વિકલ્પ 2: ધર્મશાળા અથવા ટ્રસ્ટ ગેસ્ટ હાઉસ

ખર્ચ: ₹300 – ₹700, ધાર્મિક સ્થળે ઉત્તમ, સિમ્પલ પણ સેફ


3. ખાવા-પીવાનો ખર્ચ કંટ્રોલમાં કેવી રીતે રાખવો?

ગુજરાતમાં ક્યાંય પણ ફરવા જઇએ એટલે ખાવાનું પહેલું યાદ આવે પણ કેવો ખોરાક ખાવો? 

શાકાહારી, સ્વચ્છ અને સસ્તું.

સરેરાશ ખર્ચ (એક વ્યક્તિ)

નાસ્તો: ₹50–80

બપોરનું જમવાનું: ₹120–150

રાત્રિભોજન: ₹150–200

કુલ ખર્ચ: ₹300–400

4 લોકો માટે:અંદાજિત =₹1200–1500


4. ટોલ 

ટોલ ટેક્સ: લાંબી ટ્રિપમાં: અંદાજિત ₹600–1200

ફાસ્ટેગ હોવાથી સમય બચશે


અન્ય વધારા ના ખર્ચા 

ચા નાસ્તો અને અન્ય ખર્ચ માં અંદાજિત =₹200–300

 

4 લોકો માટે સંપૂર્ણ બજેટ ઉદાહરણ (6 દિવસ)

પેટ્રોલ: ₹5,500

હોટેલ: ₹7,500

ખાવું-પીવું: ₹6,000

ટોલ + ટિકિટ: ₹1,200

અન્ય ખર્ચ: ₹800

કુલ ખર્ચ: ₹21,000 – ₹22,000

એટલે વ્યક્તિ દીઠ અંદાજિત ₹5,500 હોય શકે 


અમુક લોકો શું ભૂલો કરે છે ?

મોંઘી હોટેલ લેવી, દર વખતે બહાર ખાવું, પેટ્રોલ ખર્ચ ગણ્યા વગર નીકળવું, કાર મા ફાસ્ટેગ ન રાખવું 

 

મારા તરફ થી તમને ટીપ્સ 

ઓનલાઈન મેપ થી અંતર ચેક કરતા રહો, સ્થાનિક હોટેલ પસંદ કરો, પાણી અને નાસ્તો સાથે લો


ગુજરાત કાર રોડ ટ્રિપ તૈયારી, સેફ્ટી ટિપ્સ અને લોકો કરતા મોટી ભૂલો 🧳(PART 4)

રોડ ટ્રિપ બગડે છે સ્થળથી નહીં, પણ આપણી તૈયારી ખોટી હોય છે. ઘણા લોકો કહે છે. અમે કાર લઈ ને ફરવા તો ગયા પણ મજા ના આવી. એનું કારણ મોટાભાગે ખોટું પ્લાનિંગ, તૈયારી વગર નીકળવું, સેફ્ટી અવગણવી. એટલે આ છેલ્લો ભાગ સૌથી મહત્વનો છે. જો તમે આ ભાગ ધ્યાનથી વાંચશો તો તમારી ગુજરાત કાર રોડ ટ્રિપ સેફ, સ્મૂથ અને યાદગાર

બનશે.


રોડ ટ્રિપ પહેલાં કારની સંપૂર્ણ તૈયારી

કાર સર્વિસ ટ્રિપ પહેલા ફરજિયાત

લાંબી ટ્રિપ પહેલા કાર સર્વિસ ન કરાવો તો, રસ્તામાં ગાડી બંધ થઈ જઈ શકે, ખર્ચ વધી જાય, ટ્રિપ બગડે

ચેક કરાવવું જ જોઈએ: એન્જિન ઓઇલ, બ્રેક, ક્લચ, બેટરી, અન્ય

2. ટાયર, સૌથી મહત્વની વસ્તુ

ઘણા લોકો ટાયર ચેક કરતા નથી. ટાયર માટે ધ્યાન રાખો ચારેય ટાયરનું પ્રેશર, સ્પેર ટાયર ફરજિયાત, બહુ જૂના ટાયર હોય તો ટ્રિપ ન કરો. લાંબી ટ્રિપમાં ટાયર સેફ્ટી એટલે જીવન સેફ્ટી

3. કારમાં રાખવાની ફરજિયાત વસ્તુઓ

સ્પેર વ્હીલ, જેક, ટોર્ચ, પાણી ની બોટલ


રોડ ટ્રિપ ચેકલિસ્ટ (આપણે શું તૈયારી રાખવી? )

ફરજિયાત દસ્તાવેજો: ડ્રાઇવિંગ લાઇસન્સ, આર.સી બુક, ઇન્શ્યોરન્સ, ફાસ્ટેગ. ફોટોકૉપી + મોબાઇલમાં ફોટો રાખો

કપડાં કેવી રીતે પસંદ કરશો?

હલકા અને આરામદાયક, શિયાળામા એક જેકેટ ફરજિયાત, બાળકો માટે વધારાના કપડાં, વરસાદી મોસમમાં રેઇનકોટ


બાળકો અને વડીલો સાથે રોડ ટ્રિપ – ખાસ ટિપ્સ

બાળકો માટે: નાસ્તો અને પાણી હંમેશા સાથે રાખો, રમકડું તો ખરુજ, થોડા અંતરે ભ્રેક રાખો

વડીલો માટે: લાંબી ડ્રાઇવ એક જ દિવસે ન કરો, દવાઓ અલગ પેકેટમાં સાથે લઈ ને જવું, બેસવાની આરામદાયક વ્યવસ્થા 


રાત્રે ડ્રાઇવિંગ કરવી કે નહીં?

નવા ડ્રાઇવર માટે ના જ

કારણ: થાક, ઓછો અનુભવ, ગામડાંમાં લાઇટ ઓછી

જો કરવી જ પડે તો: 2 કલાકે બ્રેક, 60–70 ની સ્પીડ, લોકલ રસ્તા પર નહીં હાઇવે પર જ ડ્રાઇવ


સામાન્ય 10 મોટી ભૂલો (આ ભૂલો ન કરશો)

બહુ વધારે અંતર એક જ દિવસે, કાર ચેક કર્યા વગર નીકળવું, ફક્ત ઑનલાઇન પર ભરોસો, પાણી ઓછું રાખવું, બાળકો માટે પ્લાન ન કરવો, રાત્રે અજાણ્યા રસ્તા, હોટેલ વગર જવું, બજેટ લખીને ન રાખવું, સતત ડ્રાઇવિંગ, ચાલશે ચાલશે કરીને ચલાવી લેવું 


ફર્સ્ટ ટાઇમ રોડ ટ્રિપ કરનાર માટે સલાહ 

1 દિવસમાં 250–300 કિ.મી. પૂરતું છે., સવારમાં ડ્રાઇવ શરૂ કરો, પ્લાન ઓછો આનંદ વધુ, આપણી માટે પરિવાર મહત્વનો છે.


છેલ્લા શબ્દો

ગુજરાત કાર રોડ ટ્રિપ માત્ર ફરવું નથી એ છે પરિવાર સાથે સમય, બાળકો માટે યાદો, જીવનમાંથી તણાવ દૂર કરવાનો રસ્તો, થોડી તૈયારી, થોડી સમજદારી અને દિલથી મુસાફરી બસ એટલું જ પૂરતું છે 



મને હજુ પણ યાદ છે 2024 માં એપ્રિલ મહિનામાં અમે દ્વારકા સોમનાથ નો કાર દ્વારા પ્રવાસ કર્યો હતો. તે ક્ષણો હજુ પણ મને યાદ છે હું અને મારા ત્રણ બીજા મિત્રો પ્રવાસ દરમિયાન ખૂબ મજા કરી હતી. 

એટલા માટે જ મારા થોડા અનુભવો અને રિસર્ચ દ્વારા આ પેરેગ્રાફ તમારા માટે મેં બનાવ્યો છે તો પ્લીઝ મને સપોર્ટ કરજો

કુદરતી પહાડી વાતાવરણમાં રોડ ઉપર ચાલતી કાર


જો તમને આ સિરીઝ પસંદ આવી હોય તો પરિવાર સાથે શેર કરો, કોમેન્ટમાં લખો તમે કયા રૂટથી શરૂ કરશો?





ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો