મહાશિવરાત્રીનું મહત્વ, ઇતિહાસ અને ગુજરાત સાથેનું જોડાણ 🔱 ( PART 1)
ગુજરાતમાં મહાશિવરાત્રી કેમ ખાસ છે? શિવરાત્રીનું મહત્વ શું છે? ગુજરાતમાં શિવભક્તો માટે આ દિવસ કેમ અનોખો બને છે તેની સંપૂર્ણ માહિતી વાંચો.
મહાશિવરાત્રી એટલે શું?
મહાશિવરાત્રી હિંદુ ધર્મનો સૌથી પવિત્ર અને આધ્યાત્મિક તહેવારોમાંનો એક છે. આ તહેવાર ભગવાન શિવને સમર્પિત છે. આખા ભારતની સાથે સાથે ગુજરાતમાં મહાશિવરાત્રીનું મહત્વ ખૂબ જ વધારે છે. શિવરાત્રી એટલે માત્ર ઉપવાસ કે પૂજા નહીં, શિવરાત્રી એટલે આત્મશાંતિ, ભક્તિ અને શ્રદ્ધા, ભક્તો નો ભોળાનાથ પ્રત્યે નો પ્રેમ
ગુજરાતમાં શિવના એવા મંદિરો છે જે હજારો વર્ષ જૂના ઐતિહાસિક અને ચમત્કારિક માનવામાં આવે છે. એટલે જ શિવરાત્રી આવે એટલે લોકોના મનમાં એક જ પ્રશ્ન આવે છે.
ગુજરાતમાં શિવરાત્રી પર ક્યાં જઈ શકાય? આ પ્રશ્નનો જવાબ આ આખી સિરીઝમાં તમને મળી જશે.
મહાશિવરાત્રીનો ધાર્મિક અર્થ
હિંદુ માન્યતા મુજબ મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીનું લગ્ન થયું, ભગવાન શિવે તાંડવ કર્યો, શિવલિંગ પ્રગટ થયું. આ દિવસે રાતભર જાગરણ કરવું, ૐ નમઃ શિવાય નો જાપ કરવો અને શિવલિંગ પર અભિષેક કરવો ખૂબ શુભ માનવામાં આવે છે.
ગુજરાત અને ભગવાન શિવનો અતૂટ સંબંધ
ગુજરાત અને ભગવાન શિવનો સંબંધ બહુ જ જૂનો છે. ગુજરાતમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ આવેલું છે, એકમાત્ર જ્યોતિર્લિંગ નાગેશ્વર ગુજરાતમાં છે, ગિરનાર જેવી પવિત્ર પર્વતમાળા છે, કચ્છ જેવી તપસ્યાભૂમિ છે.
શિવરાત્રી પર ગુજરાત કેમ સૌથી સારું છે?
શિવરાત્રી માટે લોકો કાશી, હરિદ્વાર જાય છે, પણ ગુજરાત કેમ ખાસ?
કારણો: શિવના પ્રાચીન મંદિરો, સમુદ્ર પર્વત અને રણ બધું એક જ રાજ્યમાં, સુરક્ષિત અને સ્વચ્છ, યાત્રા + પ્રવાસ બંને એક સાથે
શિવરાત્રી પર ભક્તો શું કરે છે?
મહાશિવરાત્રીના દિવસે ભક્તો ઉપવાસ રાખે છે, દૂધ પાણી નો અભિષેક કરે છે, શિવલિંગ ને બીલીપત્ર અર્પણ કરે છે, રાત્રિ જાગરણ કરે છે, ભજન અને કીર્તન કરે છે. ગુજરાતના મંદિરોમાં આ બધું ભવ્ય રીતે ઉજવાય છે.
સામાન્ય લોકોની ભાવના
એક સામાન્ય માણસ શું વિચારે છે? પરિવાર સાથે ક્યાં જઈએ?, ભીડ વધારે તો નય હોય ને ?, બાળકો માટે યોગ્ય હશે?, એક જ દિવસે દર્શન થઈ જશે?, આ બધા પ્રશ્નોના જવાબ આગળ ડીટેઈલમાં આપીશું.
સોમનાથ મહાદેવ અને નાગેશ્વર જ્યોતિર્લિંગ 🙏 (PART 2)
PART 2 પરિચય
PART 1 માં આપણે સમજી લીધું કે.ગુજરાતમાં શિવરાત્રી કેમ ખાસ છે. હવે આ ભાગમાં આપણે સીધા ગુજરાતના સૌથી પવિત્ર અને પ્રખ્યાત શિવધામો તરફ જઈશું. આ PART ખાસ છે કારણ કે અહીં આવે છે.સોમનાથ મહાદેવ પ્રથમ જ્યોતિર્લિંગ, નાગેશ્વર જ્યોતિર્લિંગ – ગુજરાતનું ગૌરવ. આ બે સ્થળો એવા છે કે શિવરાત્રીના દિવસે લાખો લોકો અહીં આવે છે.
1. સોમનાથ મહાદેવ મંદિર
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રદ્ધા અને ઇતિહાસનું કેન્દ્ર
સોમનાથ મંદિર ક્યાં આવેલું છે?
જિલ્લો: જુનાગઢ, સમુદ્ર કિનારે આવેલું પવિત્ર મંદિર સોમનાથ મંદિર. અરબી સમુદ્રના કિનારે આવેલું છે, એટલે અહીંનું વાતાવરણ ખૂબ જ શાંત અને આધ્યાત્મિક રહે છે.
સોમનાથ મંદિરનો ઇતિહાસ
સોમનાથ મંદિરનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે.
માન્યતા મુજબ ચંદ્રદેવે ભગવાન શિવની આરાધના કરી શિવે પ્રસન્ન થઈને અહીં લિંગ સ્વરૂપે પ્રગટ થયા આ મંદિર અનેક વખત તોડવામાં આવ્યું, પણ દરેક વખત ફરીથી બન્યું, એટલે તેને શ્રદ્ધાનું પ્રતીક કહેવાય છે
શિવરાત્રી પર સોમનાથ કેમ સૌથી ખાસ?
શિવરાત્રીની રાતે સોમનાથ મંદિરનું રૂપ જ બદલાઈ જાય છે.
ખાસ આકર્ષણ: રાતભર ખુલ્લું મંદિર, વિશેષ મહા આરતી, રુદ્રાભિષેક, ૐ નમઃ શિવાય નો ગુંજારવ, લાઈટ અને સાઉન્ડ શો, ઘણા લોકો ના મોડે મેં સાંભળ્યું છે કે શિવરાત્રીની રાતે સોમનાથમાં ઉભા રહીએ તો મન આપમેળે શાંત થઈ જાય છે.
સોમનાથમાં શિવરાત્રીની પૂજા વિધિ
શિવરાત્રીના દિવસે અહીં સવારથી અભિષેક શરૂ, દૂધ, દહીં, ઘી, મધથી પૂજા, બિલીપત્રઅને ફૂલ અર્પણ, રાત્રિ જાગરણ, વિશેષ ભજન સંધ્યા
પરિવાર સાથે જવું યોગ્ય છે?
હા, કારણ: સ્વચ્છ વ્યવસ્થા, સુરક્ષા સારી, વડીલો માટે સુવિધા, બાળકો માટે ખુલ્લું મેદાન, નજીક હોટેલ અને ભોજન
સોમનાથમાં રહેવાની વ્યવસ્થા
ટ્રસ્ટની ધર્મશાળા, બજેટ હોટેલ, મધ્યમ અને સારી હોટેલ
2. નાગેશ્વર જ્યોતિર્લિંગ
ગુજરાતનું એકમાત્ર જ્યોતિર્લિંગ
નાગેશ્વર જ્યોતિર્લિંગ ક્યાં છે?
દ્વારકા નજીક, દ્વારકાથી અંદાજે 17 કિ.મી. ખુલ્લા અને શાંત વિસ્તારમાં આવેલું
નાગેશ્વર મંદિરનું ધાર્મિક મહત્વ
નાગેશ્વર જ્યોતિર્લિંગ: 12 જ્યોતિર્લિંગોમાંનું એક, ગુજરાતમાં આવેલું એકમાત્ર જ્યોતિર્લિંગ. તમે દ્વારકા આવો તો અહીં અવશ્ય મુલાકાત કરજો.
વિશાળ શિવ પ્રતિમા – આકર્ષણનું કેન્દ્ર
નાગેશ્વર મંદિરમાં: વિશાળ બેઠેલી શિવ પ્રતિમા, દૂરથી જ દેખાય, ફોટોગ્રાફી માટે પ્રખ્યાત શિવરાત્રીના દિવસે અહીં ફોટો લેવાનું લોકો ખાસ પસંદ કરે છે.
શિવરાત્રી પર નાગેશ્વરનો અનુભવ
શિવરાત્રીના દિવસે લાંબી લાઈનો, શાંતિપૂર્ણ ભક્તિ, એક દમ મસ્ત શાંત વાતાવરણ, અહીં સોમનાથ કરતાં ભીડ થોડી ઓછી જોવા મળશે.
ભાવનાથ મહાદેવ, કોટેશ્વર મહાદેવ 📿 (PART 3)
PART 3 નો પરિચય
PART 2 માં આપણે સોમનાથ અને નાગેશ્વર જ્યોતિર્લિંગ વિશે ચર્ચા કરી. હવે આ PART ખાસ છે કારણ કે અહીં આવે છે ભાવનાથ મહાદેવ (પ્રસિદ્ધ મેળો), કોટેશ્વર મહાદેવ (સમુદ્ર કિનારે), ભીમનાથ મહાદેવ, ઓછા જાણીતાં શિવ મંદિરો
ભાવનાથ મહાદેવ મંદિર
ગિરનારની તળેટીમાં આવેલું ચમત્કારિક મહાદેવજી નું મંદિર
ભાવનાથ મહાદેવ ક્યાં આવેલું છે?
સ્થાન: ગિરનાર પર્વતની તળેટીમાં
ભાવનાથ મહાદેવ મંદિર કુદરત અને ભક્તિનો અદભુત સંગમ છે.
ભવનાથ મહાદેવનો ઇતિહાસ
માન્યતા મુજબ ગિરનાર પર્વત પર દેવતાઓ વસે છે. ભગવાન શિવ અહીં ધ્યાનમાં લીન રહે છે. આ મંદિર પૌરાણિક કાળથી પવિત્ર માનવામાં આવે છે.
ભાવનાથનો મેળો – શિવરાત્રીની ઓળખ
શિવરાત્રી આવે એટલે ભાવનાથનો મેળો શરૂ થાય, આખા જુનાગઢ થી મેળો ભરાય જાય
મેળામાં શું ખાસ મળે?
નાગા સાધુઓ, લોકસંગીત અને ભજન, સાધુઓની શોભાયાત્રા, સ્થાનિક વસ્તુઓની દુકાનો. ઘણા લોકો કહે છે શિવરાત્રી જો સાચી રીતે જોવી હોય તો ભાવનાથનો મેળો જોવો જ પડે.
પરિવાર સાથે જઈ શકાય?
હા પરંતુ ધ્યાન રાખવું જરૂરી બાળકોને હાથ પકડી રાખો, ભીડ વધારે હોય છે, કિંમતી વસ્તુઓ સાચવો
2. કોટેશ્વર મહાદેવ
જ્યાં માનવામાં આવે છે કે ભારતની જમીન પૂરી થાય છે
કોટેશ્વર મહાદેવ ક્યાં છે?
જિલ્લો: કચ્છ, સ્થાન: સમુદ્ર કિનારે
આ મંદિર અરબી સમુદ્રના કિનારે આવેલું છે.
કોટેશ્વર મહાદેવનું મહત્વ
માન્યતા છે અહીં પાંડવોએ પૂજા કરી હતી તેમની તપસ્યા ભગવાન શિવે સ્વીકારી એટલા માટે આ સ્થળ તપસ્યાભૂમિ ગણાય છે. અહીંનું વાતાવરણ ઘણું શાંત હોય છે.
શિવરાત્રી પર કોટેશ્વર કેમ ખાસ?
ઓછી ભીડ, સમુદ્રની લહેરો જો તમે શાંતિ અને ધ્યાન શોધતા હો, તો આ સ્થળ તમારા માટે છે.
3. ભીમનાથ મહાદેવ
મહાભારત સાથે જોડાયેલું શિવધામ ભીમનાથ મહાદેવની કથા અનુસાર કહેવાય છે કે પાંડવ ભીમે અહીં શિવપૂજા કરી, શિવ પ્રસન્ન થયા, એટલે મંદિરનું નામ પડ્યું ભીમનાથ
FAQ – લોકો સૌથી વધુ પૂછે છે
શિવરાત્રી પર ભીડ બહુ હોય છે?
હા પણ વહેલા જશો તો સરળ રહેશે.
Q2. બાળકો લઈ જઈ શકાય?
હા સોમનાથ અને નાગેશ્વર સૌથી સારા.
Q3. એક જ દિવસે બે મંદિર શક્ય?
હા જો નજીક હોય તો.
FINAL CONCLUSION
મહાશિવરાત્રી માત્ર તહેવાર નથી, એ આત્માનો ઉત્સવ છે. એ મનની શાંતિ છે. એ જીવનને નવી દિશા આપે છે. ગુજરાતમાં શિવરાત્રી ઉજવવી એટલે ઇતિહાસ + ભક્તિ + કુદરત + અનુભવ બધું એક સાથે.

0 ટિપ્પણીઓ