જૂનાગઢ ગિરનાર પ્રવાસ માર્ગદર્શિકા – ઇતિહાસ, મહત્ત્વ અને સંપૂર્ણ ઓળખ 🏔️(PART 1)
ગિરનાર પર્વત શું છે? કેમ કરોડો લોકો દર વર્ષે અહીં યાત્રા કરવા આવે છે? ગિરનાર માત્ર પર્વત નહીં, એક જીવન નો અનુભવ છે. ગુજરાતમાં ઘણા પ્રવાસ સ્થળો છે. પણ ગિરનાર પર્વત નું નામ આવે એટલે દિલમાં અલગ જ લાગણી થાય. ગિરનાર એ માત્ર ચઢાણ નથી, એ શ્રદ્ધા, સંયમ, થાક અને શાંતિ બધું એકસાથે અનુભવાતો પ્રવાસ છે. જૂનાગઢ શહેરની બાજુમાં ઊભેલો આ પર્વત હજારો વર્ષોથી સાધુઓનું તપસ્થાન, ભક્તોનું શ્રદ્ધા નું કેન્દ્ર, પ્રવાસીઓ માટે કુદરતી આકર્ષણ રહ્યો છે.
ગિરનાર પર્વત ક્યાં આવેલો છે?
ગિરનારનું ધાર્મિક મહત્ત્વ
ગિરનાર એ ભારતના એવા સ્થળોમાંથી એક છે જ્યાં ત્રણ ધર્મોની આસ્થા એકસાથે જોવા મળે છે.
હિંદુ ધર્મ માટે ગિરનાર
હિંદુ માન્યતા મુજબ દત્તાત્રેય ભગવાન અહીં તપ કરે છે ગિરનાર એ નવ નાથોનું સ્થાન છે
મુખ્ય સ્થળો:
ભવનાથ મહાદેવ, દત્તાત્રેય મંદિર, ગોરખનાથ ટોચ, અંબાજી મંદિર, ખાસ કરીને મહાશિવરાત્રિ પર લાખો ભક્તો આવે છે.
જૈન ધર્મ માટે ગિરનાર
જૈન ધર્મ માટે ગિરનારનું મહત્ત્વ બહુ મોટું છે. 22મા તીર્થંકર ભગવાન નેમિનાથ અહીં મોક્ષ પામ્યા આ સ્થળને ગિરનારજી તીર્થ કહેવામાં આવે છે દર વર્ષે કાર્તિક પૂર્ણિમા અને ફાગણ સુદ પર હજારો જૈન યાત્રાળુઓ અહીં આવે છે.
ગિરનારનો પ્રાચીન ઇતિહાસ
ઇતિહાસ મુજબ મૌર્ય યુગમાં પણ ગિરનાર મહત્વનું સ્થાન હતું, અશોકના શિલાલેખ ગિરનાર પાસે મળ્યા છે. અનેક રાજાઓ અને સાધુઓ અહીં આવ્યા છે. એટલે ગિરનાર માત્ર ધાર્મિક નહીં, પરંતુ ઇતિહાસિક ધરોવર પણ છે.
ગિરનાર યાત્રા માર્ગદર્શિકા, પગપાળા યાત્રા, 10,000 પગથિયા અને સંપૂર્ણ અનુભવ 📜 (PART 2)
પ્રથમ વખત ગિરનાર ચઢી રહ્યા છો? તો આ ભાગ જરૂર વાંચજો
ગિરનાર યાત્રાની શરૂઆત ક્યાંથી થાય છે?
ગિરનાર યાત્રા ભવનાથ તળાવ પાસેથી શરૂ થાય છે. આ જગ્યા ગિરનારની પાયાની જગ્યા છે તેમ કહીએ તો પણ ચાલે અહીં તમને મળશે ભવનાથ મહાદેવ મંદિર, યાત્રાળુઓની ભીડ, દુકાનો, પાણી, નાસ્તા, યાત્રા માટેનું મુખ્ય પ્રવેશ દ્વાર મોટા ભાગના લોકો સવારે 3 થી 5 વાગ્યા વચ્ચે યાત્રા શરૂ કરે છે.
ગિરનાર પગપાળા યાત્રા – એક સાચો પડકાર
ગિરનાર ચઢાણ સહેલું નથી, પણ અશક્ય પણ નથી.
યાત્રાની મુખ્ય માહિતી:
કુલ પગથિયા: 10,000 જેટલા
ઉપર જવાનો સમય: 5 થી 7 કલાક
ઉતરવાનો સમય: 3 થી 4 કલાક
કુલ અંતર: આશરે 5 કિમી (ઉપર સુધી)
ધીરજ, શાંતિ અને મનોબળ રાખશો તો યાત્રા સરળ બને છે.
ગિરનાર યાત્રા દરમિયાન આવતા મુખ્ય પડાવ
હવે આપણે એક એક કરીને ઉપર ચઢીએ
1.ભવનાથ તળાવ થી પહેલો પડાવ
આ શરૂઆતનો ભાગ છે. પગથિયા થોડા સરળ, ભીડ વધુ, નવા યાત્રાળુઓ ઉત્સાહમાં. અહીં જ ઘણા લોકો થાકી જાય છે. પણ સાચી યાત્રા તો આગળ છે.
2. દત્તાત્રેય પગથિયા. સાચી કસોટી અહીંથી
આ ભાગથી પગથિયા ઊંચા થાય છે. ચઢાણ તીવ્ર બને છે, શ્વાસ ઝડપથી ચાલે છે. અહીં ઘણી જગ્યાએ પાણીની સુવિધા, બેસવાની જગ્યા, સાધુ સંતો મળે છે.
3. ગોરખનાથ ટોચ. ગિરનારની સૌથી ઊંચી જગ્યા
આ ગિરનારનું સૌથી ઊંચું શિખર છે.
અહીં પહોંચ્યા પછી આખું જૂનાગઢ શહેર દેખાય. થાક ભૂલી જવાય, મન એકદમ શાંત થઈ જાય. આ જગ્યા પર ગોરખનાથ મંદિર, પવન ખૂબ જોરથી ફૂંકાય
4. અંબાજી મંદિર, શક્તિ અને શ્રદ્ધાનો સંગમ
અંબાજી મંદિર હિંદુ ભક્તો માટે ખૂબ પવિત્ર અહીં ઘણા લોકો રોપવે દ્વારા પણ આવે છે અહીંથી ઉતરાણ થોડું સરળ લાગે છે. મનને શાંતિ મળે છે
5. નેમિનાથ દેરાસર જૈન યાત્રાળુઓનું મુખ્ય લક્ષ્ય
જૈન ધર્મ માટે આ સૌથી પવિત્ર સ્થાન છે. અહીં ખૂબ શાંતિ, નિયમ અને શિસ્ત, પવિત્ર વાતાવરણ ઘણા જૈન યાત્રાળુઓ પગપાળા, ઉપવાસ સાથે યાત્રા કરે છે.
ગિરનાર યાત્રા દરમિયાન આવતી મુશ્કેલીઓ
સાચી વાત કહીએ તો પગ દુખે, શ્વાસ ચડે, તરસ લાગે, થાક લાગે પણ દરેક પગથિયું તમને મજબૂત બનાવે છે.
ગિરનાર યાત્રા માટે માનસિક તૈયારી
ઉતાવળ ન કરવી, બીજા સાથે સ્પર્ધા ન કરવી, શરીર સાચવવુ, જરૂર પડે તો આરામ લેવો. યાદ રાખજો યાત્રા એ રેસ નથી, પણ ભગવાન ના દર્શન કરવાનો આપણા જીવનનો એક અનુભવ છે
ગિરનાર પગપાળા યાત્રા માટે જરૂરી વસ્તુઓ
આરામદાયક શૂઝ, પાણીની બોટલ, હળવો નાસ્તો, ટોપી (જો ઉનાળો હોય તો), લાકડી (ઉપર ટેકો લઈ ને જવા માટે)
ગિરનાર રોપવે, પરિવાર સાથે યાત્રા અને રહેવા–જમવાની સંપૂર્ણ માહિતી 🚡 (PART 3)
પગપાળા નથી જઈ શકતા? પરિવાર સાથે જવું છે? તો આ ભાગ ખાસ તમારા માટે
ગિરનાર રોપવે શું છે અને કોના માટે ઉપયોગી છે?
ગિરનાર રોપવે એ એવા લોકો માટે આશીર્વાદ સમાન છે જે વૃદ્ધ છે, ઘૂંટણ કે પગમાં તકલીફ છે, નાના બાળકો સાથે લઈને આવ્યા છે, સમય ઓછો છે રોપવે દ્વારા અંબાજી મંદિર સુધી પહોંચી શકાય છે.
ગિરનાર રોપવેની સંપૂર્ણ માહિતી
મુખ્ય વિગતો:
શરૂઆત સ્થળ: ભવનાથ તળાવ પાસે
અંતિમ સ્થળ: અંબાજી મંદિર
કુલ સમય: આશરે 7 થી 8 મિનિટ
કેબિન ક્ષમતા: 6 લોકો
કુલ ઊંચાઈ: લગભગ 1800 મીટર
ભારતનો સૌથી લાંબો રોપવે માની શકો
ગિરનાર રોપવે ટિકિટ ભાવ (અંદાજે)
આવા જવાની ટિકિટ: ₹700 – ₹900
એક તરફની ટિકિટ: ₹350 – ₹450
બાળકો માટે: થોડી ઓછી હોઈ શકે
તહેવાર અને રવિવારે ભાવમાં ફેરફાર થઈ શકે.
પરિવાર સાથે જવાનો સાચો પ્લાન
પરિવાર સાથે જતાં સમયે ધ્યાનમાં રાખવું વહેલી સવારે પહોંચવું, રોપવે ટિકિટ પહેલા લે લેવી, બાળકો માટે પાણી અને નાસ્તો રાખવો, મોબાઇલ અને પર્સ સુરક્ષિત રાખવું રોપવે + મંદિર દર્શન = પરિવાર માટે શ્રેષ્ઠ વિકલ્પ
વૃદ્ધ લોકો માટે ખાસ માર્ગદર્શન
વૃદ્ધો માટે સૂચન: રોપવે પસંદ કરો, ભીડ ઓછી હોય તેવો સમય પસંદ કરો, હળવું ખાવું, આરામ માટે સમય લો. મારા વિસ્તાર ના ગણા વૃદ્ધો ગયા છે. એમાં મારા દાદા પણ આવી ગયા રોપવેના કારણે અમને પણ ગિરનાર દર્શન શક્ય બન્યા.
ગિરનાર નજીક રહેવાની વ્યવસ્થા
ગિરનાર આસપાસ દરેક બજેટ માટે રહેવાની વ્યવસ્થા છે.
ધર્મશાળા
ખર્ચ અંદાજે: ₹200 – ₹500 (એક દિવસ)
હોટેલ
ખર્ચ અંદાજે: ₹800 – ₹3000 ( એક દિવસ)
ગિરનાર અને જૂનાગઢમાં ભોજન વ્યવસ્થા
ખાવા માટે વિકલ્પ: ગુજરાતી થાળી, કાઠીયાવાડી ભોજન, જૈન ભોજન, સાદું જમવાનું, નાસ્તો, ચા, ગિરનાર પર વધારે મસાલેદાર ખોરાક ટાળો.
ગિરનાર યાત્રા માટે અંદાજિત બજેટ
એક વ્યક્તિ માટે (1 દિવસ)
ટ્રાવેલ: ₹300 – ₹600
રોપવે (જો લો): ₹800
ભોજન: ₹200
રહેવું: ₹500
કુલ: ₹1500 – ₹2200 (અંદાજિત)
એક દિવસ અથવા બે દિવસનો પ્લાન
એક દિવસ: વહેલી સવારે યાત્રા, મંદિર દર્શન, સાંજે પરત
બે દિવસ: પહેલો દિવસ દર્શન + આરામ બીજો દિવસ જૂનાગઢ ફરવું, રાત્રે પરત પાછા. પરિવાર માટે બે દિવસ શ્રેષ્ઠ.
ગિરનાર જવાનો શ્રેષ્ઠ સમય, સેફ્ટી ટીપ્સ, ભૂલો, ચેકલિસ્ટ બધુજ 🚫 (PART 4)
પ્રથમ વખત ગિરનાર જઈ રહ્યા છો? તો આ ભાગ વાંચ્યા વગર પ્લાન ન બનાવતા
ગિરનાર જવાનો શ્રેષ્ઠ સમય કયો?
ગિરનાર આખું વર્ષ ખુલ્લું રહે છે, પણ દરેક સમય યોગ્ય નથી.
શ્રેષ્ઠ મહિના:
ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી આ સમયમાં હવામાન ઠંડુ, થાક ઓછો, ચઢાણ સરળ
કયા સમયમાં ટાળવું?
ઉનાળો (એપ્રિલ – જૂન) ખૂબ ગરમી, પાણી ઝડપથી ખૂટી જાય, ચક્કર આવવાની શક્યતા
વરસાદ (જુલાઈ – સપ્ટેમ્બર): પગથિયા ભીના, અકસ્માતનો ખતરો, ક્યારેક યાત્રા બંધ. શક્ય હોય તો આ સમયમાં ન જાવ.
ગિરનાર યાત્રા શરૂ કરવાનો યોગ્ય સમય
સાચો સમય પસંદ કરો તો અડધી મુશ્કેલી ત્યાં જ ખતમ.
સવારે 3:30 થી 5:30, સૂર્ય ઊગે એ પહેલા, ભીડ ઓછી, હવામાન ઠંડુ. યાદ રાખજો જેટલા મોડા નીકળશો એટલાજ મોડા પાછા આવશો. એટલા માટે જેટલા વહેલા નીકળો એટલા વહેલા પાછા આવશો.
ગિરનાર યાત્રા દરમિયાન જરૂરી સેફ્ટી ટીપ્સ
આ ભાગ બહુ મહત્વનો છે, ધ્યાનથી વાંચજો
પગમાટે
સારા અને સદા બુટ પહેરો, વધારે ભારે બુટ ન પહેરવા, પગથિયા પર દોડ ન કરો
પાણી અને ખોરાક
થોડા થોડા ટાઈમ પર પાણી પીવો, ખૂબ મીઠું કે મસાલેદાર ન ખાવું, ભૂખ લાગે ત્યારે જ ખાવું
માનસિક સેફ્ટી
હું નહીં કરી શકું એવો વિચાર ન લાવો, વચ્ચે આરામ લો, બીજાની ઝડપ જોઈને ઉતાવળ ન કરો
જંગલી પ્રાણીઓથી સાવચેત
ગિરનાર જંગલ વિસ્તાર છે. વાંદરા ખોરાક લઈ જાય, પ્લાસ્ટિક થેલી ન લાવો, મોબાઇલ હાથમાં ઢીલો ન રાખો શાંતિ રાખશો તો કોઈ તકલીફ નહીં આવે.
ગિરનાર યાત્રા દરમિયાન લોકો ની સામાન્ય ભૂલો
આ ભૂલો ટાળશો તો યાત્રા સરળ બની જશે. લેટ યાત્રા શરૂ કરવી, વધારે ઉતાવળ કરવી, પાણી ઓછું લાવવું, શરીર પર ધ્યાન ન આપવું. યાદ રાખો યાત્રા અનુભવ માટે છે, દેખાડા માટે નહીં.
ગિરનાર યાત્રા – સંપૂર્ણ ચેકલિસ્ટ
જતાં પહેલા: ઓળખપત્ર, થોડી રોકડ, મોબાઇલ ચાર્જ
યાત્રા દરમિયાન: પાણીની બોટલ, હળવો નાસ્તો,
ન લાવવું: ભારે બેગ, મોંઘી વસ્તુ, બિનજરૂરી સામાન
પ્રથમ વખત જતા લોકો માટે ખાસ માર્ગદર્શન
જો તમે પહેલી વાર ગિરનાર જઈ રહ્યા હોય તો અનુભવવાળા વ્યક્તિ સાથે જાવ, આખો દિવસ શું કરવું તે પ્લાન બનાવી ને જાવ, એક જ દિવસે બધું કરવા ન દોડો, પોતાને સમય આપો. ગિરનાર આપણને ધીરજ શીખવે છે.
ગિરનાર યાત્રા પછી શું અનુભવ થાય?
શરીર અને પગ થોડા થાકેલા લાગે પણ, મન શાંત થાય, વિચાર સ્પષ્ટ થાય, આત્મવિશ્વાસ વધે, ઘણા લોકો થી મેં સાંભળ્યું છે. કે ગિરનાર ગયા પછી જીવનમાં કંઈક બદલાઈ જાય છે.
જો તમે આ બધું ફોલો કરો તો તમારી ગિરનાર યાત્રા યાદગાર બનશે.
જ્યારે અમે લોકો ગિરનાર ગયા હતા લોકડાઉન પહેલા ચોમાસામાં ત્યારે મારી સાથે કિસ્સો એવો બન્યો હતો થોડો થોડો વરસાદ ચાલુ હશે અમે ચાર ભાઈબંધો ઉતરતા હતા તો હું થોડો ઝડપથી ઉતારવા ગયો. પગથિયા ભીના હતા. અને કંટ્રોલ જતું રહ્યું ત્યારે સારું હતું. બંને બાજુ ડિવાઈડર હતી ભગવાનની કૃપાથી તો મને કંઈ ન થયું એટલા માટે તમે ગિરનાર પ્રવાસ કરો તો સાવચેતી રાખીને કરજો ધન્યવાદ.
જો આ ગિરનાર સિરીઝ તમને સાચે ઉપયોગી લાગી હોય તો આ પોસ્ટ સેવ કરો, મિત્રો સાથે શેર કરો, કોમેન્ટમાં લખો હું ગિરનાર જઈશ

0 ટિપ્પણીઓ