સંપૂર્ણ પ્લાનિંગ ગાઈડ (શરૂઆત કરતા પહેલા શું જાણવું જરૂરી છે?)🏍️ (PART 1)
પહેલી વાર બાઈક પર ગુજરાત ફરવાનો પ્લાન કરો છો? તો આ ભાગ તમને શરૂઆતથી અંત સુધી સાચી દિશા બતાવશે.
આ પોસ્ટમાં તમે શીખશો કે બાઈક ગુજરાત રોડ ટ્રિપ શરૂ કરતા પહેલા શું તૈયારી કરવી, કોણ જઈ શકે, કેટલા દિવસ જોઈએ, ક્યારે જવું યોગ્ય છે, કઈ ભૂલો ટાળવી અને કેવી રીતે માનસિક રીતે તૈયાર થવું. આ લેખ સરળ ગુજરાતી ભાષામાં લખેલ છે.
બાઈક ગુજરાત રોડ ટ્રિપ એટલે શું?
બાઈક ગુજરાત રોડ ટ્રિપ એટલે માત્ર એક જગ્યાથી બીજી જગ્યાએ જવું નથી. એ એક એવો અનુભવ છે જેમાં તમે તમારા સમયના માલિક બનો છો, નવા રસ્તાઓ તમે જોવો છે. તમે પોતાને વધુ સારી રીતે ઓળખો છો. ગુજરાત રાજ્ય એવું છે જ્યાં એક બાજુ રણ છે, એક બાજુ દરિયો છે, એક બાજુ પહાડ છે, એક બાજુ હરિયાળા ગામડા છે. આ બધું બાઈક પર જોવાની મજા જ અલગ છે.
ગુજરાત રોડ ટ્રિપ શા માટે કરવી જોઈએ?
ઘણા લોકો પૂછે છે. ટ્રેન કે બસમાં કેમ ન જવું?
જવાબ સરળ છે બાઈક ટ્રિપના ફાયદા જ્યાં મન થાય ત્યાં રોકાય શકાય, જ્યાં ફોટા લેવા હોય ત્યાં લય શકો, ઓછા ખર્ચે મોટો અનુભવ, કોઈ સમય ની ચિંતા નહીં, એકલા પણ અને મિત્રો સાથે પણ કરી શકાય. ખાસ કરીને યુવાનો માટે આ ટ્રિપ આત્મવિશ્વાસ વધારતી હોય છે.
કોણ કરી શકે છે બાઈક ગુજરાત રોડ ટ્રિપ?
સાચું કહીએ તો કોઈ પણ કરી શકે છે. તમે કરી શકો છો જો તમારી ઉંમર 18 વર્ષથી વધુ છે, તમારી પાસે માન્ય ડ્રાઈવિંગ લાઈસન્સ છે, તમને બાઈક ચલાવતા આવડે છે.
ખાસ કરીને આ લોકો માટે યોગ્ય:
કોલેજ વિદ્યાર્થી, નોકરી કરતા યુવાન, સોલો ટ્રાવેલર, મિત્રો સાથે ફરનાર
બહુ મોટી બાઈક હોવી જરૂરી નથી. 100સીસી–125સીસી પણ ચાલે.
માનસિક તૈયારી સૌથી મહત્વની વાત
બાઈક ટ્રિપ પહેલા બાઈક નહીં, મગજ તૈયાર હોવું જોઈએ
શું સમજવું જરૂરી છે? બધા દિવસ એકસરખા નહીં હોય થાક આવશે, રસ્તા ખરાબ પણ મળશે, જો તમે કદાચ એકલા હોઈ ત્યારે ડર પણ લાગશે પણ યાદ રાખજો મજા ત્યારે આવે છે જ્યારે બધું પરફેક્ટ ના હોય.
કેટલા દિવસ જોઈએ?
ઘણા લોકો પૂછે છે –3 દિવસમાં ગુજરાત ફરાઈ જાય? સાચો જવાબ ના
સરેરાશ સમય:
5–7 દિવસ: એક વિસ્તાર, 10 દિવસ: 2 વિસ્તાર, 15–20 દિવસ: લગભગ આખું ગુજરાત
આગળ આપણે રૂટ પ્રમાણે દિવસોની પૂરી વિગત જોઈશું.
ક્યારે જવું સારું?
સૌથી સારો સમય ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરીઆ સમયમાં હવામાન ઠંડુ, રસ્તા સારા રાઈડ આરામદાયક
ક્યારે નહીં જવું ?
એપ્રિલ – મે (ભારે ગરમી)
જુલાઈ – ઑગસ્ટ (વરસાદ માં જોખમ)
નવા રાઈડર માટે શિયાળો બેસ્ટ છે.
શરૂઆત કરનારની સામાન્ય ભૂલો
નવા બાઈક ટ્રાવેલર ઘણી વખત આ ભૂલો કરે છે એક દિવસમાં બહુ દૂર જવાનો પ્લાન, હેલ્મેટ ના પહેરે, બાઈક સર્વિસ કર્યા વગર નીકળી જાય આ ભૂલો ટ્રિપ બગાડી શકે છે.
સંપૂર્ણ રૂટ, પ્લાન, ગાઈડ (7, 10 અને 15 દિવસ માટે)⛺ (PART 2)
ગુજરાતમાં બાઈક રોડ ટ્રિપ ક્યાંથી શરૂ કરવી, કયા રૂટ પર જવું અને કેટલા દિવસમાં શું ફરી શકીએ. તેની સંપૂર્ણ માહિતી આ ભાગ માં મળશે.
બાઈક ગુજરાત રોડ ટ્રિપ રૂટ પ્લાન કેવી રીતે કરવો. કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત માટે અલગ અલગ રૂટ, કેટલા દિવસ જોઈએ, કેટલા કિલોમીટર છે અને કયો રૂટ કોને યોગ્ય છે. બધું સરળ ગુજરાતી ભાષામાં સમજાવેલ છે.
બાઈક ટ્રિપ માટે રૂટ પ્લાન શા માટે જરૂરી છે?
ઘણા લોકો સીધા નીકળી પડે છે. પરિણામ શું આવે છે?સમય બગડે, પૈસા વધારે ખર્ચાય, થાક વધે.
સારો રૂટ પ્લાન તમને આપે છે. યોગ્ય અંતર, આરામદાયક રાઈડ, વધુ સ્થળો જોવા નો સમય
ગુજરાતને કેટલા ભાગમાં વહેંચી શકાય?
ટ્રિપ માટે ગુજરાતને મુખ્ય 4 ભાગમાં વહેંચી શકાય:
ઉત્તર ગુજરાત, કચ્છ વિસ્તાર, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત હવે દરેક વિસ્તારને અલગ રીતે સમજીએ.
રૂટ 1. કચ્છ
મુખ્ય સ્થળો:
ભુજ, રણ ઓફ કચ્છ, ધોળાવીરા, માંડવી બીચ
આ રૂટ કોના માટે યોગ્ય?
સોલો ટ્રાવેલર, શાંત વાતાવરણ ગમતું હોય, ફોટોગ્રાફી ના શોખીન હોય
સફેદ રણ, ખુલ્લા સીધા રોડ ઓછી ટ્રાફિક
રૂટ 2. સૌરાષ્ટ્ર
મુખ્ય સ્થળો:
રાજકોટ, પોરબંદર, દ્વારકા, સોમનાથ
આ રૂટ કોના માટે યોગ્ય?
પહેલી વાર બાઈક ટ્રિપ કરનાર, મિત્રો સાથે ફરનાર, ધાર્મિક + મજા બંને ની ઈચ્છા હોય એવા
દરિયા કિનારો, સૂર્યાસ્ત, સમુદ્રી હવા
રૂટ 3. ઉત્તર ગુજરાત
મુખ્ય સ્થળો:
અમદાવાદ, પાટણ (રાણી કી વાવ) મોઢેરા, અંબાજી
આ રૂટ કોના માટે યોગ્ય?
ઓછા દિવસની રજા, પરિવાર સાથે મજા, ઇતિહાસ પ્રેમી
ઐતિહાસિક સ્થળો અને પહાડી રસ્તા. ઘરે આવાનું મન જ ના થાય
રૂટ 4. દક્ષિણ ગુજરાત
મુખ્ય સ્થળો:
વડોદરા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાપુતારા
આ રૂટ કોના માટે યોગ્ય?
કુદરત પ્રેમી, લીલા છમ પહાડ
7 દિવસનો સેમ્પલ રૂટ પ્લાન
દિવસ 1: અમદાવાદ → રાજકોટ
દિવસ 2: રાજકોટ → દ્વારકા
દિવસ 3: દ્વારકા → સોમનાથ
દિવસ 4: સોમનાથ →રાજકોટ
દિવસ 5: રાજકોટ → અમદાવાદ
નવા લોકો માટે પરફેક્ટ
10 દિવસનો સેમ્પલ રૂટ પ્લાન
સૌરાષ્ટ્ર + કચ્છ વધુ આરામ, ઓછો થાક
H4. 15 દિવસનો સંપૂર્ણ ગુજરાત રૂટ
ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત
આ રૂટ જીવનમાં એક વાર તો કરવો જ જોઈએ.
રૂટ પ્લાન કરતી વખતે ભૂલો
એક દિવસમાંવધારે કિલોમીટર ચલાવવું, નાઇટ મા રાઈડ કરવી, વધારે સ્પીડ મા ચલાવવું
બજેટ, રહેવું, ખાવાનું અને સાચી ખર્ચ ગણતરી 💰 (PART 3)
ટ્રિપ કરવામાં ખરેખર કેટલા પૈસા લાગે છે? ક્યાં રહેવું સસ્તું પડે? શું ખાવું અને ખર્ચ કંટ્રોલ કેવી રીતે કરવો આ ભાગ માં બધું ખુલ્લેઆમ સમજાવ્યું છે.
આ પોસ્ટમાં તમે શીખશો કે બાઈક ગુજરાત રોડ ટ્રિપ બજેટ કેવી રીતે બનાવવું. 1 દિવસ નો ખર્ચ, પેટ્રોલ, રહેવાનું, ખાવાનું, સોલો અને મિત્રો સાથે ફરવાનો ફરક બધું સાચું અને સરળ ગુજરાતી ભાષામાં લખેલું છે. કોઈ ખોટી કે બનાવટી વાતો નથી.
બજેટ શા માટે સૌથી મહત્વનું છે?
ઘણા લોકો ટ્રિપ શરૂ કરે છે ઉત્સાહમાં.પણ 2-3દિવસ પછી સમસ્યા આવે છે:
પૈસા ખૂટી જાય, મન બગડે, ટ્રિપ અધૂરી રહી જાય. એટલે બજેટ પ્લાન વગર બાઈક ટ્રિપ કરવી નહીં.
સારો બજેટ પ્લાન તમને આપે છે:
માનસિક રીતે શાંતિ, ટ્રિપ દરમિયાન પોતાની ઉપર વિશ્વાસ, અચાનક ખર્ચ માટે તૈયારી
દૈનિક સાચો ખર્ચ
આ નીચે આપેલો ખર્ચ સરેરાશ છે. શહેર અને સમય પ્રમાણે થોડો ફેર પડી શકે છે.
દૈનિક ખર્ચ વિગત:
પેટ્રોલ: ₹300 – ₹500
ખાવાનું: ₹200 – ₹300
રહેવું: ₹300 – ₹700
ચા, પાણી, નાના ખર્ચ: ₹100
કુલ દૈનિક ખર્ચ: ₹1000 – ₹1500**
આ બજેટમાં તમે આરામથી ગુજરાત ફરી શકો છો. પણ યાદ રાખજો આ બજેટ 1 દિવસ પૂરતું છે.
પેટ્રોલ ખર્ચ કેવી રીતે ઓછો રાખવો?
બાઈક ટ્રિપમાં સૌથી મોટો ખર્ચ પેટ્રોલ છે. પેટ્રોલ બચાવવાની સાચી રીત: 60–70 ની સ્પીડ રાખો, અચાનક એક્સિલેટર ન આપો, બાઈક ઓવરલોડ ન કરો, સમયસર ગિયર બદલો, હવા ભરેલા ટાયર રાખો. આ નાની બાબતો 10–15% પેટ્રોલ બચાવે છે.
રહેવાનું ક્યાં અને કેવી રીતે?
ઘણા લોકોને લાગે છે કે હોટેલ બહુ મોંઘી પડે. પણ હકીકત થોડી અલગ છે.
સસ્તું અને સુરક્ષિત રહેવાના વિકલ્પ:
ધરમશાળા
200 – 400 મંદિર નજીક મળે. સુરક્ષિત
લોજ / બજેટ હોટેલ
400 – 700. શહેરમાં સરળતાથી મળે
ઓનલાઇન બુકિંગ કરતા સીધું જઈને ભાવ પૂછો તો સસ્તુ પડે છે.
ખાવાનું સસ્તું, સ્વચ્છ અને ભરપૂર
ખાવાનું પણ ખૂબ મહત્વનું છે. શું ખાવું સારું? ગુજરાતી થાળી, રોટલી–શાક, દાળ–ભાત
શું ટાળવું?
ખૂબ મસાલેદાર, રસ્તા પર લાંબા સમય થી ખુલ્લું અને ઠંડુ થઈ ગયેલું ખાવાનું. સાદું ખાવાનું - સારી રાઈડ.
સોલો ટ્રિપ અથવા મિત્રો સાથે ખર્ચનો ફરક
સોલો ટ્રિપ:
પેટ્રોલ પોતાનું, એકલા રહેવાનું, ખર્ચ થોડો વધારે
મિત્રો સાથે:
રૂમ શેર, ખાવામાં બચત, પેટ્રોલ અલગ અલગ ( જો તમને યોગ્ય લાગે તો એક બાઈક પર બે મિત્ર જઈ શકો છો)
મિત્રો સાથે ટ્રિપ થોડું સસ્તું પડે છે.
7, 10 અને 15 દિવસ માટે અંદાજિત કુલ બજેટ
7 દિવસ: 7000 – 10000
10 દિવસ: 10000 – 15000
15 દિવસ: 15000 – ₹22000
આમાં આખી ટ્રિપ આવી જાય
બજેટ બગાડતી સામાન્ય ભૂલો
મોંઘી હોટેલ લેવી, જરૂરત વગર અચાનક શોપિંગ કરવી, જરૂર વગર લક્ઝરી ખોરાક ખાવો, એક દિવસમાં બહુ દૂર જવું. ટ્રિપ સરળ રાખશો તો બજેટ કંટ્રોલમાં રહેશે.
સંપૂર્ણ ચેકલિસ્ટ, બાઈક સર્વિસ, સેફ્ટી ટીપ્સ, ભૂલો 📝 (PART 4)
આ છેલ્લા ભાગમા તમને બાઈક ગુજરાત રોડ ટ્રિપ માટે સંપૂર્ણ રીતે તૈયાર કરી દેશે. શું લઈ જવું, બાઈક કેવી રીતે તૈયાર કરવી, સેફ્ટી કેવી રીતે રાખવી, નવા લોકો કઈ ભૂલો કરે છે અને આ ટ્રિપ જીવનમાં શું બદલે છે. બધું જ અહીં મળશે.
અહીં તમને મળશે સંપૂર્ણ ટ્રાવેલ ચેકલિસ્ટ, બાઈક સર્વિસિંગ ગાઈડ, સુરક્ષા નિયમો, પોલીસ અને દસ્તાવેજ માહિતી, કોઈ બનાવટી વાત નહીં, બધું સાચું.
શું લઈ જવું?
ટ્રિપમાં ઓછું અને ઉપયોગી સામાન લઈ જવો સૌથી મોટી વાત છે.
જરૂરી દસ્તાવેજ
ડ્રાઈવિંગ લાઈસન્સ, બાઈક ની આર.સી.બુક, ઇન્શ્યોરન્સ પેપર, આધાર કાર્ડ. આ બધું કવર માં રાખો.
સેફ્ટી અને રાઈડિંગ સામાન
હેલ્મેટ ( બહુજ જરૂરી)
રેનકોટ ( જો વરસાદ ની સિઝન છે તો)
સનગ્લાસ ( જો તમને યોગ્ય લાગે તો )
હેલ્મેટ વગર ટ્રિપ અધૂરી અને જોખમી છે.
દૈનિક ઉપયોગની વસ્તુઓ
કપડા (ઓછા પણ સુકાઈ જાય એવા)
ટુવાલ, મોબાઈલ ચાર્જર, પાવર બેંક
આરોગ્ય અને દવાઓ
જરૂરી દવાઓ ની ટીકડીઓ, બૅન્ડેજ
ઈમરજન્સી કીટ નવા બાઇકમાં અવશ્ય હોય છે
બાઈક સર્વિસિંગ ટ્રિપ પહેલા શું કરાવવું?
ઘરે થી નીકળતા પહેલા બાઈક મજબૂત હોવી જોઈએ.
સર્વિસમાં ખાસ ધ્યાન આપો:
એન્જિન ઓઇલ બદલો, બ્રેક ચેક કરાવો, ટાયર મા હવા રાખો, ચેન ચક્કર જોઈ લો , લાઈટ, હોર્ન ચેક. સર્વિસ વગર નીકળવું એટલે મુશ્કેલી ને આમંત્રણ આપવું.
સેફ્ટી ટીપ્સ
રાઈડિંગ સેફ્ટી:
60–70 ની સ્પીડ થી ચલાવો, નાઇટ મા રાઇડ ના કરો, વરસાદમાં ધીમે ચલાવો, ઓવરટેકમાં ઉતાવળ નહીં
વ્યક્તિગત સેફ્ટી:
અજાણ્યા માણસ પર અંધ વિશ્વાસ નહીં, રાતે એકાંત જગ્યાએ રોકાવું નહીં, પરિવારને લોકેશન જણાવતા રહો
રાત્રે અજાણ્યા માણસ ને લિફ્ટ આપવી નહી.
પોલીસ અને દસ્તાવેજ બાબત.
ગુજરાતમાં પોલીસ ચેકિંગ સામાન્ય છે.
તૈયાર રહો:
હેલ્મેટ ફરજિયાત, દસ્તાવેજ જરૂરી, શાંતિથી વાત કરો
ડરવાની જરૂર નથી જો બધું સાચું છે.
નવા બાઈક ટ્રાવેલરની સૌથી મોટી ભૂલો
એક દિવસમાં ખૂબ લાંબી રાઈડ કરવી, બે ત્રણ બાઈક સાથે હોય તો રેસ લગાવવી, પોતાને હીરો સમજવો, શરીરની અવગણના કરવી, ઊંઘ ઓછું લેવી, યાદ રાખજો ટ્રિપ રેસ નથી.
બાઈક ટ્રિપ જીવનમાં શું બદલે છે?
આત્મવિશ્વાસ વધે, નિર્ણય લેવાની શક્તિ આવે, પોતાના થી મિત્રતા થાય, જીવન સરળ લાગે. આ કારણથી એકવાર જે ટ્રિપ કરે તેને બીજીવાર કરવાનું મન થાય
હવે તમે સંપૂર્ણ તૈયાર છો.
છેલ્લા શબ્દો
બાઈક ગુજરાત રોડ ટ્રિપ એટલે માત્ર પ્રવાસ નહીં એ જીવનનો પાઠ છે. જો મનમાં ડર છે તો યાદ રાખો શરૂઆત કર્યા વગર ક્યારેય અનુભવ નથી મળતો.
સાત દિવસની મહેનત લાગી છે આ પોસ્ટ બનાવવામાં સતત છેલ્લા અઠવાડિયા થી ઘણું ખરું રિસર્ચ કર્યું ઘણા ખરા લોકો પાસે અનુભવ લીધા પછી તમારા સામે પોસ્ટ આવી છે બધું રીયલ અને સાચી માહિતી સાથે
હવે તમારો વારો છે: ક્યારે જવાનું પ્લાન છે? એકલા કે ફ્રેન્ડ સાથે, કોમેન્ટમાં લખો, મિત્રો સાથે શેર કરો, અને અમારી સાથે જોડાયેલા રહો.



ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો