આખું ગુજરાત ફરવાનું પ્લાનિંગ કેવી રીતે કરવું?🚙 (PART 1)
આ Part 1 માં આપણે શીખીશું કે આખું ગુજરાત ફરવાનું પ્લાનિંગ કેવી રીતે કરવું, કેટલા દિવસ જોઈએ, ક્યારે જવું યોગ્ય છે, કોના માટે કયો પ્લાન સારો રહે અને પહેલી વખત ગુજરાત ફરવા માટે કઈ બાબતો ખાસ ધ્યાનમાં રાખવી. આ ગાઈડ વિદ્યાર્થી, પરિવાર, નોકરીયાત વ્યક્તિ અને સિનિયર સિટિઝન સૌ માટે ઉપયોગી છે.
આખું ગુજરાત ફરવું એટલે શું?
ઘણા લોકો કહે છે અમે ગુજરાત ફર્યા છીએ. પણ સાચું પૂછીએ તો તેઓ ફક્ત એકાદ શહેર કે મંદિર જોઈને આવ્યા હોય છે. આખું ગુજરાત ફરવું એટલે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ આ ચારેય ભાગને યોગ્ય રીતે જોવું, સમજવું અને અનુભવવું એ જ સાચું ગુજરાત દર્શન છે.
લોકો સૌથી મોટો પ્રશ્ન શું પૂછે છે?
આખું ગુજરાત ફરવા કેટલા દિવસ જોઈએ? ક્યાંથી શરૂઆત કરવી? કેટલું બજેટ રાખવું? પરિવાર સાથે જઈ શકાય? પહેલી વખત જઈએ તો શું ધ્યાન રાખવું? આ બધીજ વિગતવાર માહિતી આપડે આગળ ચાલો જાણીએ.
1. આખું ગુજરાત એટલે કયા કયા વિસ્તાર?
ચાલો પહેલા સમજી લઈએ કે ગુજરાત કેટલા ભાગમાં વહેંચાયેલું છે.
1. ઉત્તર ગુજરાત
અમદાવાદ, ગાંધીનગર, પાટણ, અંબાજી, મોઢેરા ઇતિહાસ, મંદિરો અને સંસ્કૃતિ માટે જાણીતું.
2. સૌરાષ્ટ્ર
દ્વારકા, સોમનાથ, ગીર, રાજકોટ, પોરબંદર ,ધાર્મિક સ્થળો + કુદરત નો નજરો + સિંહ.
.3. કચ્છ
રણ ઓફ કચ્છ, ભુજ, માંડવી, ધોળાવીરા રણોત્સવ, સફેદ રણ અને લોકકલા.
4. દક્ષિણ ગુજરાત
સુરત, વડોદરા, સાપુતારા, સ્ટેચ્યુ ઓફ યુનિટી હરિયાળી, ઝરણાં અને આધુનિક સ્થળો.
2. આખું ગુજરાત ફરવા કેટલા દિવસ જોઈએ?
આ બહુ મહત્વનો પ્રશ્ન છે.
સમય પ્રમાણે પ્લાન:
7–10 દિવસ (ઝડપી પ્રવાસ)
અમદાવાદ, દ્વારકા, સોમનાથ, સ્ટેચ્યુ ઓફ યુનિટી બહુ દોડધામ, ઓછો આરામ.
15–20 દિવસ (સારો અનુભવ)
ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ
દક્ષિણ ગુજરાતના મુખ્ય સ્થળો મોટા ભાગના લોકો માટે આ શ્રેષ્ઠ વિકલ્પ છે.
25–30 દિવસ (સંપૂર્ણ ગુજરાત)
દરેક વિસ્તાર ધીમે ધીમે પ્રવાસ લોકલ સંસ્કૃતિનો અનુભવ નિવૃત્ત વ્યક્તિઓ માટે પરફેક્ટ .
3. ગુજરાત ફરવાનો શ્રેષ્ઠ સમય કયો?
ઓક્ટોબરથી ફેબ્રુઆરી
હવામાન ઠંડુ, પ્રવાસ માટે શ્રેષ્ઠ, મોટાભાગના તહેવારો બેસ્ટ સીઝન
જુલાઈથી સપ્ટેમ્બર
વરસાદ જંગલ, સાપુતારા, ઝરણાં ખૂબ સુંદર કુદરત પ્રેમીઓ માટે.
માર્ચથી જૂન
ભારે ગરમી, દરિયાકાંઠા
4. કોના માટે કયું પ્લાન યોગ્ય?
વિદ્યાર્થીઓ
ગ્રુપમાં જાવ ટ્રેન + બસ, રહેવા માટે ધર્મશાળા પસંદ કરો ઓછો ખર્ચ વધુ સ્થળો
પરિવાર
પોતાની કાર અથવા ટ્રેન બાળકો માટે આરામ જરૂરી વધારે દોડધામ નહીં
કપલ
સાપુતારા, દીવ, કચ્છ શાંતિપૂર્ણ સ્થળો
સિનિયર સિટિઝન
ધાર્મિક સ્થળો ઓછું ટ્રાવેલ આરામદાયક રહેવું
5. પ્રથમ વખત ગુજરાત ફરનાર માટે શું તૈયારી કરવી
આ ખૂબ જરૂરી છે.
બધું એક સાથે જોવા ન જશો, પ્લાન વગર ન નીકળો, સમયને મજા સાથે માણો, થોડી ગણી કેશ રાખો ઓનલાઇન લોકલ જગ્યા એ નથી હોતુ
6. ગુજરાત ટ્રાવેલ પ્લાનિંગ – શરૂઆતના 5 સ્ટેપ
1.કેટલા દિવસ છે તે નક્કી કરો
2.કયા વિસ્તાર જોવા છે તે નક્કી કરો
3.બજેટ નક્કી કરો
4.પરિવાર સાથે મિત્રો સાથે કે કપલ તે નક્કી કરો
5.સીઝન મુજબ તૈયારી કરો
સાચું પ્લાનિંગ હશે તો ગુજરાત યાત્રા જીવનનો યાદગાર અનુભવ બની જશે.
આખું ગુજરાત ફરવા માટે ટ્રાન્સપોર્ટ, રૂટ અને રહેવાની સંપૂર્ણ ગાઈડ 🛍️(PART 2)
આ Part 2 માં આપણે સંપૂર્ણ વિગતે સમજશું કે ગુજરાત ફરવા માટે ટ્રાન્સપોર્ટ કયો શ્રેષ્ઠ છે, કયા રૂટથી પ્રવાસ કરવો, પોતાની કારથી કેવી રીતે આખું ગુજરાત ફરવું અને રહેવા માટે હોટેલ, ધર્મશાળા કે ગેસ્ટ હાઉસ કેવી રીતે પસંદ કરવું.
આ ગાઈડ વિદ્યાર્થીઓથી લઈને પરિવાર અને સિનિયર સિટિઝન સુધી સૌ માટે ઉપયોગી છે. સારો ટ્રાન્સપોર્ટ + યોગ્ય રહેવું = સફળ ગુજરાત યાત્રા, ઘણા લોકો કહે છે: સ્થળ તો સારું હતું, પણ મુસાફરીમાં થાકી ગયા. એનું કારણ એક જ છે ખોટો ટ્રાન્સપોર્ટ, ખોટો રૂટ, ખોટું રહેવાનું અને પ્લાન
1. ગુજરાત ફરવા માટે ટ્રેન સૌથી સેફ અને સસ્તો વિકલ્પ
ટ્રેન કેમ શ્રેષ્ઠ? લાંબા અંતર માટે આરામદાયક, ખર્ચ ઓછો, સમય બચાવે, પરિવાર માટે સેફ
મુખ્ય રેલવે જંકશન:
અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર,ભુજ અને હવે દરેક સિટી માં ટ્રેન આવે છે .
સલાહ: લાંબી મુસાફરી માટે રાત્રિ ટ્રેન પસંદ કરો.
H4. ટિકિટ બુકિંગ ટીપ્સ:
15–20 દિવસ પહેલાં બુકિંગ, સ્લીપર / 3એ.સી શ્રેષ્ઠ, તહેવાર સમયે વહેલું બુક કરો
2. સરકારી બસ –
સરકારી બસ કેમ ખાસ? દરેક શહેર અને ગામ સુધી બસ, ભાડું ઓછું, નિયમિત ટાઈમટેબલ
બસના પ્રકાર:
એક્સપ્રેસ, વોલ્વો, સ્લીપર, લોકલ રૂટ બસ. વિદ્યાર્થી અને લો બજેટ પ્રવાસીઓ માટે બેસ્ટ.
3. પોતાની કારથી આખું ગુજરાત કેવી રીતે ફરવું?
આ સૌથી ફ્રીડમ આપતો વિકલ્પ છે.
ફાયદા:
જ્યાં મન થાય ત્યાં રોકાઈ શકો, પરિવાર માટે આરામ, સામાનની ચિંતા નહીં
ધ્યાનમાં રાખવું:
રોજ 250–300 કિ.મી.થી વધુ ન ચલાવો Google Maps + Offline Map રાખો
કાર દ્વારા રૂટ:
માની લો કે તમે અમદાવાદ થી છો તો અમદાવાદ → વડોદરા → સ્ટેચ્યુ ઓફ યુનિટી → સુરત → સાપુતારા → દીવ → સોમનાથ → દ્વારકા → રાજકોટ → ભુજ → કચ્છ → અમદાવાદ આવી રીતે તમારે તમારા શહેર થી નક્કી કરી લવું
4. વિમાન – સમય ઓછો હોય તો
એરપોર્ટ: હવે ગણા શહેરો માં એરપોર્ટ છે .
5. ગુજરાતમાં રહેવાની વ્યવસ્થા સાચી પસંદગી કેવી રીતે કરવી?
1: ધર્મશાળા
મંદિર નજીક, સસ્તી અને સેફ પરિવાર અને ઉંમર વાળા માટે ઉત્તમ
2: બજેટ હોટેલ
₹800–1500 શહેર વિસ્તારમાં સરળ ઉપલબ્ધ
3: મિડ & લક્ઝરી હોટેલ
₹2500+ કપલ અને પ્રોફેશનલ્સ માટે
6. રહેવાનું બુક કરતી વખતે ધ્યાનમાં રાખવાની વાતો
સ્થાન (મંદિર / બસ સ્ટેન્ડ નજીક) પરિવાર ફ્રેન્ડલી છે કે નહીં, પાણી અને સ્વચ્છતા, પાર્કિંગ સુવિધા, રાત્રે સેફટી
આખું ગુજરાત ફરવા જેવાં સ્થળો – જિલ્લા પ્રમાણે સંપૂર્ણ ટ્રાવેલ ગાઈડ🧳 (PART 3)
આ Part 3 માં આપણે ગુજરાતના દરેક મહત્વના વિસ્તારમાં આવેલા ફરવા જેવાં સ્થળોને વિગતે સમજશું.
આ ગાઈડમાં ધાર્મિક સ્થળો, કુદરતી સ્થળો, દરિયાકાંઠા, ઐતિહાસિક જગ્યા અને પરિવાર સાથે ફરવા યોગ્ય સ્થળો બધું જિલ્લા પ્રમાણે સરળ ભાષામાં સમજીશું જો તમે સાચે આખું ગુજરાત ફરવા માંગો છો, તો આ Part તમારા માટે સૌથી મહત્વનો ભાગ છે.
ગુજરાત કેમ ફરવા જેવું રાજ્ય છે?
ભારતમાં ઘણા રાજ્ય છે, પણ ગુજરાત ખાસ છે કારણ કે: એક જ રાજ્યમાં રણ, દરિયો, જંગલ, પહાડ ભારતના સૌથી મોટા ધાર્મિક સ્થળો પ્રાચીન સંસ્કૃતિ અને આધુનિક વિકાસ એકસાથે એટલે ગુજરાત પ્રવાસ બોરિંગ ક્યારેય નથી લગતો
1. ઉત્તર ગુજરાત – ઇતિહાસ, આસ્થા અને સંસ્કૃતિ
1. અંબાજી (બનાસકાંઠા)
શક્તિપીઠ, લાખો ભક્તો આવે છે, પહાડ પર સ્થિત મંદિર માં નો ગબ્બર
ખાસ:ભાદરવી પૂનમ, ગબ્બર પર્વત.
સિનિયર સિટિઝન અને પરિવાર માટે શ્રેષ્ઠ. લિફ્ટ સુવિધા ઉપલબ્ધ
2. પાટણ – રાણીની વાવ
યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ, સોલંકી યુગની કલા, ઇતિહાસ પ્રેમીઓ માટે સ્વર્ગ.
3. મોઢેરા સૂર્ય મંદિર
સૂર્ય ભગવાનને સમર્પિત, ફોટોગ્રાફી માટે અદભુત સવારે જાવ તો વધુ સારું
2. સૌરાષ્ટ્ર – ધર્મ, સિંહ અને સાગર
1.દ્વારકા – શ્રીકૃષ્ણની નગરી
ચાર ધામમાંનું એક દ્વારકાધીશ મંદિર, બેટ દ્વારકા
ખાસ અનુભવ:સવારે મંગળા આરતી અને ગોમતી ઘાટ
2.સોમનાથ – પ્રથમ જ્યોતિર્લિંગ
સાગર કિનારે સ્થિત સંધ્યા આરતી અદભુત આસ્થા અને શાંતિનો અનુભવ.
3. ગીર જંગલ
એશિયાટિક સિંહ, સફારી અનુભવ
ટીપ: પહેલા બુકિંગ કરો, સવારની સફારી શ્રેષ્ઠ કારણ કે સવારે વધારે મોકો હોય છે સિંહ જોવા નો
3. કચ્છ – રણ, લોકકલા અને સંસ્કૃતિ
1. રણ ઓફ કચ્છ
સફેદ રણ, રણોત્સવ નવેમ્બરથી ફેબ્રુઆરી શ્રેષ્ઠ.
2. ભુજ અને આસપાસ
કચ્છ મ્યુઝિયમ, આઇના મહેલ, હસ્તકલા ગામ
3. માંડવી બીચ
શાંત, સ્વચ્છ સૂર્યાસ્ત નો સુંદર નજારો
4. દક્ષિણ ગુજરાત – હરિયાળી અને કુદરત
1. સાપુતારા
ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન, ઠંડુ હવામાન, ઉનાળામાં બેસ્ટ.
2. સ્ટેચ્યુ ઓફ યુનિટી
સૌથી ઊંચી પ્રતિમા, સરદાર સરોવર ડેમ
જોવા જેવું:લેસર શો, વ્યુ પોઈન્ટ
3. સુરત અને વડોદરા
સુરત: ફૂડ + માર્કેટ
વડોદરા: લક્ષ્મી વિલાસ પેલેસ
5.બાળકો અને પરિવાર સાથે ફરવા યોગ્ય સ્થળો
સાયન્સ સિટી (અમદાવાદ), ઝૂ અને ગાર્ડન, બીચ અને હિલ સ્ટેશન, પોઇચા સ્વામિનારાયણ મંદિર, અને ગણા એવા મંદિરો અને યોગ્ય સ્થળો
6. દરેક સ્થળ માટે કેટલો સમય રાખવો?
મંદિર: 1 દિવસ,
જંગલ+વોટરફોલ + હિલ સ્ટેશન 1–2 દિવસ,
બીચ: 1 દિવસ
મોટા શહેર: 2 દિવસ
આખું ગુજરાત ફરવાનું સંપૂર્ણ બજેટ, ખાવાનું, ભૂલો, ટીપ્સ બધુજ ✨ (PART 4)
આ PART માં તમે શીખશો: આખું ગુજરાત ફરવા માં કેટલું બજેટ જોઈએ. ઓછી કમાણીમાં પણ પ્રવાસ કેવી રીતે કરવો. ગુજરાત નું સારું ભોજન. પ્રવાસ દરમિયાન થતી સામાન્ય ભૂલો. શું કરવું અને શું ન કરવું. સ્ટેપ બાય સ્ટેપ બધુજ જાણીએ ચાલો આ ભાગ વાંચ્યા પછી તમે સીધા બેગ ભરીને નીકળી શકો છો હો
પ્રવાસ પૈસાથી નહીં, આયોજનથી સફળ બને છે
ઘણા લોકો કહે છે: ગુજરાત ફરવું મોંઘું છે.પણ સચ્ચાઈ એ છે:
ખોટું પ્લાનિંગ = વધારે ખર્ચ
સાચું પ્લાનિંગ = ઓછી કમાણીમાં મજા
1. આખું ગુજરાત ફરવા રીયલ બજેટ
ચાલો ખોટી વાત છોડીએ, સીધા હકીકત જોઈએ.
1. લો બજેટ પ્રવાસ (વિદ્યાર્થી, સામાન્ય માણસ)
અંદાજીત ખર્ચ:
દર દિવસ: ₹700 – ₹1000
15 દિવસ: ₹12,000 – ₹15,000
કેવી રીતે? ટ્રેન + સરકારી બસ, રહેવા માટે ધર્મશાળા, જમવા માટે લોકલ ખોરાક અને ગ્રુપમાં પ્રવાસ સૌથી વધુ લોકો આ કેટેગરીમાં આવે છે.
2. મિડ બજેટ પ્રવાસ (પરિવાર, નોકરીયાત)
અંદાજીત ખર્ચ:
દર દિવસ: ₹1500 – ₹2500
15 દિવસ: ₹25,000 – ₹40,000
કેવી રીતે? ટ્રેન + કાર, રહેવા માટે બજેટ હોટેલ અને આરામદાયક ટ્રાવેલ
3. લક્ઝરી પ્રવાસ
અંદાજીત ખર્ચ:
દર દિવસ: ₹4000+
ફાઈવ સ્ટાર હોટેલ, પોતાની કાર / ફ્લાઈટ આ ઓપ્શન ખાસ લોકો માટે
2. ગુજરાતનો ખોરાક – શું ખાવું, ક્યાં ખાવું?
ગુજરાત ફર્યા અને ખોરાક ન માણ્યો તો પ્રવાસ અધૂરો.
ફરજિયાત ખાવાની વસ્તુઓ:
નાસ્તા :
ઢોકળા, ખાંડવી, ફાફડા-જલેબી
ભોજન :
ગુજરાતી થાળી, ઉંધિયું, દાળ-ભાત
મીઠાઈ :
મોહનથાળ, શ્રીખંડ
દરેક જિલ્લામાં થોડો અલગ ટેસ્ટ મળે છે.
ખોરાક અંગે ખાસ સલાહ:
બહુ ભારે ખાવું નહીં, અજાણી જગ્યાએ બહુ તેલવાળું ટાળો
3. પ્રવાસ દરમિયાન થતી સૌથી મોટી ભૂલો
આ ભૂલો ન કરતા નહીં તો પ્રવાસ બગડી જશે.
1. બહુ સ્થળો એક સાથે જોવાનો પ્રયાસ, થાક + મજા ખતમ
2. બજેટ નક્કી ન કરવું, અંતમાં પૈસા ખૂટી જાય
3. લોકલ સંસ્કૃતિનો માન ન રાખવો, અનુભવ ખરાબ થાય
4. શું કરવું અને શું ન કરવું
કરવું :
સવારે વહેલા ઉઠવું, લોકલ લોકો સાથે વાત કરો, સમયનો આનંદ લો
ન કરવું:
દોડધામ, મોબાઇલમાં આખો દિવસ સમય કાઢવો, અતિશય ખર્ચ
5. આખું ગુજરાત ફરવાનું સંપૂર્ણ ટ્રાવેલ ચેકલિસ્ટ
મુસાફરી પહેલાં:
ઓળખપત્ર, ટિકિટ, હોટેલ બુકિંગ, રૂટ પ્લાન
સામાન:
હળવા કપડા, ચપ્પલ + શૂઝ, રેનકોટ (વરસાદમાં)
આરોગ્ય:
જરૂરી દવાઓ
અને મોબાઈલ ચાર્જર અને પાવર બેંક તો તમે ભૂલવો જ નહીં એ મને ખાતરી છે.
6. પ્રવાસ શા માટે જરૂરી?
તણાવ ઓછો થાય, પરિવાર સાથે સમય, બાળકોને સંસ્કૃતિ સમજાય, જીવન પ્રત્યે નવી નજર.
હવે આખું ગુજરાત ફરવું સપનું નથી, સંપૂર્ણ શક્ય છે.
તમને આ સંપૂર્ણ ગુજરાત ટ્રાવેલ ગાઈડ ગમી? કોમેન્ટ કરો: તમારો પહેલો પ્રવાસ કયાંથી શરૂ કરશો? આ સિરીઝ શેર કરો તમારા પરિવાર સાથે બ્લોગ સબસ્ક્રાઇબ કરો – વધુ ગુજરાતી ગાઈડ માટે



ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો