ગુજરાત બસ ટ્રિપ શું છે? | કેમ બસ દ્વારા ગુજરાત ફરવું એ સારો વિકલ્પ છે? 🚍 (PART 1)
ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન હંમેશા હોય છે ગુજરાત ફરવું છે, પણ ખર્ચ વધારે તો નહીં પડે ને? આજના સમયમાં ટ્રેન, હોટલ અને ટેક્સીનો ખર્ચ વધતો જાય છે. પણ એ જ સમયે એક એવી મુસાફરી છે જે સસ્તી છે, સરળ છે, સુરક્ષિત છે અને લગભગ દરેક માણસ માટે શક્ય છે. એ છે ગુજરાત બસ ટ્રિપ. બસ દ્વારા ગુજરાત ફરવું એટલે ઓછા પૈસામાં રાજ્યના દરેક ખૂણે પહોંચવાની તક. આ ભાગમાં આપણે સરળ રીતે સમજશું કે ગુજરાત બસ ટ્રિપ શું છે, બસ દ્વારા મુસાફરી કેમ શ્રેષ્ઠ છે. કોના માટે આ ટ્રિપ સૌથી વધુ ઉપયોગી છે
ગુજરાત બસ ટ્રિપ શું કહેવાય?
ગુજરાત બસ ટ્રિપ એટલે ગુજરાત રાજ્યમાં બસ દ્વારા એક શહેરથી બીજા શહેર, ગામથી શહેર, અથવા ફરવાના સ્થળો સુધી મુસાફરી કરવી. આ બસ ટ્રિપ મોટાભાગે ગુજરાત સરકારની બસ સેવા દ્વારા થાય છે. સરળ શબ્દોમાં કહીએ તો ટ્રેન કે ખાનગી ગાડી વગર, માત્ર બસમાં બેસીને ગુજરાત ફરવું. એ ગુજરાત બસ ટ્રિપ.
જી.એસ.આર.ટી.સી નો ટૂંકો પરિચય
જી.એસ.આર.ટી.સી એટલે *ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન આ સેવા ગુજરાત સરકાર ચલાવે છે. ગામડાંથી લઈને મોટા શહેર સુધી બસ ચલાવે છે. વર્ષોથી લોકોનો વિશ્વાસ જીતી ચૂકી છે. એટલા માટે બસ ટ્રિપમાં લોકો સૌથી વધુ સરકારી બસ પસંદ કરે છે.
લોકો બસ ટ્રિપ કેમ પસંદ કરે છે?
ચાલો સરળ રીતે સમજીએ
1. ખર્ચ ખૂબ ઓછો
ટ્રેનમાં: રિઝર્વેશન, વધારાના ચાર્જ, તત્કાલ ટેન્શન
પણ બસમાં: સીધી ટિકિટ, ઓછું ભાડું, કોઈ ઝંઝટ નહીં
2. બસ દરેક જગ્યાએ જાય છે
ટ્રેન: દરેક ગામ સુધી નથી જતી
બસ: નાના ગામ, તીર્થ સ્થળ, દૂરના વિસ્તાર
જ્યાં ટ્રેન નહીં પહોંચે ત્યાં બસ પહોંચે છે.
3. સમય અને રૂટમાં ટેન્શન નહીં
બસ ટ્રિપમાં: દિવસમાં ઘણી બસ, અલગ અલગ સમય, પોતાની સુવિધા મુજબ પસંદગી. જો એક બસ ચૂકી જઈએ તો બીજી મળી જાય.
4. નવા મુસાફરો માટે સરળ
જે લોકોને ટ્રેન રિઝર્વેશન સમજાતું નથી, ઓનલાઈન બુકિંગ મુશ્કેલ લાગે. તેમના માટે બસ ટ્રિપ બહુ સરળ છે. બસ સ્ટેન્ડ જાઓ ટિકિટ લો બસમાં બેસો.
કોના માટે ગુજરાત બસ ટ્રિપ શ્રેષ્ઠ છે?
ગુજરાત બસ ટ્રિપ લગભગ દરેક માટે યોગ્ય છે.
વિદ્યાર્થીઓ: ઓછા ખર્ચમાં ફરવું, મિત્ર સાથે ટ્રિપ
નોકરી કરતા લોકો: વીકએન્ડ ટ્રાવેલ, સમય બચત
પરિવાર: સુરક્ષિત, સસ્તું, બાળકો માટે સરળ
સિનિયર સિટિઝન: બસ સ્ટેન્ડ પર સહાય, વારંવાર બસ ઉપલબ્ધ
બસ ટ્રિપ અને મનની શાંતિ
બસમાં મુસાફરી કરવાથી રસ્તાના દૃશ્યો જોવા મળે, નવા લોકો સાથે વાત થાય, કુદરતનો આનંદ આવે. આ માત્ર મુસાફરી નથી પણ એક અનુભવ છે.
ગુજરાત બસ ટ્રિપ વિશે લોકોની સામાન્ય ગેરસમજ
મુસાફરી મા થકી જવાય, સુરક્ષિત નથી, સુવિધા નથી
હકીકત એ છે કે આજની સરકારી બસમાં સારી બેઠકો, સમય નું પાલન, સુરક્ષા બધું જ ઉપલબ્ધ છે.
બસ ટ્રિપ શરૂઆત કરવી મુશ્કેલ છે?
બિલકુલ નહીં જો તમે પહેલી વાર બસ ટ્રિપ કરો છો તો પણ ટિકિટ સરળ રીતે મળી જશે, સ્ટાફ મદદરૂપ થશે, રૂટ પણ ખબર પડશે. આગળ ના ભાગમાં આપણે આ બધું સ્ટેપ બાય સ્ટેપ શીખીશું.
સરકારી બસ સેવા સંપૂર્ણ માહિતી | બસના પ્રકાર, ટિકિટ અને બુકિંગ પ્રક્રિયા 🚎 (PART 2)
આગળ ના ભાગમાં આપણે સમજ્યા કે ગુજરાત બસ ટ્રિપ શું છે. બસ દ્વારા ગુજરાત ફરવું કેમ શ્રેષ્ઠ છે. હવે પ્રશ્ન આવે છે કે બસ કઈ પકડવી ? ટિકિટ ક્યાંથી લેવી? સરકારી બસ શું છે અને કેવી રીતે કામ કરે છે? આ બધા પ્રશ્નોના જવાબ છે આ ભાગમા. આ વાંચ્યા પછી તમને સંપૂર્ણ સમજ આવશે. તમે પોતે જ ટિકિટ લઈ શકશો નવા લોકો જે ભૂલો કરે છે તે તમે ટાળી શકશો
જી.એસ.આર.ટી.સી શું છે?
ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન. સરળ શબ્દોમાં ગુજરાત સરકાર ચલાવતી બસ સેવા
ખાસ વાતો
ગુજરાતના લગભગ દરેક ગામ સુધી બસ, સસ્તું ભાડું, સરકારની સેવા એટલે વિશ્વાસ, વર્ષોથી ચાલતી વ્યવસ્થા. એટલા માટે ગુજરાતમાં બસ ટ્રિપ કહીએ એટલે સરકારી બસ સૌથી પહેલા યાદ આવે.
બસના પ્રકાર
ઘણા લોકોને લાગે છે કે બધી બસ એક જેવી જ હોય છે આ ખોટું છે. અલગ અલગ પ્રકારની બસ હોય છે. ચાલો એક એક કરીને સમજીએ
1.લોકલ
શું છે? ગામથી ગામ, શહેરથી નજીકના વિસ્તાર
ફાયદા: સૌથી સસ્તી, વારંવાર મળે
ખામી: સ્ટોપ વધારે, સમય વધારે લાગે
વિદ્યાર્થી અને ગામડાના મુસાફરો માટે શ્રેષ્ઠ
2.એક્સપ્રેસ
શું છે? સીધી લાંબી મુસાફરી, સ્ટોપ ઓછા
ફાયદા: સમય બચે, બેઠકો સારી
શહેરથી શહેર જવા માટે બેસ્ટ
3.સ્લીપર
શું છે? રાત્રે મુસાફરી, સુવાની વ્યવસ્થા
ફાયદા: લાંબી ટ્રિપમાં આરામ, થાક ઓછો
રાત્રે મુસાફરી કરનાર માટે ઉત્તમ
4.એ.સી/વોલ્વો બસ
શું છે? એસી સુવિધા, આધુનિક બસ
ફાયદા: આરામદાયક, લાંબી મુસાફરીમાં સારું
ખામી: ભાડું થોડું વધારે
પરિવાર અને સિનિયર સિટિઝન માટે યોગ્ય
ટિકિટ કેવી રીતે લેવી?
આ સૌથી વધુ પૂછાતો પ્રશ્ન છે. ટિકિટ લેવા માટે 2 રસ્તા છે.
ઓફલાઈન ટિકિટ (બસ સ્ટેન્ડ પરથી)
કેવી રીતે? 1. બસ સ્ટેન્ડ પર જાઓ 2. કાઉન્ટર પર પૂછો 3. પૈસા આપો 4. ટિકિટ લો
ફાયદા: કોઈ ટેક્નોલોજી ની જરૂર નહીં, નવા લોકો માટે સરળ
ધ્યાનમાં રાખો રજા દરમિયાન લાઈનમાં ઊભા રહેવું પડે
ઓનલાઈન ટિકિટ (મોબાઇલથી)
ક્યાંથી લઈ શકાય? ઓનલાઇન એપ્લિકેશન અને વેબસાઈટ પરથી કેવી રીતે? 1. મોબાઇલ એપ ખોલો 2. ક્યાંથી ક્યાં જવું છે તે લખો 3. તારીખ પસંદ કરો 4. બસ પસંદ કરો 5. ચુકવણી કરો. ટિકિટ મોબાઇલમાં જ આવે
નવા લોકો શું ભૂલો કરે છે?
આ ભૂલો તમે ટાળો તો ટ્રિપ મસ્ત જશે
છેલ્લી ઘડીએ ટિકિટ લેવી — બસ ફુલ થઈ જાય
ખોટી બસ પસંદ કરવી — લાંબી ટ્રિપમાં થાક લાગે
બસ સમય ચેક ન કરવો — કલાકો રાહ જોવી પડે
સાચી રીતે બસ પસંદ કરવાની ટીપ્સ
લાંબી ટ્રિપ = સ્લીપર / એક્સપ્રેસ
પરિવાર = એ.સી / વોલ્વો
નજીકનું અંતર = લોકલ બસ
ગુજરાત બસ ટ્રિપ માટે શ્રેષ્ઠ રૂટ, દિવસ પ્રમાણે પ્લાન અને સાચો ખર્ચ 💼 (PART 3)
હવે સૌથી મહત્વનો પ્રશ્ન આવે છે ક્યાં જવું? કેટલા દિવસમાં શું જોઈ શકાય? ખરેખર ખર્ચ કેટલો આવે?
આ ભાગમાં આપણે પ્રેક્ટિકલ ટ્રાવેલ પ્લાન, સાચા બસ રૂટ, દિવસ પ્રમાણે ફરવાની યોજના બધું જ ક્લિયર કરીશું. આ ભાગ ખાસ કરીને તે લોકો માટે છે. જે સાચે મુસાફરી કરવાની તૈયારીમાં છે.
ગુજરાત બસ ટ્રિપ માટે રૂટ કેવી રીતે પસંદ કરવો?
રૂટ પસંદ કરતી વખતે 3 વાત ધ્યાનમાં રાખવી: તમે કેટલા દિવસ ફ્રી છો, તમારું બજેટ કેટલું છે, તમને શું ગમે છે (ધાર્મિક / કુદરત / ફરવું)
ધાર્મિક બસ રૂટ
તમારુ નજીકનું શહેર → દ્વારકા → સોમનાથ
આ રૂટ કેમ લોકપ્રિય છે? ભગવાન કૃષ્ણનું દ્વારકા, સોમનાથ મહાદેવ બસ સરળતાથી મળે
બસ ટ્રાવેલ ફાયદો: રાત્રે બસ=સવારે દર્શન
ખર્ચ ઓછો, વડીલો માટે અનુકૂળ
આ રૂટ પ્રથમ વખત ટ્રાવેલ કરનાર માટે શ્રેષ્ઠ છે.
કુદરત પ્રેમીઓ માટે રૂટ
તમારુ શહેર → વચ માં આવતા બીજા શહેર → સાપુતારા
શા માટે આ રૂટ પસંદ કરવો? ઠંડું હવામાન, પહાડ, ઝરણાં. શહેરના અવાજથી દૂર
બસ દ્વારા રસ્તાનો આનંદ વધારે મળે છે.
વન્યજીવન અને દરિયાનો રૂટ
તમારુ શહેર → ગીર → દિવ
આ રૂટમાં શું મળશે? સિંહ દર્શન, જંગલ સફારી, દરિયાકાંઠો એક જ ટ્રિપમાં અલગ અલગ અનુભવ.
સંસ્કૃતિ અને પરંપરા રૂટ
તમારુ શહેર → ભુજ → કચ્છ
આ રૂટ ખાસ કેમ છે? રણ ઉત્સવ, કચ્છી સંસ્કૃતિ, હસ્તકલા
શિયાળામાં આ રૂટ ખૂબ લોકપ્રિય છે.
દિવસ પ્રમાણે બસ ટ્રિપ પ્લાન
હવે સૌથી કામની માહિતી
2 દિવસની બસ ટ્રિપ
કોઈ પાસે સમય ઓછો હોય ત્યારે
ઉદાહરણ:
દિવસ 1: તમારા શહેર થી ફરવા ના સ્થળ સુધી
દિવસ 2: દર્શન / ફરવું / પરત પાછા
3 દિવસની બસ ટ્રિપ
ઉદાહરણ:
દિવસ 1: મુસાફરી
દિવસ 2: ફરવાનું પૂરું
દિવસ 3: પરત ફરવું
5 દિવસની બસ ટ્રિપ
ઉદાહરણ:
2 દિવસ મુસાફરી
2 દિવસ ફરવું
1 દિવસ આરામ
પરિવાર માટે ઉત્તમ.
ગુજરાત બસ ટ્રિપમાં સાચો ખર્ચ
બસ ભાડું અંદાજિત
નજીકનું અંતર: 100 – 300
લાંબું અંતર: 400 – 900
ખોરાક
સામાન્ય હોટેલ: 100 – 200
દિવસનું સરેરાશ: 250
રહેવાનું
ધર્મશાળા: 200 – 400
બજેટ હોટેલ: 500 – 800
કુલ અંદાજ
2 દિવસ — 1200 – 1800
3 દિવસ — 1800 – 2500
5 દિવસ — 3000 – 4500
આ ખર્ચ સરેરાશ સરકારી બસ અને સામાન્ય મુસાફરી આધારીત છે. સમય અને સ્થળ પ્રમાણે ફેરફાર થઈ શકે.
ગુજરાત બસ ટ્રિપ દરમિયાન જરૂરી ટીપ્સ, મોટી ભૂલો, સ્માર્ટ મુસાફરી માર્ગદર્શન 🙎♂️ (PART 4)
હવે છેલ્લો અને સૌથી મહત્વનો ભાગ આવે છે. કારણ કે સાચી માહિતી હોવા છતાં જો તમે ભૂલ કરો તો આખી ટ્રિપ બગડી શકે. આ ભાગમા આપણે શીખીશું બસ ટ્રિપ દરમિયાન શું કરવું, શું ન કરવું, અનુભવી લોકો શું સલાહ આપે છે, અને સ્માર્ટ રીતે મુસાફરી કેવી રીતે કરવી
ટ્રિપ પહેલા તૈયારીઓ
ઘણા લોકો બસમાં બેસે છે પણ તૈયારી વગર.
આ ભૂલ ન કરો
જરૂરી વસ્તુઓની યાદી
બસ ટ્રિપ પહેલા આ વસ્તુઓ જરૂર રાખજો
ઓળખપત્ર (આધાર કાર્ડ), થોડા રોકડા પૈસા, મોબાઇલ + ચાર્જર, રોજની દવાઓ, પાણીની બોટલ, હળવો થેલો. ભારે બેગ લેશો તો મુસાફરી મુશ્કેલ થશે.
મુસાફરી દરમિયાન શું ધ્યાન રાખવું?
આ ભાગ બહુ જ કામનો છે.
સમય બાબતે સાવચેત રહો
બસ સમય પહેલા પહોંચી જાઓ, રાત્રે બસ હોય તો મોડું ન કરો. બસ થોડી વાર ઊભી રહેશે એમ માનીને મોડું ન કરો
સામાનની સુરક્ષા
તમારો થેલો પગ પાસે રાખો, મહત્વની વસ્તુ ખિસ્સામાં જ રાખો, સૂતા સમયે સામાન ચેક કરો. બસ સુરક્ષિત છે પણ સાવચેતી જરૂરી છે.
રાત્રે મુસાફરી ટીપ્સ
જો રાત્રે બસ ટ્રિપ કરો તો ગરમ કપડાં રાખો, મોબાઇલ ચાર્જ કરી લો, રાત્રે મુસાફરી સમય બચાવે છે.
બસ ટ્રિપમાં લોકો કરતા સૌથી મોટી ભૂલો
આ ભૂલો ટાળો તો ટ્રિપ 10 ગણી સારી થશે.
ભૂલ 1: એક જ દિવસમાં બહુ સ્થળો
ઘણા લોકો વિચારે બધું એક સાથે જોઈ લઈએ
પરિણામ: થાક, ગભરાટ, આનંદ ઓછો
ઓછા સ્થળ શાંતિથી ફરવું એ સાચી ટ્રિપ.
ભૂલ 2: ખોટા સમય પર મુસાફરી
બપોરે લાંબી મુસાફરી, દર્શન સમય બંધ. હંમેશા સમયની માહિતી લો.
ભૂલ 3: ખાવા પીવાની અવગણના
બસમાં ખાવાનું ભૂલી જવું, પાણી ન પીવું
મુસાફરી દરમિયાન વધારે મસાલા વાળું અથવા હેવી ખોરાક ટાળો
સ્માર્ટ બસ ટ્રિપ કરવા માટે ખાસ સલાહ
આ સલાહ સામાન્ય નથી ગણા ના અનુભવ અને રિસર્ચ કરીને મળેલી છે
રાત્રે ટ્રાવેલ + દિવસે ફરવું
રાત્રે બસ પકડો અને સવારે સ્થળ પર. પૈસા પણ બચે, સમય પણ બચે
બસ સ્ટેન્ડ નજીક રહેવું
રહેવાનું બસ સ્ટેન્ડ પાસે લો, વહેલી સવારે બસ સરળ રીતે મળી રહે
સ્થાનિક લોકો સાથે વાત કરો
સાચી માહિતી, સસ્તી જગ્યાઓ, ક્યાં જમવું. ઓનલાઇન કરતા સ્થાનિક માણસ વધુ કામનો.
લોકો સૌથી વધુ પૂછતા પ્રશ્નો
શું સુરક્ષિત છે?
હા, સરકારી બસ ખૂબ સુરક્ષિત છે.
સિનિયર સિટિઝન માટે યોગ્ય છે?
હા ખાસ કરીને એક્સપ્રેસ અને એ.સી બસ.
બાળકો લઈ જઈ શકાય?
બિલકુલ બસ પરિવાર માટે યોગ્ય છે.
બસ લેટ આવે અથવા વહેલી ઊપડી જાય તો?
બીજી બસ સરળતા થી મળે છે.
આ ટ્રાવેલ અમીર-ગરીબનો ફરક નથી રાખતી. બધા માટે એક સમાન છે.
તમને કયો ગુજરાત બસ રૂટ પસંદ છે? કોમેન્ટમાં લખો, આ ગાઈડ મિત્રો સાથે શેર કરો, વધુ આવી ટ્રાવેલ ગાઈડ માટે આપણા બ્લોગ સાથે જોડાયેલા રહો.
આજે તમે પૂરેપૂરો લેખ વાંચ્યો તે ઘણું રિસર્ચ કરી મારા અનુભવોને યાદ કરીને આખો પેરેગ્રાફ તૈયાર કર્યો છે ચાર દિવસની મહેનત પછી રીઝલ્ટ તમારી સામે છે.
Photo: Ahmedabad GSRTC Central Bus Station
Author: Nizil Shah
Source: Wikimedia Commons
License: Creative કોમલ



ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો