દેવી શક્તિનું રહસ્ય,ઈતિહાસ, અને શક્તિ પીઠ કેવી રીતે બન્યાં? (Part 1)🙏
1)શક્તિ શું છે? દેવી શક્તિ પીઠો શું છે?
ભારતય સંસ્કૃતિમાં શક્તિ શબ્દનો અર્થ છે—
શક્તિ એટલે સ્ત્રી ,સર્જન શક્તિ, સુરક્ષા શક્તિ,
માતા દુર્ગા ના વિવિધ રૂપો:–
માં અંબા
કાળી
ચામુંડા
ભદ્રકાળી
ત્રિપુરા સુન્દરી
ભવાની
ખોડિયાર
મેલડી
આ બધી દેવી શક્તિઓના સ્વરૂપ છે
હિંદુ પરંપરા અનુસાર વિશ્વનું સંચાલન ત્રણ દેવ કરે છે:
બ્રહ્મા – સર્જન
વિષ્ણુ – પાલનહાર
મહેશ (શિવ) – પરિવર્તન
પણ આ સ્ત્રી શક્તિ વિના કોઈ કાર્ય નથી કરી શકતા, કારણ કે બ્રહ્માને સરસ્વતી, વિષ્ણુને લક્ષ્મી, શિવને પાર્વતી વગર સર્જન–પાલન–સંહાર અધૂરું છે.
2)શક્તિ પીઠ શું છે?
શાસ્ત્રો મુજબ જ્યારે માતા સતીએ યજ્ઞકુંડમાં સ્વયં દેહત્યાગ કર્યો, ત્યારે ભગવાન શિવ દુઃખમાં સતીનાં દેહને લઈને તરતાં રહ્યા.
વિષ્ણુએ ચક્ર ચલાવી માતા સતીનાં અંગો 51 જગ્યાએ પાડ્યા, અને જ્યાં અંગ પડ્યાં ત્યાં 51 શક્તિ પીઠો નું સર્જન થયું.
દરેક શક્તિ પીઠમાં બે મુખ્ય દેવી નો ભાગ હોય છે—
શક્તિ (માતા)
ભૈરવ (શિવનો એક રક્ષક સ્વરૂપ) આ સ્થાનોએ આજ સુધી લાખો ભક્તોની ઈચ્છા પૂર્ણ થાય છે, કારણ કે અહીં બ્રહ્માંડની સૌથી શક્તિશાળી ઊર્જા રહેલી છે.
. મુખ્ય વિષયવસ્તુ
આ પ્રથમ ભાગમાં આપણે detail માં જાણશું—
શક્તિ પીઠોનો સંપૂર્ણ ઇતિહાસ
સતી અને શિવની કથા
51 શક્તિ પીઠો કેમ બન્યા ?
ગુજરાત સાથેનો સંબંધ
ભારતના મુખ્ય શક્તિ પીઠોની શરૂઆત
3)શક્તિ પીઠોની ઉત્પત્તિ – ઈતિહાસ અને પ્રામાણિક કથા
દક્ષ યજ્ઞ અને સતીની વ્યથા
દક્ષ પ્રજાપતિ જે ભગવાન શિવના સસરા હતા, તેમણે વિશાળ યજ્ઞ યોજ્યો હતો બધા દેવતા–ઋષિઓને બોલાવાયા પરંતુ દક્ષે ભગવાન શિવને આમંત્રણ ન આપ્યું. સતી શિવની પત્ની હતી તેને પોતાના પિતાના યજ્ઞમાં જવાનું પસંદ કર્યું. ત્યાં દક્ષએ સતી અને શિવનું અપમાન કર્યું. સતી આ દુઃખ સહન ન કરી શક્યાં હોવાથી સતી યજ્ઞકુંડમાં કૂદી ગઈ. આ ઘટના સમગ્ર બ્રહ્માંડ માટે સૌથી મોટો સંકટ બની.
4)શિવનો તાંડવ અને વિષ્ણુનું ચક્ર
સતીના દેહને શિવ પોતાના ખભા પર લઈ સમગ્ર બ્રહ્માંડમાં તાંડવ કરવા લાગ્યા.
આ તાંડવથી પૃથ્વી, સ્વર્ગ, પાતાળ બધામાં અંધકાર છવાઈ ગયો.
વિષ્ણુએ સમજૂતી કરી કે—
જો સતીનું દેહ નાશ ન થાય તો તાંડવ ક્યારેય શાંત નહીં થાય. તેથી વિષ્ણુએ સુદર્શન ચક્રથી સતીના દેહના 51 ટુકડા કર્યા.
જે જ્યાં પડ્યા ત્યાં 51 શક્તિ પીઠો રચાયા. આ જગ્યા એ અંગો પડ્યા એટલે પવિત્ર બન્યાં એવો અર્થ નથી,
પણ શિવની અસીમ પ્રેમ ઊર્જા, સતીની તપશક્તિ અને વિષ્ણુની દૈવી શક્તિ ત્રણેની ENERGY થી આ જગ્યા અંત્યંત શક્તિશાળી બની ગઈ.
5)શાસ્ત્રોમાં શક્તિ પીઠોની સંખ્યા કેમ 51 કહેવાય છે?
શક્તિ પીઠોની સંખ્યા વિશે વિવિધ શાસ્ત્રોમાં જુદી–જુદી સંખ્યા છે:
તંત્ર ચૂડામણિ– 51 પીઠ
કાળીકા પુરાણ– 52 પીઠ
શક્તિ સંગમ તંત્ર– 64 પીઠ
દેશ–દેશાંતર પરંપરા– 108 પીઠ
પરંતુ આજે 51 શક્તિ પીઠ સૌથી લોકપ્રિય ગણાય છે.
6)આપણું ગુજરાત અને શક્તિ પીઠો નો ખાસ નાતો
ગુજરાત એટલે દેવી દેવતા ઓ નો પવિત્ર પ્રદેશ.
અહીં:
અંબાજી શક્તિ પીઠ,પાવાગઢ (મહાકાળી) શક્તિ પીઠ,આશાપુરા માતા (કચ્છ) શક્તિ પીઠ
આ ત્રણેય સ્થાનો વિશ્વપ્રખ્યાત શક્તિ પીઠોમાં સ્થાન ધરાવે છે. પરંતુ Gujaratનો આ સંબંધ માત્ર 3 પીઠોથી પૂરતો નથી.
ગુજરાતના ભૂપ્રદેશમાં દેવી શક્તિ, દુર્ગા ઉપાસના, નવરાત્રી, ગરબા, નવચંડી,હવન આ બધું પ્રાચીન સમયથી ચાલતું આવ્યું છે. આ કારણે આપણા Gujaratને શક્તિ ભૂમિ પણ કહેવામાં આવે છે.
7)શક્તિ પીઠોની વિશેષતાઓ
A. દરેક પીઠમાં માતાનું એક અંગ પડેલું એવું માનવામાં આવે છે
ઉદાહરણ:
આંખ
હાથ
વસ્ત્ર
હૃદય
ચરણ
મસ્તક
આનાથી તે સ્થાનને વિશેષ શક્તિ પ્રાપ્ત થાય છે.
B. દરેક પીઠે ભૈરવનું સ્થાન અનિવાર્ય
જ્યાં માતા હોય ત્યાં રક્ષક સ્વરૂપે ભૈરવ અથવા ભૈરવનાથનું સ્થાન અનિવાર્ય છે.
C. દરેક શક્તિ પીઠ એ તંત્ર,શક્તિ,જ્ઞાનનું કેન્દ્ર
તંત્ર શાસ્ત્ર અનુસાર 51 શક્તિ પીઠો યંત્ર, તંત્ર અને મંત્ર ના કેન્દ્ર છે.
8) ભારતના શક્તિ પીઠોની યાત્રા કેમ પવિત્ર માનવામાં આવે છે?
આ યાત્રા માત્ર પ્રવાસ નથી આ જીવન સફળતા નો માર્ગ છે. યાત્રાથી શું ફળ મળે?
મન માંથી ખોટા વિચારો દૂર થાય,મનમાં શાંતિ આવે, નોકરી ધંધો એવી બાબતોમાં સકારાત્મક પરિણામ મળે માનસિક સંતુલન મજબૂત બને ભય દૂર થઈને શક્તિ પ્રાપ્ત થાય
ઘણા સંતો કહે છે શક્તિ પીઠોની યાત્રા એટલે ભગવાન સુધીનો સીધો નો સીધો માર્ગ.
9) ગુજરાતના 3 મુખ્ય શક્તિ પીઠો વિશે જાણીએ ચાલો
A. અંબાજી શક્તિ પીઠ – Gujaratનું સૌથી મોટું શક્તિ પીઠ
ગર્ભ ગૃહમાં મૂર્તિ કેમ નથી?
શાસ્ત્ર મુજબ કયું અંગ પડ્યું હતું?
પ્રસિદ્ધ શ્રી યંત્ર શું છે?
દંતકથા, ઇતિહાસ,
B. પાવાગઢ કાળી માતા – વિશ્વપ્રસિદ્ધ શક્તિ પીઠ
અહીં મસ્તક પડેલું માનવામાં આવે છે
ચાંપાનેર–પાવાગઢ
કાળી-મહાકાળી કેમ બોલાય?
C. આશાપુરા માતા – કચ્છનો શક્તિ પીઠ
કચ્છના લોકો માટે માતાનું સ્થાન
ખાસ ચમત્કારો
અરબી સમુદ્રથી સંકળાયેલ લોક કથાઓ
પ્રવાસ માર્ગદર્શન
આ જરૂર વાંચજો વાંચવા જેવી વાત છે હો
આપણા જ ગુજરાતના ભરૂચ જિલ્લાના નાના ગામમાં રહેતા હર્ષદભાઈ વર્ષો સુધી જીવનમાં મુશ્કેલીઓથી ઘેરાયેલા હતા. પૈસાની કમી,નોકરી ન મળવી,માનસિક તણાવ આ બધું એક સાથે.એક દિવસ એમનાજ મિત્ર ફોરેન થી ઈન્ડિયા વેકેશનમાં રહેવા આવ્યા હતા તો તેઓ આશાપુરા ના મંદિર દર્શન કરીને આવ્યા તેમને તેમના મિત્ર હર્ષદભાઈ ને કીધું તમે પણ એકવાર આશાપુરા મંદિરે જઈને આવો અને દર્શન કરો બધું ટેન્શન દૂર થશે હર્ષદભાઈ ગયા આશાપુરા માઁ ના દર્શન કર્યા ત્યારેથી તેમની જિંદગી બદલાતી ગઈ નોકરી મળી,ઘરમા આનંદ વધ્યો,તણાવ ઓછો થયો,આત્મવિશ્વાસ વધી ગયો આવી હજારો વાસ્તવિક ઘટનાઓ ગુજરાતમાં સાંભળવા મળે છે.
10)અંબાજી શક્તિ પીઠ,ઇતિહાસ, ચમત્કાર, રહસ્ય અને સંપૂર્ણ વાત જાણીયે ચાલો
હવે આગળ જાણીશું:– અંબાજી શક્તિ પીઠનું બહુજ પ્રાચીન ઇતિહાસ,ત્યાં માતાનું કયું અંગ પડ્યું,શાસ્ત્રોમાં તેનો
ઉલ્લેખ,કેમ ગર્ભગૃહમાં મૂર્તિ નથી,શ્રી યંત્રનું રહસ્ય, ચમત્કારો,યાત્રા કરવા ઇચ્છતા હોય તો કેવી રીતે અને ક્યારે જવું ,ઉત્સવો,પરંપરાઓ,મંદિર ની રચના અને આપણા ગુજરાત ના લોકો ની અંબાજી માં પ્રત્યે લાગણી ભર્યો સબંધ
. 🔱અંબાજી શક્તિ પીઠ (part 2)
1 )અંબાજી શક્તિ પીઠનો પરિચય
અંબાજી મંદિર ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં આવેલું ભારતના 51 શક્તિ પીઠોમાંનું એક મુખ્ય, પવિત્ર અને આસ્થાનું કેન્દ્ર છે.
આ મંદિર બહુજ પ્રાચીન છે આવું માનવામાં આવે છે. માતાના અદ્ભુત ચમત્કારોનું સ્થાન એટલે અંબાજી હો અને કરોડો ભક્તોની આસ્થા સાથે જોડાયેલું છે. અંબાજી માતાને અરાસુરી અંબાજી તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે મંદિર અરાસુર પર્વત નજીક આવેલું છે.
2) અંબાજી શક્તિ પીઠ શા માટે પ્રખ્યાત છે?
અંબાજી શક્તિ પીઠ તંત્ર-શાસ્ત્ર,યોગ,ભક્તિ અને શક્તિ ઉપાસનાનું કેન્દ્ર છે.પરંતુ તે ખાસ ત્રણ કારણો માટે વિખ્યાત છે:
A.મૂર્તિ નથી માત્ર શ્રી યંત્ર છે
ગર્ભગૃહમાં તમે માતાની મૂર્તિ નહીં જુઓ. માત્ર શ્રી યંત્ર
B.માતા સતીનું હૃદય અહીં પડ્યું હતું
તંત્ર–ચૂડામણી ગ્રંથમાં લખ્યું છે કે સતી માતાનું હૃદય અંબાજીમાં પડ્યું હતું.આ કારણે અહીં અદ્ભુતભાવ અને શક્તિ અનુભવાય છે. માતા અંબા અહીં સ્વયમછે
3)દેવી સતીનું અંગ અંબાજીમાં કેમ પડ્યું? (તેનું રહસ્ય શું છે. )
વિષ્ણુએ સુદર્શન ચક્રથી સતીનાં અંગો 51 જગ્યાએ પાડ્યા.
અંબાજી વિશે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે અત્ર હૃદય પતિતમ અથવા હૃદય અત્ર પતિતમિત્યહુ
આનો અર્થ =
માતા સતીનું હૃદય અહીં પડ્યું હતું. કેમ હૃદય મહત્વનું? હૃદય,પ્રેમ,આસ્થા,ભાવના,એ કારણથી અંબાજીને ભાવમંદિર પણ કહેવામાં આવે છે
4)અંબાજી મંદિરનો ઇતિહાસ (વર્ષો જૂનો)
અંબાજી મંદિરનો ઇતિહાસ અત્યંત પ્રાચીન છે.
પણ તે માત્ર 1000,2000 વર્ષ નહિ પરંતુ પાઠગ્રંથો અનુસાર પાંચ હજાર વર્ષથી પણ વધારે જૂનો મનાય છે.
મુખ્ય ઐતિહાસિક મુદાઓ
પ્રાચીન સમયમાં અરાસુર પર્વત શક્તિ સંઘના નુ કેન્દ્ર હતું, અંબાજીને પાંડવો,રાજાઓ,ઋષિઓ એ પૂજ્યું અંબાજીના આસપાસના વિસ્તારમાં ઉમરાવવાસીઓ વસતા હતા 8મી સદીમાં નાગર બ્રાહ્મણોએ મંદિરનું નવું નિર્માણ કર્યું સોલંકી સમયમાં મંદિર વિશાળ બન્યું મહારાણા પ્રતાપ અને જયસિંહે પણ મંદિરને અનુદાન આપ્યું 1975 પછી મંદિર ટ્રસ્ટ હેઠળ ચાલવામાં આવ્યું
5)અંબાજીના મંદિરની વિશેષતાઓ (વિગતવાર)
અંબાજી મંદિરની વસતુ, રચના અને તંત્રશાસ્ત્રીય શક્તિ અનોખી છે.
આ મંદિર સામાન્ય મંદિરો જેવું નથી.
(A) અહીં મૂર્તિ કેમ નથી? વિશ્વનું અનોખું મંદિર
અંબાજી મંદિરનો સૌથી મોટો પ્રશ્ન =
“મૂર્તિ કેમ નથી?”
કારણ:
અહીં માતાનું હૃદય પડ્યું,આકાર વગરની ઊર્જા તંત્રશાસ્ત્રમાં યંત્રને શૂન્ય સ્વરૂપ કહેવાય છેયંત્રનું ધ્યાન મૂર્તિ કરતાં વધુ શક્તિશાળી માનવામાં આવે છે આ શાસ્ત્રીય માન્યતાઓને આધારે
અંબાજી મંદિરમાં માત્ર શ્રી યંત્ર (ત્રિપુરા સુન્દરીનું ગુપ્ત તંત્ર સ્વરૂપ)
સ્થાપિત છે. (ઓછી ખબર પડી. ને આની અંદર વધારે નહીં ઉતરીએ આપડે કારણ કે તમને અને મને બંને ને કાય ખબર નહીં પડે😁)
(B) શ્રી યંત્રનું રહસ્ય
શ્રી યંત્ર=બ્રહ્માંડનો સૌથી શક્તિશાળી જ્યોમેટ્રિકલ ડિઝાઇન
જેમાં 9 ત્રિકોણ છે.
4 ઉપરના ત્રિકોણ = શિવ
5 નીચેના ત્રિકોણ = શક્તિ
બંને મળીને બનાવે =મહા-મેરુ યંત્ર
આ યંત્ર:
પ્રચંડ Positive Energy ઉત્પન્ન કરે,મનમાં શાંતિ આપે,તણાવ દૂર કરે,ઈચ્છા પૂર્ણ કરે,ભક્તિ જાગૃત કરે, નકારાત્મક શક્તિઓ દૂર કરે તેથી અંબાજીને યંત્ર-શક્તિ પીઠપણ કહેવામાં આવે છે.
(C) અંબાજી મંદિરની સ્થાપત્ય કળા
અંબાજી મંદિર Gujaratની સૌથી સુંદર શિલ્પકળામાંનું એક છે.
મુખ્ય વિશેષતાઓ:
સફેદ માર્બલથી બનેલું,ઉપર 48 બેલ આકારનાં કળશ, 7 માર્બલનાગોળ સ્તંભ,તોરણ,દિવાલ પર શક્તિના 51 રૂપ, ગર્ભગૃહમાં દીવા નો પ્રકાશ સતત ચાલુજ રહે,ચાંદીના દરવાજા
6)અરાસુર પર્વત અને ગબ્બર નું રહસ્ય
અંબાજી મંદિરોથી થોડાં જ કિમી દૂર આવેલું છે. ગબ્બર પર્વતએવું કહેવાય છે કે અહીં માતાજી નો પગ એટલે કે (ચરણ) પડ્યું અહીંથી ગરબા શબ્દ આવ્યો રામ–લક્ષ્મણે અહીં સાધના કરી ઘુઘરાના અવાજો સાંભળાતા ગબ્બર પર્વત પર આજે પણ
દીપોત્સવ, શ્રાવણ નો મેળો અને નવરાત્રી ખૂબ જ પ્રખ્યાત છે.
7)અંબાજી માતાના ચમત્કારો (વાસ્તવિક વાતો)
અંબાજી મંદિરના ચમત્કારો વિશે
અહીં રોજ મુલાકાત લેતા લોકોનાં અનુભવ મુજબ,
ઈચ્છા પૂરી કરે માઁ અંબા :– કોઈ નોકરી માગે,કોઈ ધંધામાં સફળતા,કોઈ સંતાન,તો કોઈ શાંતિ માતા અંબા બધાનું સાંભળે છે એવું માનવામાં આવે છે.
દીવો ક્યારેય હોલવાતો નથી
ગર્ભગૃહમાં દીવો સતત ચાલુ ને ચાલુજ રહે છે.
રોગ-તકલીફમાં રાહત
અંબાજીમાં રોગમુક્તિનું ખાસ માન્ય છે.
ભાઈલાલભાઈ જેવા લોકો ની લાખો વાતો
ભાઈલાલભાઈ ગોધરાના એક નાના ગામના વતની સરકારી નોકરી માટે બહુ મહેનત કરી સફળતા ન મળી અંબાજીની માનતા રાખી સરકારી નોકરી મળી પછી તેઓ એ અંબાજી જઈને માનતા પૂરી કરી
8)અંબાજીના મહત્વના ઉત્સવો
(A).નવરાત્રી
ગુજરાતની સૌથી મોટી નવરાત્રી જોવી હોય તો અંબાજી આવું પડે ભાઈ.લાખો ભક્તો
ધુન,આરતી ગબ્બર પર ખાસ મહાઆરતી રાત્રે દીપોત્સવ રાત્રે આખા વિસ્તારનો માહોલ
દેખાય છે.
(B).ભાદરવી પૂનમ નો મેળો
ગુજરાતનો સૌથી મોટો મેળો. ઘણા લાખો ભાવિભક્તો મેળાનો આનંદ માણવા માટે પગપાળા આવે છે
9)જો તમે જવા માંગો છો તો અંબાજી માં રહેવાની ની અને ખાવી ની વાત કરીએ
હોટલ & સ્ટે
અંબાજીમાં–ધર્મશાળા,Budget rooms, Premium hotels,Online booking options
મળી જશે.
ખાવાનું
ગુજરાતી થાળી, છાશ,ફરસાણ, અને પ્રસાદ ખૂબ જ સ્વાદિષ્ટ મળે છે.
10)અંબાજી ની મુલાકાત વખતે ધ્યાન રાખવાની બાબતો
મોબાઇલ ગર્ભગૃહમાં લઈ જવા ના મળે,ભીડ હોય ત્યારે જરૂરી સામાનની કાળજી રાખવી,પાણી રાખવું,ગબ્બર પર ચાલતા ના જવું હોય તો લિફ્ટ સુવિધા પણ ઉપલબ્ધ છે મારું માનો તો જો તમે યંગ છો તો ચાલતા જજો મજા આવશે યાર1)
હવે આગળ શું શીખી શું ?
હવે આગળ આપણે શક્તિપીઠોના ઈતિહાસ,પુરાણોમાં વર્ણવાયેલ રહસ્યો, દરેક શક્તિપીઠ પાછળ છુપાયેલ લોકકથા, તાંત્રિક-શક્તિ પરંપરા, અને આજે ભારતના ભક્તો અહીં કેમ આવે છે તેની સંપૂર્ણ સમજ મેળવશું.
. 🛕Part 3)શક્તિપીઠોનું રહસ્ય–શક્તિ સૂત્ર
1)ભગવાન શિવ અને દેવી સતીની ગાથા માંથી શક્તિપીઠ નું સર્જન થયું છે, આ વાત આગળ આપડે સમજ્યા હવે આગળ વધીએ.
જ્યારે સતીજીનું દેહ 52 અલગ–અલગ સ્થાનોમાં પડ્યું, ત્યારે એક-એક સ્થાન અપરાજિત શક્તિકુંજ બની ગયું. અહીં દેવીઓનું એક-એક અંગ પડેલું હોવાનું માનવામાં આવે છે. આ સ્થળોએ અનંત શક્તિ વસે છે, જેને શક્તિ સૂત્ર કહેવામાં આવે છે.
શાસ્ત્રોમાં લખ્યું છે કે આ શક્તિ પીઠ માત્ર શક્તિ પીઠ નથી પણ ત્યાં એક અલગ પ્રકાર ની ઉર્જા પેદા થાય છે.
આ ઉર્જાના ત્રણ મુખ્ય સ્ત્રોત છે: આત્મિક ઉર્જા,તપસ્વી શક્તિ(ઋષિઓની),પ્રકૃતિ શક્તિ (પર્વત, જંગલ, નદીઓ)
2)શક્તિપીઠો અને તંત્રસાધના
ઘણા લોકોને લાગે છે કે તંત્ર એટલે કંઈક ખતરનાક.પરંતુ શાસ્ત્રોમાં તંત્ર એટલે
શક્તિને નિયંત્રિત કરવાનો, સમજવાનો અને ઉપયોગ કરવાનો પવિત્ર માર્ગ. શક્તિપીઠો તંત્રશાસ્ત્રના મુખ્ય કેન્દ્રો ગણાય છે કારણ કે ત્યાં શક્તિ નાડીઓ વધારે સક્રિય હોય
છે.
અમુક મુખ્ય તંત્ર-પ્રદેશો:
કામાખ્યા શક્તિપીઠ (અસમ),જ્વાલામુખી દેવી (હિમાચલ),ત્રિપુરાસુન્દરી (ત્રિપુડા)
પણ ગુજરાતનાં પણ અમુક શક્તિપીઠો તાંત્રિક દ્રષ્ટિએ અતિ મહત્વના છે.
(સમજાયું તમને? ના સમજાયું હોય તો કાય વાંધો નય આગળ સમજી જઈશું વાંચતા રહો)
3)ગુજરાતના શક્તિપીઠોમાં ઉર્જા કેમ વધારે મજબૂત છે?
ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ, પર્વતો, તીર્થયાત્રા માર્ગો, અને અહીં થયેલા અનંત યજ્ઞો અને તપસ્યાઓ શક્તિપ્રવાહને વધારે મજબૂત બનાવે છે.
કારણો:
1. અરવલ્લી પર્વતમાળા — પવિત્ર ઊર્જાનો સ્ત્રોત
અરવલ્લી ભારતની સૌથી જૂની પર્વતમાળા છે.
2. સરપાકાર નદીઓનું રહસ્ય
ગંગા જેવી મોટી નદીઓ તો નથી, પરંતુ, સરસ્વતીનદી,રૂપેન, ભદ્ર,મેઘમલ
આ નદીઓના તટ ઉપર આવેલ મંદિરોમાં ઊર્જાનો પ્રવાહ વધારે અનુભવાય છે.
3. પ્રાચીન યજ્ઞો અને હવન પરંપરા
ગુજરાતમાં ઘણા મહાયજ્ઞો કરવામાં આવ્યા હતા:
નવલખા યજ્ઞ
અશ્વમેઘ યજ્ઞ
રુદ્રયજ્ઞ
આ બધાનું ઊર્જાત્મક અસર આજેય શક્તિપીઠોમાં રહેતી હોવાનું માનવામાં આવે છે.
4)ગુપ્ત શક્તિપીઠો,બહુ ઓછા લોકો જાણે છે આ સ્થળ વિશે.
ઘણા શક્તિપીઠો બહુ જાણીતા છે, પરંતુ પ્રાચીન ગ્રંથોમાં 52 ઉપરાંત 108 ગુપ્ત શક્તિપીઠો નું પણ વર્ણન છે.ગુજરાતમાં કેટલાક લોકગાથા શક્તિપીઠો છે
(A).કુન્ડલપુર શક્તિ સ્થાન
અહીં એવું માનવામાં આવે છે કે અહીં દેવી સતી ના કાન પડ્યા હતા.
(B).ગોળડુ મંદિર (સાંબલપુર નજીક)
આ સ્થળે મૃદુ શક્તિ નો અનુભવ થાય છે એટલે ભક્તોને શાંતિ મળે છે.
(C).સોનકાંઠા દેવી
અતિ પ્રાચીન જંગલ વચ્ચે જ્યાં તાંત્રિકો ધ્યાન કરવા જતા.
5)દરેક શક્તિપીઠની પોતાની એક અનોખી ઓળખ — અહીં છે 10 ખાસ ઉદાહરણો
(1).કામાખ્યા શક્તિપીઠ — રજસ્વલા દેવી
(2).જ્વાલામુખી — અગ્નિની જ્યોત સતત જળે છે આ જ્યોત હજારો વર્ષથી સતત બળે છે કોઈ તેલ વગર
(3).વિષ્ણુપદ — જ્યાં ભગવાન વિષ્ણુના પગનાં નિશાન પડ્યા હતા.
(4). હિંગળાજ માતા
(5).કોટેશ્વરી માતા
(6).અંબાજી — હૃદય સ્થાન
અહીં કોઈ મૂર્તિ નથી માત્ર શ્રી યંત્ર જ છે.(પેલા આપડે વાત કરી એ )
(7).મહાકાળી – ઉર્જાનું કેન્દ્ર
(8).ત્રિપુરામા — હિમાલયનો ખજાનો
(9).નૈનેતી માતા — દેવીનું આંખ સ્થાન
(10).કલિયાટિ શક્તિપીઠ — વીજળી જેટલી ઉર્જા.
6)ભક્તોનાં અનુભવ,શક્તિપીઠો જીવન બદલી નાખે છે
દીપકભાઈ – એક ગામના શિક્ષકની વાત
ગાંધીનગર ના એક નાના ગામના શિક્ષક દીપકભાઈ 2019માં જીવનના થોડો ખર્ચો આવી ગયો દીકરી ના લગ્ન કર્યા, થોડું દેવું થઈ ગયું મહાકાળી માતાના દર્શન કરવા ગયા અને ત્યાં ખાલી તેઓ એટલું જ બોલ્યા કે મા મારે ટ્યુશન ચાલુ કરવું છે ખાલી તુ રસ્તો બતાવજે આજે તેઓ ઓનલાઇન ટ્યુશન ક્લાસ ચલાવે છે,અને એક સુંદર ઘર બનાવી લીધું.તેમના શબ્દોમાં ,મહાકાળી પાસે મેં કશું માગ્યું નહોતું માત્ર માર્ગ માગ્યો હતો અને દેવી એ માર્ગ બતાવી દીધી.
7)શક્તિપીઠોમાં દર્શન કરતી વખતે કયા નિયમો આપણે પાળવા જરૂરી છે?
(A).શુદ્ધ મન રાખવું
(B).મંદિર પરિસરમાં આપણે બંને એટલું ચૂપ રહીશું (C).અમુક મંદિર માં ફોટો પાડવાની મનાઈ હોય છે તો તેનું આપણે ઉલ્લઘન ન કરીશું.
8) પુરાણોમાં શક્તિપીઠો ની 5 અનોખી વાતો
(1).જ્યાં શક્તિપીઠ હોય ત્યાં એક ભૈરવ અવશ્ય હોય.
(દેવીની સાથે ભૈરવ દેવતા)
(2).મોટાભાગના શક્તિપીઠો ત્રિકોણાકાર મા જોવા મળે છે.
(3).51 માંથી 9 શક્તિપીઠો ગુપ્ત છે
(4).હિંદુ,જૈન અને બૌદ્ધ ત્રણેય ધર્મોની સ્મૃતિ અહીં જોડાયેલી છે
(5).શક્તિપીઠોમાં ભક્તિ અને તપસ્યા બંને જરૂરી
9) શું જોયું?
શક્તિપીઠોની ઊર્જા અને રહસ્યો,તંત્ર અને, શક્તિ સૂત્ર,ગુજરાતના અજાણ્યા શક્તિપીઠો,યાત્રા માર્ગ ભક્તોનાં અનુભવ
🙏 શા માટે ગુજરાતના શક્તિ પીઠો એક દમ અલગ છે? [Part4]
ભારતભરમાં 51 પ્રસિદ્ધ શક્તિ પીઠો છે.પણ તંત્રશાસ્ત્ર, પુરાણ, ભક્તિ અને આધ્યાત્મિક ઊર્જા ગુજરાતના શક્તિ પીઠો સૌથી વધારે ધરાવે છે.હજારો વર્ષ જૂના મંદિરો, પૂજારી પરંપરાની હજી પણ છે,મહાદેવીની ઉપાસના,મનશાંતિ અનુભવ ગુજરાતના 3 મુખ્ય શક્તિ પીઠો છે:(1).અંબાજી શક્તિ પીઠ(2).પાવાગઢ મહાકાળી માતા શક્તિ પીઠ(3).આશાપુરા માતા શું શક્તિ પીઠ છે? (આ વિષય માં આગળ થોડાક ઊંડા ઉતરીશું. )ચાલો હવે એક-એક શક્તિ પીઠને એવી રીતે સમજીએ કે તમને ઇતિહાસ અને અનુભવોનો અહેસાસ થાય.
1)અંબાજી શક્તિ પીઠ
સ્થાન:
બનાસકાંઠા જિલ્લો–અરવલ્લી પર્વતમાળા વચ્ચે,ગબ્બર પર્વત નજીક.
(A).ગબ્બર પર્વત – મૂળ શક્તિ પીઠ
ઘણા લોકોને ખબર નથી કે મુખ્ય શક્તિ પીઠ ગબ્બર પહાડ પર છે મંદિર નહીં.ગબ્બર પર્વત પર માતાનું યંત્ર છે.અહીં થી શક્તિની મૂળ ઊર્જા નીકળે છે.
(B).અંબાજીનું મંદિર—હજારો વર્ષોથી અવિરત શ્રદ્ધા
અંબાજીનું મંદિર પૃથ્વી પરનાં સૌથી મહાન તાંત્રિક તીર્થોમાંનું એક છે.અહીં માતાનું મુર્તિ નું પૂજન નથી,પણ શ્રી યંત્રની પૂજા થાય છે.
(C).મુખ્ય વિશેષતાઓ
મંગળવાર અને પૂનમ ખૂબ ભીડ,ભાદરવી પૂનમ લાખો યાત્રિકો પગપાળા આવે છે.
(D).અનુભવો (શક્તિભાવ)
ઘણા યાત્રિકો કહે છે:માનસિક શાંતિ મળે,ઈચ્છા પૂરી થાય, નકારાત્મકતા ઓછી થાય
2)પાવાગઢ મહાકાળી શક્તિ પીઠ
(A).સ્થાન:
પંચમહાલ –ચાંપાનેર
(B).પાવાગઢ – એક પવિત્ર જ્વાળામુખી પર્વત
પાવાગઢ પર્વત કરોડો વર્ષ પહેલાં સક્રિય જ્વાળામુખી હતો, આથી તેની ઉર્જા બહુજ ખતરનાક હતી
(C).કાળી માતાના દરબારની વિશેષ વાતો
અહીં બે દેવતાઓનું સંગમ છે: શક્તિ+ભૈરવ,1500 વર્ષ જૂની મૂર્તિ,મહાકાળી નું અખંડ સ્વરૂપ,યાત્રા માર્ગ–રોપવે+ પગથિયાં
(D).પાવાગઢના તથ્યો
ભાગવત અને કાલિકા પુરાણમાં આ સ્થાનનો વિશેષ ઉલ્લેખ છે.અહીંનો રોપવે ભારતનો સૌથી પ્રાચીન રોપવે છે.
(E).યાત્રિકોને મળતા આધ્યાત્મિક લાભ
ભય અને નકારાત્મકતા દૂર થાય,માતાના દર્શનથી એક નવી શક્તિ ઉત્પન્ થાય
3)આશાપુરા માતા–શું ખરેખર શક્તિ પીઠ છે?
(A).સ્થાન:
કચ્છ – માતાનો મુખ્ય દરબાર
(B).શું આ શક્તિ પીઠ ગણાય છે?
આશાપુરા માતા વિશે ભારતમાં બે મંતવ્ય છે:
1:આશાપુરા માતા 51 શક્તિ પીઠમાં ગણાતી નથી કારણ કે સત્યાઘટના અનુસાર સતીનું અંગ અહીં પડ્યું નથી.
2:
આશાપુરા માતાને ઉપશક્તિ પીઠ કહેવાય છે, કારણ કે:અહીં માતાનું સ્વયંભુ સ્વરૂપ છે,ઈચ્છા પૂર્ણ કરનારી દેવી,હજારો વર્ષથી શક્તિનું અકલ્પનીય સ્થાન
સાચું શું?પુરાણોની મુખ્ય યાદી અનુસાર આશાપુરા શક્તિ પીઠ નથી,પણ ગુજરાતમાં માતાને શક્તિ પીઠ સમાન માન આપવામાં આવે છે.
(C).આશાપુરાની વિશેષતાઓ
આશા પૂરી કરનારી માતા એટલે આશાપુરી. કચ્છના રાજાઓનું મુખ્ય દેવસ્થાન
(
D).યાત્રા અનુભવ
લોકો કહે છે:મુશ્કેલ કામ સરળ થઈ જાય માતાજી પાસે કઈ પણ દિલ થી માગો તો માતાજી તે ઈચ્છા પૂર્ણ કરે છે.
(E).માઁ નો તે કેવો ચમત્કાર ?
બારડોલી જિલ્લાના એક નાના ગામના વેપારી ધંધો ખૂબ ચાલે પૈસા પણ ખરા. નામ એમનું પ્રિતેશભાઈ પણ એમની નાની દીકરી આઠ વર્ષની બોલવામાં થોડી તકલીફ પડે બહુ મહેનત કરી પણ અંતે કંઈ ન થયું, કોઈએ કીધું કે આશાપુરા માતાની માનતા રાખો ભાઈ બધું માતાજી સારું કરશે, પ્રિતેશભાઈએ માનતા રાખી મારી દીકરી એક મહિનાની અંદર સાજી થઈ જશે તો હું 51 દીકરીઓને ઘરે જમાડીશ અને માતાજીએ જઈશ આશાપુરા ,અને 15 જ દિવસ થયા તો એમની દીકરી ધીમે ધીમે સીધું બોલવા લાગી તો તેમને 51 દીકરીઓ નહીં પરંતુ 151 દીકરીઓને ઘરે જમાડી અને આશાપુરા પગપાળા ગયા અને હવે તેઓ વર્ષમાં એકવાર ચાલતા પગપાળા આશાપુરા માતાજીના દર્શન કરવા માટે જાય છે
ગુજરાતની શક્તિ, ભક્તિ અને આત્મશાંતિનો માર્ગ
Gujarat ni shakti, ગુજરાતી ભક્તિ,temple in Gujarat,ગુજરાતના શક્તિપીઠો
ગુજરાતના શક્તિ પીઠો માત્ર મંદિરો નથી તે જીવનનો આધાર,તકલીફોના ઉકેલ,અને આત્મા માટેની શાંતિ છે. યાત્રા કરો–પણ માત્ર પગ થી નહીં દિલ થી કરો
મારું થોડું જાણતા જાવ પાછા ↓
હવે તમને એવું થતું હશે કે આડેધડ ગપ્પા મારે છે.તો એવું નથી ભાઈ આ પેરેગ્રાફ બનાવવામાં મારે ત્રણથી ચાર દિવસ નીકળી ગયા કારણકે મેં ઘણું ખરું રિસર્ચ,કર્યું ઘણું ખરું શોધી લાયો અને બધી માહિતી ભેગી કરી અને આવડો પેરેગ્રાફ મેં બનાવ્યો છે થોડી ઘણી મહેનત તો લાગી ભાઈ
અને બીજી વાત+આપણને લખવાનો વાંચવાનો શોખ ખરો પાછો એટલે તો લખી લખીને તમારી સામે મુકું છું અને તમે થોડું ઘણું શીખો છો અને વાંચો છો બસ,
તો તમને મારી થોડી પણ મહેનત લાગતી હોય પ્લીઝ સપોર્ટ કરો




ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો