સાસણ ગીર જંગલ સફારી 2026 – બુકિંગ, ટિકિટ ભાવ, સિંહ દર્શન અને સંપૂર્ણ પ્રવાસ માર્ગદર્શિકા

સાસણ ગીર જંગલ સફારી સંપૂર્ણ માહિતી

ગુજરાતની ધરતી પર એવું એક સ્થાન છે જ્યાં તમે માત્ર ફરવા નથી જતા, પણ કુદરતને અનુભવો છો. સાસણ ગીર જંગલ એ માત્ર એક પ્રવાસ સ્થળ નથી, એ ગુજરાતનું ગૌરવ છે. દુનિયામાં એકમાત્ર એશિયાટિક સિંહ અહીં જોવા મળે છે. જ્યારે જીપ ધીમે ધીમે જંગલની વચ્ચે આગળ વધે છે, આસપાસ લીલાછમ વૃક્ષો, પક્ષીઓનો અવાજ અને અચાનક કોઈ દૂર હરતું ફરતું પ્રાણી દેખાય એ અનુભવ શબ્દોમાં સમજાવવો મુશ્કેલ છે.

ગીર જંગલ માં વૃક્ષ ની નીચે બેસી રહેલો સિંહ


ગીર જંગલનો ઇતિહાસ પણ એટલો જ રસપ્રદ છે. એક સમય એવો હતો જ્યારે સિંહોની સંખ્યા ખૂબ ઘટી ગઈ હતી. પરંતુ ગુજરાત સરકાર અને ફોરેસ્ટ વિભાગના પ્રયત્નોથી આજે ગીર સંરક્ષણનું ઉત્તમ ઉદાહરણ બની ગયું છે. 

સાસણ ગીરની સફારી જીપમાં બેસીને જંગલની અંદર જવું એ ફિલ્મ જેવી ફિલિંગ આપે છે. દરેક વળાંક પર કંઈક નવું જોવા મળે છે. ક્યારેક પ્રાણીઓ નો જૂથ દોડતો દેખાય, ક્યારેક મોર પાંખ ફેલાવીને ઉભો હોય, અને ક્યારેક ગાઈડ ધીમેથી કહે આગળ સિંહ છે. ત્યારે લોકો સિંહને જોવા માટે ટટ્ટાર થઈ જાય

ઘણા લોકો માને છે કે સિંહ જોવો ભાગ્યની વાત છે. હા, જંગલમાં બધું કુદરત પર આધારિત છે, પરંતુ ગીરની ખાસ વાત એ છે કે અહીં સિંહોની સંખ્યા સારી હોવાથી દર્શન થવાની શક્યતા વધારે હોય છે. ખાસ કરીને સવારના સમય અથવા ઉનાળામાં પાણીના સ્ત્રોત પાસે સિંહ જોવા મળે છે.

ગીર સફારી માત્ર એન્જોય માટે નથી. એ બાળકો માટે જીવંત શિક્ષણ છે. પુસ્તકમાં જે પ્રાણીનું ચિત્ર જોવામાં આવે છે, એ જ પ્રાણી જ્યારે સામે જીવંત દેખાય, ત્યારે તે જોવાની ઉત્સુકતા અલગજ હોય છે. 

જ્યારે તમે ગીર જાઓ, ત્યારે માત્ર ફોટો પાડવા નહીં, પણ જંગલના નિયમોનું પાલન કરવું પણ એટલું જ જરૂરી છે. જંગલમાં શાંતિ રાખવી, ગાઈડની વાત માનવી અને પ્રાણીઓને તકલીફ ન પહોંચાડવી આ બધું ફરજિયાત છે. ઘણા પ્રવાસીઓ ઉત્સાહમાં અવાજ કરે છે, પરંતુ સાચો પ્રવાસી એ છે જે કુદરતનો માન રાખે.

સાસણ ગીરનો વિસ્તાર ખૂબ મોટો છે. અહીં માત્ર સિંહ જ નહીં, પણ ચિંતા, નીલગાય, સિયાળ, મગર અને અનેક પ્રકારના પ્રાણીનો પક્ષીઓ જોવા મળે છે. 

પ્રવાસ માટે નવેમ્બરથી માર્ચનો સમય સૌથી ઉત્તમ ગણાય છે. ઠંડુ હવામાન હોય છે અને સફારી આરામથી માણી શકાય છે. ઉનાળામાં ગરમી વધારે હોય છે, પરંતુ પાણી પીવા માટે ગણા પ્રાણીઓ આવતા રહેતા હોય છે. એટલે દરેક સીઝનમાં ગીરનો અનુભવ અલગ હોય છે.

સાસણ ગીર આસપાસના વિસ્તારોમાં રોકાવા માટે ઘણા રિસોર્ટ અને હોટેલ ઉપલબ્ધ છે. તમે પરિવાર સાથે બે દિવસનો પ્લાન બનાવી શકો. નજીકમાં સોમનાથ મંદિર, દીવ બીચ પણ છે, જેથી એક સંપૂર્ણ પ્રવાસ બની શકે છે.


બુકિંગ પ્રક્રિયા, ટિકિટ ભાવ, સમય અને સાચી તૈયારી

સાસણ ગીર જંગલ સફારી જવાનો પ્લાન બનાવવો એ સરળ પણ નથી થોડું આયોજન કરવું પડે છે. જો યોગ્ય રીતે બુકિંગ ન કરો તો સીઝનમાં ટિકિટ મળવી મુશ્કેલ બની જાય છે. તેથી ગીર જતા પહેલા સૌથી મહત્વની બાબત છે. સમયસર બુકિંગ.

ગીર જંગલ સફારી માટે ઓનલાઈન બુકિંગ કરવું સૌથી સુરક્ષિત અને સરળ રીત છે. ગુજરાત ફોરેસ્ટ વિભાગની અધિકૃત વેબસાઈટ પર જઈને તારીખ અને સમય પસંદ કરવો પડે છે. દરેક સફારી સ્લોટ મર્યાદિત હોય છે. એક સ્લોટમાં ચોક્કસ સંખ્યામાં જીપ જંગલમાં પ્રવેશે છે, જેથી પ્રાણીઓને તકલીફ ન થાય અને પ્રવાસીઓને સારું અનુભવ મળે. બુકિંગ કરતી વખતે તમારું ઓળખપત્ર નંબર દાખલ કરવું પડે છે. આધાર કાર્ડ, પાન કાર્ડ અથવા ડ્રાઈવિંગ લાઈસન્સ જેવા ID માન્ય હોય છે. ચુકવણી ઓનલાઈન થાય છે અને કન્ફર્મેશન મેસેજ અથવા PDF ટિકિટ મળે છે.

ઘણા લોકો છેલ્લી ઘડીએ બુકિંગ કરવાનો પ્રયત્ન કરે છે અને પછી ફરિયાદ કરે છે કે ટિકિટ મળી નથી. ખાસ કરીને નવેમ્બરથી માર્ચ સુધીનો સમય પીક સીઝન હોય છે. શિયાળામાં હવામાન સારું હોય છે અને સિંહ દર્શનની શક્યતા પણ સારી રહે છે. એટલે ઓછામાં ઓછા 7 થી 10 દિવસ પહેલા બુકિંગ કરી દેવું સારું. 

હવે વાત કરીએ ટિકિટ ભાવ વિશે. ટિકિટ ના ભાવ સમય અને કેટેગરી પ્રમાણે બદલાતા રહે છે. ભારતીય પ્રવાસીઓ માટે અલગ દર હોય છે અને વિદેશી પ્રવાસીઓ માટે અલગ. જીપનો ચાર્જ ગણાય છે, અને તેમાં ડ્રાઈવર તથા ગાઈડનો ખર્ચ સામેલ હોય છે. કેટલાક સમયે કેમેરા માટે અલગ ફી લેવામાં આવે છે, ખાસ કરીને DSLR માટે. એટલે સફારી પર જતાં પહેલા સંપૂર્ણ ખર્ચનો અંદાજ રાખવો જરૂરી છે. સામાન્ય રીતે એક પરિવાર માટે એક સફારીનો કુલ ખર્ચ મધ્યમ વર્ગ માટે સહન કરી શકાય એવો હોય છે, જો યોગ્ય આયોજન કરવામાં આવે.

ગીર જંગલમાં દિવસ દરમિયાન સામાન્ય રીતે બે મુખ્ય સ્લોટ હોય છે સવાર અને બપોર/સાંજ. સવારનો સમય કારણ કે પ્રાણીઓ ઠંડકમાં વધુ જોવા મળતા હોય છે. સવારના પ્રકાશમાં જંગલનું સૌંદર્ય પણ અદ્ભુત લાગે છે. સાંજના સમયે સૂર્યાસ્તની સાથે સફારી કરવાનો અનુભવ પણ ખાસ હોય છે. દરેક સ્લોટનો સમય ઋતુ પ્રમાણે થોડો બદલાઈ શકે છે, તેથી બુકિંગ વખતે ચોક્કસ સમય ચેક કરવો જરૂરી છે.

સફારીના દિવસે શું ધ્યાન રાખવું? ઘણા લોકો ઉત્સાહમાં નાના નિયમો ભૂલી જાય છે. જંગલમાં શાંતિ ખૂબ જરૂરી છે. જીપમાંથી ઊતરવું કડક મનાઈ છે. ગાઈડ જે કહે તે જ કરવું. પ્રાણીઓને બોલાવવાનો અથવા ખોરાક આપવાનો પ્રયાસ કરવો ખોટો છે અને દંડ પણ થઈ શકે છે. કુદરતનો આનંદ માણવો હોય તો નિયમોનું પાલન કરવું જ પડે.

તૈયારી બાબતે પણ થોડું વિચારવું જરૂરી છે. ગીર જતાં પહેલા હલકા અને આરામદાયક કપડા પહેરવા. ખૂબ ચમકદાર રંગના કપડા ટાળવા. ટોપી અને સનસ્ક્રીન રાખવું, ખાસ કરીને ઉનાળામાં. પાણીની બોટલ જરૂર રાખવી. જો સવારની સફારી હોય તો હલકી જાકેટ રાખવી કારણ કે ઠંડક હોઈ શકે.

પરિવાર સાથે જતાં હોવ તો બાળકોને પહેલાથી જ સમજાવવું કે જંગલમાં શાંતિ રાખવી જરૂરી છે. 

અહીં એક મહત્વની વાત ગીર જંગલ માત્ર સિંહ માટે જ પ્રખ્યાત નથી. ઘણા પ્રવાસીઓ ફક્ત સિંહ જોવાની આશા રાખે છે અને જો ન દેખાય તો નિરાશ થાય છે. પરંતુ સાચો અનુભવ એ છે કે આખા જંગલને માણવો. હરણનો ઝુંડ, મોરનો નૃત્ય, વાંદરાઓની હરકત, અને શાંત જંગલનો માહોલ આ બધું મળીને ગીરને ખાસ બનાવે છે.

ગીર જવાનું આયોજન કરતી વખતે ટ્રાન્સપોર્ટ પણ વિચારવો પડે. રાજકોટ, જુનાગઢ અને વેરાવળ નજીકના મુખ્ય શહેરો છે. ત્યાંથી રોડ દ્વારા સાસણ ગીર સરળતાથી પહોંચી શકાય છે. જો તમે ગુજરાત બહારથી આવો છો તો પહેલા રાજકોટ અથવા દીવ એરપોર્ટ સુધી આવી શકો.

સાચી રીતે આયોજન કરશો તો ગીર સફારી જીવનભરની યાદ બની શકે છે. ઘણા લોકો કહે છે કે તેઓ ગીર એકવાર ગયા પછી ફરી જવાનું મન કરે છે. કારણ કે દરેક સફારી અલગ હોય છે. જંગલ ક્યારેય એકસરખું રહેતું નથી.


સિંહનું જીવન, જંગલ ની અમુક વાતો

સિંહને જંગલનો રાજા કહેવામાં આવે છે, પરંતુ તે એકલા જંગલ માં રહેતા નથી . તેની આસપાસનું સમગ્ર પર્યાવરણ તેને જીવંત રાખે છે. ગીરનો સિંહ અન્ય દેશોના આફ્રિકન સિંહથી અલગ છે. તેનો કદ થોડો નાનો હોય છે, તેની કાંધની રચના અલગ હોય છે. પરંતુ તેની નજર અને ચાલમાં જે આત્મવિશ્વાસ હોય છે, તે અદભૂત હોય છે.

સિંહો સામાન્ય રીતે જૂથમાં રહે છે જેને પ્રાઇડ કહેવામાં આવે છે. એક પ્રાઇડમાં 4 થી 10 સુધી સિંહ હોઈ શકે. શિકાર માટે ઘણીવાર સિંહણ આગળ રહે છે અને જૂથ સાથે મળીને શિકાર કરે છે. ગીરના જંગલમાં તમે ઘણીવાર સિંહને આરામ કરતા જોશો. ઘણા પ્રવાસીઓ માને છે કે સિંહ હંમેશા દોડતો અથવા ગર્જતો હોય છે, પરંતુ હકીકતમાં સિંહ દિવસનો મોટો ભાગ આરામમાં પસાર કરે છે. તે ઊર્જા બચાવે છે અને જરૂર પડે ત્યારે જ સક્રિય બને છે.

ગીર જંગલમાં પાણીના સ્ત્રોત ખૂબ મહત્વના છે. ઉનાળામાં જ્યારે તાપમાન વધે છે, ત્યારે પ્રાણી પાણીની આસપાસ ભેગા થાય છે. આ સમય ઉત્તમ હોય છે. શિયાળામાં હવામાન ઠંડુ હોય છે અને સવારના સમયે પ્રાણીઓ વધુ હલનચલન કરે છે. એટલે દરેક સીઝનમાં ગીરનો અનુભવ અલગ રહે છે.

ઘણા લોકો સવાલ પૂછે છે શું ગીરમાં સિંહ ચોક્કસ જોવા મળે? સાચો જવાબ એ છે કે જંગલમાં કંઈપણ ખાતરીથી કહી શકાય નહીં. અહીં બધું કુદરત પર આધારિત છે. પરંતુ ગીરની ખાસિયત એ છે કે સિંહોની સંખ્યા સારી હોવાથી દર્શનની શક્યતા વધારે રહે છે. છતાં, જો સિંહ ન દેખાય તો પણ નિરાશ થવાની જરૂર નથી. ગીરનું સાચું સૌંદર્ય તેની શાંતિમાં છે. જ્યારે જીપ ધીમે ધીમે જંગલમાં આગળ વધે છે અને પક્ષીઓનો મધુર અવાજ સંભળાય છે, ત્યારે મનમાં એક અજાણી શાંતિ અનુભવાય છે.

ફોટોગ્રાફી પ્રેમીઓ માટે ગીર સ્વર્ગ સમાન છે. સવારના સુવર્ણ પ્રકાશમાં સિંહનો ફોટો કે મોરના પાંખનો રંગ આ ક્ષણો અમૂલ્ય હોય છે. પરંતુ ફોટોગ્રાફી કરતી વખતે કેટલીક બાબતો યાદ રાખવી જરૂરી છે. ગાઈડ જે કહે તે અનુસરવું. 

ગીરની આસપાસ ઘણા ગામો એવા છે કે તેવો જંગલની આસપાસ રહે છે. ઘણા માલધારી તો જંગલી આસપાસ ઘેટા બકરા, ગાય ભેસ ચરાવે છે. પરંતુ તેઓ સિંહને જોખમ નથી માનતા પણ તેઓ સિંહ ને માન આપે છે. આજ અસલી ગુજરાતીની પહેચાન છે. 

ગીર જંગલ સફારી આપણને એક મહત્વનો પાઠ શીખવે છે. કુદરતનો માન રાખવુ શહેરની ભાગદોડમાંથી દૂર આવીને અહીં જ્યારે તમે શાંત જંગલમાં થોડો સમય વિતાવો છો, ત્યારે સમજાય છે કે સાચી શાંતિ શું છે. ઘણા લોકો ગીર જઈને પાછા આવે પછી કહે છે કે તેમને મનની શાંતિ મળી.

સાસણ ગીર માત્ર એક દિવસનો પ્રવાસ નથી. તે અનુભવ છે, જે દરેક વખતે નવો લાગે છે. જંગલનો રસ્તો, ધૂળ ઉડતી જીપ, ગાઈડની ધીમે બોલાતી વાત અને અચાનક દેખાતો સિંહ આ બધું મળીને જીવનની એક ખાસ યાદ બનાવે છે.


સંપૂર્ણ પ્રવાસ આયોજન, ખર્ચ માર્ગદર્શન

હવે સુધી આપણે ગીરનો અનુભવ, બુકિંગ પ્રક્રિયા અને જંગલ જીવન વિશે જાણ્યું. હવે સૌથી મહત્વની વાત જો તમે સાસણ ગીર જવા માંગો છો તો સંપૂર્ણ 2 થી 3 દિવસનો પ્લાન કેવી રીતે બનાવવો? કારણ કે ઘણા લોકો એક દિવસમાં બધું સમાવી દેવાનો પ્રયાસ કરે છે અને પછી થાક અનુભવતા હોય છે. ગીરનો સાચો આનંદ લેવા માટે થોડું ધીમું ચાલવું પડે છે એટલે કે શાંતિ થી કામ લેવું પડે છે. 

જો તમે પરિવાર સાથે જાઓ છો તો પ્રથમ દિવસ બપોરે સાસણ ગીર પહોંચો. હોટેલ અથવા રિસોર્ટમાં ચેક-ઇન કરો. સાંજે આસપાસનો વિસ્તાર શાંતિથી ફરો. બીજા દિવસે સવારની સફારી બુક કરો. સફારી પછી આરામ કરો. બપોરે દેવળિયા ઇન્ટરપ્રિટેશન ઝોન જઈ શકો, ત્રીજા દિવસે નજીકના સોમનાથ મંદિર અથવા દીવ બીચનો સમાવેશ કરી શકો. આ રીતે પ્રવાસ ઉતાવળ વગર પૂર્ણ થાય છે.

હવે ખર્ચ વિશે વાત કરીએ. ઘણા લોકો માને છે કે ગીર સફારી બહુ મોંઘી છે, પરંતુ જો યોગ્ય આયોજન કરો તો મધ્યમ વર્ગ માટે સહન કરી શકાય એવો ખર્ચ છે. સફારી ટિકિટ, જીપ ચાર્જ, ગાઈડ ફી, હોટેલ, જમવાનું અને મુસાફરી આ બધું મળીને એક પરિવાર માટે યોગ્ય બજેટમાં આવી શકે છે. જો તમે સીઝન ન હોય ત્યારે જાવ છો તો હોટેલના દર થોડા ઓછા પણ મળે છે. હંમેશા ઓરિજિનલ અને સાચી વેબસાઈટ પરથી બુકિંગ કરવું જેથી છેતરપિંડીથી બચી શકો.

ગીર જવાનું આયોજન કરતા પહેલા એક માનસિક તૈયારી પણ જરૂરી છે. જંગલમાં 100% ખાતરીથી કંઈ મળતું નથી. સિંહ દેખાશે કે નહીં, તે કુદરત પર છે. પરંતુ જો તમે ફક્ત સિંહ જોવો છે એટલી અપેક્ષા રાખીને જશો તો કદાચ નિરાશ થશો. પરંતુ જો તમારે જંગલનો અનુભવ કરવો છે એ મનથી જશો તો દરેક ક્ષણ ખાસ લાગશે.

અહીં સરકાર અને સ્થાનિક લોકો મળીને પ્રકૃતિનું રક્ષણ કરે છે. જ્યારે તમે ગીર જાઓ છો, ત્યારે તમે માત્ર પ્રવાસી નથી, પણ આ પરિસ્થિતિ નો એક ભાગ બની જાઓ છો. નિયમોનું પાલન કરીને અને કુદરતનો માન રાખીને તમે પણ આ સંરક્ષણમાં યોગદાન આપી શકો છો. અને ખાસ વાત ત્યાં ગંદકી અથવા કચરો ન ફેકો.

દરેક માણસને ઓછામાં ઓછું એકવાર સાસણ ગીર જવું જોઈએ. શહેરની ભાગદોડ, મોબાઈલ અને સ્ક્રીનથી દૂર આવીને જ્યારે તમે જંગલની વચ્ચે ઊભા રહો છો, ત્યારે સમજાય છે કે પ્રકૃતિ કેટલી શાંતિ છે. 

CTA – હવે તમારી ગીર સફારી ક્યારે? 

જો તમે આટલું બધું વાંચ્યું છે, તો સ્પષ્ટ છે કે તમારું મન પણ હવે સાસણ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન તરફ ખેંચાઈ રહ્યું છે. જીવનમાં એક વખત તો ગીર જવું જ જોઈએ.માત્ર સિંહ જોવા માટે નહીં, પણ કુદરતને નજીકથી અનુભવવા માટે. આજે જ પરિવાર સાથે તારીખ નક્કી કરો, સીઝન પહેલા બુકિંગ ચેક કરો, અને 2–3 દિવસનો શાંતિભર્યો પ્લાન બનાવો. યાદ રાખો ગીર માત્ર પ્રવાસ નથી એ જીવનભરની યાદ છે. જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂર શેર કરો. કદાચ તેમનું પણ ગીર જવાનું સપનું સાકાર થઈ જાય.

FAQ – સાસણ ગીર વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

ગીરમાં સિંહ ચોક્કસ જોવા મળે છે?

જંગલમાં 100% ખાતરી કોઈ આપતું નથી. પરંતુ ગીર ખાતે સિંહોની સંખ્યા સારી હોવાથી દર્શનની શક્યતા વધારે રહે છે. ખાસ કરીને સવારના સ્લોટમાં.

ગીર સફારી માટે ક્યારે જવું સૌથી સારું?

નવેમ્બરથી માર્ચ શ્રેષ્ઠ સમય ગણાય છે. શિયાળામાં હવામાન થોડું ઠંડુ રહે છે. ઉનાળામાં ગરમી વધારે હોય છે, પણ પાણીના સ્ત્રોત પાસે પ્રાણીઓ જોવા મળવાની શક્યતા વધારે હોય છે.

બુકિંગ કેટલા દિવસ પહેલા કરવું?

પીક સીઝનમાં ઓછામાં ઓછા 7 થી 10 દિવસ પહેલા ઓનલાઈન બુકિંગ કરવું સારું. 

સફારીનો અંદાજિત ખર્ચ કેટલો આવે?

ખર્ચ સ્લોટ, કેટેગરી અને સીઝન મુજબ બદલાય છે. સામાન્ય રીતે એક પરિવાર માટે મધ્યમ બજેટમાં સફારી શક્ય છે, જો યોગ્ય આયોજન કરવામાં આવે. આશરે 5000 ની અંદર

ગીર જતાં શું ધ્યાન રાખવું?

જંગલમાં શાંતિ રાખવી, જીપમાંથી ન ઉતરવું, પ્રાણીઓને તકલીફ ન પહોંચાડવી અને ગાઈડના નિયમોનું પાલન કરવું ફરજિયાત છે.

ગીર આસપાસ કયા સ્થળો ફરવા જઈ શકાય?

ગીર નજીક સોમનાથ મંદિર અને દીવ બીચ જેવા સ્થળો છે, જેથી સંપૂર્ણ પ્રવાસ પ્લાન બનાવી શકાય. અને જો તમારે ગિરનાર ની પણ સંપૂર્ણ માર્ગદર્શિકા જોઈતી હોય તો અહીં ક્લિક કરી ને વાંચી શકો છો . 

તો ક્યારે જાઓ છો ગીર ? ગીર તમને બોલાવી રહ્યું છે



1 ટિપ્પણીઓ