ગુજરાતમાં સોલો ટ્રાવેલ કેવી રીતે કરવું ?📍

સોલો ટ્રાવેલ શું છે? કેમ કરવું? અને કોના માટે યોગ્ય છે?🧳(PART 1)

એકલા પ્રવાસની શરૂઆત ગુજરાતથી કેમ કરવી? સોલો ટ્રાવેલ એટલે શું? શું એકલા ફરવું સુરક્ષિત છે? ગુજરાતમાં સોલો ટ્રાવેલ કેમ શ્રેષ્ઠ માનવામાં આવે છે?


આ ભાગમાં શીખીશું 

સોલો ટ્રાવેલનો સાચો અર્થ, ગુજરાતમાં એકલા ફરવાના ફાયદા, કોણ સોલો ટ્રાવેલ કરી શકે, મનમાંથી ડર કેવી રીતે દૂર કરવો આ ભાગ વાંચ્યા પછી તમારો સોલો ટ્રાવેલ વિશેનો ભય દૂર થશે.


સોલો ટ્રાવેલ એટલે શું? 

સોલો ટ્રાવેલ એટલે એકલા પ્રવાસ પર જવું. અહીં એકલા નો અર્થ એ નથી કે તમે દુઃખી છો પણ તેનો અર્થ છે  તમે તમારી મરજીથી મુસાફરી કરો. કોઈની રાહ જોવાની જરૂર નથી. સમય અને નિર્ણય તમારા હાથમાં હોય. સરળ ભાષામાં કહીએ તો સોલો ટ્રાવેલ એટલે પોતાની સાથે સમય પસાર કરવો

લોકો સોલો ટ્રાવેલથી ડરે કેમ છે?

ઘણા લોકો કહે છે એકલા જવું જોખમી છે કોઈ સાથે ના હોય તો મજા ન આવે મને રસ્તો ન સમજાય તો? આપણી સાથે કંઈક થાય તો ? પણ હકીકત શું છે? ડર અનુભવના અભાવે હોય છે, સોલો ટ્રાવેલ કરવું એ ખતરનાક નથી પરંતુ ખોટા વિચારો ના કારણે ડર લાગે છે . ઈન્ડિયામાં ગણા લોકો એવા એવા પણ છે જે સોલો ટ્રાવેલ કરે પણ છે અને એમની સાથે થતા અનુભવો ને વિડિઓ ના માધ્યમ થી સોશિયલ મીડિયા માં ઉપલોડ કરે છે. અને પૈસા પણ કમાય છે. ઘણા લોકો એતો ફુલ ટાઈમ સોલો ટ્રાવેલ કરે છે.



ગુજરાતમાં એકલા ફરવું કેમ શ્રેષ્ઠ છે?

ગુજરાત એ શરૂઆત માટે પરફેક્ટ રાજ્ય છે. ગુજરાત સોલો ટ્રાવેલ માટે કેમ યોગ્ય? લોકો મદદરૂપ બને, ધાર્મિક અને શાંત સ્થળો વધારે છે ટ્રાન્સપોર્ટ સરળ છે, ખર્ચ ઓછો પડે છે, સુરક્ષા સારી છે, અને આપણે ખુદ ગુજરાત ના છીએ એટલે જ ઘણા નવા સોલો ટ્રાવેલર્સ ગુજરાતથી શરૂઆત કરે છે.


ગુજરાતમાં શું શું જોવા મળે છે?

ગુજરાતમાં બધું જ છે:

મંદિર, દરિયો, રણ, પર્વત, શહેર, ઝરણાં એટલે એકલા ફરતાં ક્યારેય કંટાળો નથી લગતો. 


સોલો ટ્રાવેલ મનને શું આપે છે?

એકલા ફરવાથી:

આત્મવિશ્વાસ વધે, નિર્ણય લેવાની ક્ષમતા આવે, મન શાંત થાય, ડર દૂર થાય


સોલો ટ્રાવેલ વિશેની ખોટી માન્યતાઓ

એકલા ફરવું જોખમી છે, એકલા મજા નથી આવતી, આ બધું અમીર લોકો કરે છે. સાચું એ છે કે સોલો ટ્રાવેલ સમજદારીથી કરશો તો સૌથી સુરક્ષિત છે.


ગુજરાતમાં સોલો ટ્રાવેલ માટે સંપૂર્ણ પ્લાનિંગ📍(PART 2)

બજેટ, સમય, સ્થળ પસંદગી અને તૈયારીઓ એકલા પ્રવાસની સાચી શરૂઆત એકલા પ્રવાસ પર જવું છે, પણ ક્યાંથી શરૂઆત કરવી એ સમજાતું નથી બજેટ કેટલું રાખવું?, કયો સમય સારો?, કયું સ્થળ સોલો ટ્રાવેલ માટે યોગ્ય? આ Part માં શીખીશું. સોલો ટ્રાવેલ માટે સાચું પ્લાનિંગ ઓછા પૈસામાં ગુજરાત ફરવાની રીત સમય અને સીઝન કેવી રીતે પસંદ કરવી નવા લોકો માટે શ્રેષ્ઠ સ્થળો આ લેખ પછી તમે સોલો ટ્રાવેલ માટે પૂરેપૂરા તૈયાર થઈ જશો.


સોલો ટ્રાવેલમાં પ્લાનિંગ કેમ ખૂબ જરૂરી છે?

એકલા પ્રવાસમાં નિર્ણય તમારે જ લેવા પડે ભૂલ થાય તો સુધારનાર તમે જ એટલે સોલો ટ્રાવેલમાં પ્લાનિંગ + સુરક્ષા + મજા + બચત આ બધું તમારે પોતેજ ધ્યાન રાખવું પડશે.


સોલો ટ્રાવેલ માટે યોગ્ય સ્થળ કેવી રીતે પસંદ કરવું?

દરેક સ્થળ એકલા ફરવા માટે યોગ્ય નથી. સ્થળ પસંદ કરતી વખતે ધ્યાનમાં રાખો ટ્રાન્સપોર્ટ સરળ હોય, રહેવાની સુવિધા હોય, સુરક્ષિત વિસ્તાર હોય


સોલો ટ્રાવેલ માટે બજેટ કેવી રીતે બનાવવું?

સોલો ટ્રાવેલમાં સૌથી સારો ફાયદો ખર્ચ તમારા કંટ્રોલમાં 

        

બજેટ બનાવતી વખતે આ 4 વસ્તુ ધ્યાનમાં લો

1. મુસાફરી 2. રહેવું 3. ખાવું 4. નાના ખર્ચ

H4. અંદાજિત બજેટ (પ્રતિ દિવસ)

મુસાફરી: ₹200 – ₹400

 રહેવું: ₹300 – ₹600

 ખાવું: ₹200 – ₹300

 અન્ય: ₹100

કુલ: ₹1000 – ₹1500 પ્રતિ દિવસ

ઓછા બજેટમાં ફરવાના સ્માર્ટ ટીપ્સ

બસ અને ટ્રેન પસંદ કરો, ધર્મશાળા અથવા બજેટ હોટલ લો, લોકલ ખોરાક ખાઓ, ફાલતુ શોપિંગ ના કરશો સમજદારીથી ફરશો તો ઓછા પૈસામાં પણ મજા આવશે.


સોલો ટ્રાવેલ માટે કયો સમય શ્રેષ્ઠ?

સમય ખૂબ મહત્વનો છે.

ગુજરાતમાં ફરવાનો સારો સમય: તહેવાર અને વેકેશન ન હોય ત્યારે જેમ કે ઓફ સીઝન મા 

 ઓફ-સીઝનમાં ફરવાના ફાયદા

ખર્ચ ઓછો, ભીડ ઓછી, શાંતિ વધારે સોલો ટ્રાવેલ માટે ઓફ-સીઝન બેસ્ટ છે.


સોલો ટ્રાવેલ પહેલાં શું તૈયારી કરવી?

એકલા જતાં પહેલાં તૈયાર રહેવું બહુ જરૂરી.

પ્રવાસ પહેલા આ કામ જરૂર કરો:

સ્થળ વિશે વાંચો, બસ / ટ્રેન સમય જુઓ, રહેવાની જગ્યા નક્કી કરો, પરિવારને માહિતી આપો

સોલો ટ્રાવેલ નોટબુક રાખો 

એક નાની ડાયરી રાખો.તેમાં લખો પ્રવાસ પ્લાન, ખર્ચ, અનુભવ, લાગણીઓ આ ડાયરી પછી યાદગાર બનશે.


સોલો ટ્રાવેલમાં મોબાઇલ તમારો મિત્ર છે. મોબાઇલ ચાર્જ અને ઇન્ટરનેટ રાખવું જરૂરી.

સોલો ટ્રાવેલ પ્લાનિંગમાં થતી સામાન્ય ભૂલો

અચાનક જવું, બજેટ ન ગણવું, સમય નક્કી ન કરવો, વધારે સ્થળો ઉમેરવા ઓછું પણ પરફેક્ટ પ્લાન રાખો.


ગુજરાતમાં સોલો ટ્રાવેલ દરમિયાન સુરક્ષા, રહેવું, મુસાફરી,  શું ખાવું 🚙 (PART 3)


એકલા પ્રવાસમાં સાચી માહિતી જે તમને સલામત રાખે 

હવે તમારું પ્લાનિંગ થઈ ગયું, પણ હવે સૌથી મહત્વનો પ્રશ્ન છે. એકલા હોઈને સુરક્ષા કેવી રીતે રાખવી? ક્યાં રહેવું સલામત છે? મુસાફરી કેવી રીતે કરવી? એકલા ખાવું સુરક્ષિત છે કે નહીં? આ પાર્ટમા એ બધુજ જોઈશું જે નવા લોકો માટે ખૂબ ઉપયોગી થશે 


સુરક્ષા – સૌથી પહેલું અને સૌથી મહત્વનું

h4. ટ્રાવેલમાં માનસિક સુરક્ષા

ઘણા લોકોને શારીરિક સુરક્ષા કરતા માનસિક ડર વધારે હોય છે. જેમ કે હું એકલો છું, કોઈ અજાણી વાત થઈ જાય તો?  આ ડર દૂર કરવા માટે હંમેશા વ્યસ્ત જગ્યામાં રહો લોકો સાથે સામાન્ય વાતચીત કરો પોતાને વિશ્વાસ આપો અને આપણા ગુજરાતમાં લોકો સામાન્ય રીતે સહાયક હોય છે.


એકલા પ્રવાસમાં સુરક્ષા રાખવાના નિયમો

નીચેના નિયમો ક્યારેય ન તોડશો અજાણ્યા વ્યક્તિ સાથે રાત્રે બહાર ન જવું, પોતાનો રૂટ અને પ્લાન બધાને ન કહેવું, મોંઘી વસ્તુઓ દેખાડીને ન ફરવું, નશામાં કોઈ પર વિશ્વાસ ન કરવો આ નિયમો પાલન કરશો તો 90% જોખમ દૂર થઈ જશે. 


ઇમર્જન્સી માટે શું તૈયાર રાખવું?

હંમેશા સાથે રાખો:

નજીકના પોલીસ સ્ટેશનનો નંબર, હોટલ / ધર્મશાળાનો નંબર, પરિવારના 2 સંપર્ક નંબર, થોડા વધારાના પૈસા આ નાની તૈયારી મોટી મુશ્કેલી બચાવે છે.


એકલા ક્યાં રહેવું સૌથી સલામત?

રહેવાની જગ્યા ખોટી હશે તો આખો પ્રવાસ ખરાબ થઈ શકે.

શ્રેષ્ઠ રહેવાના વિકલ્પ

ધર્મશાળા: સુરક્ષિત, સસ્તી, એકલા લોકો માટે યોગ્ય જાણીતી હોટલ: સારી સુરક્ષા, રિસેપ્શન મદદરૂપ

બહુ સસ્તી અજાણી લોજ ટાળો.

રહેવાની જગ્યાએ થતી સામાન્ય ભૂલો

ખૂબ જ સસ્તી જગ્યાએ જવું, ઓળખ વગર રૂમ લેવી, રૂમ લોક ન કરવો. રહેવાનું સ્થાન સુરક્ષિત હશે તો મન શાંત રહેશે.


એકલા પ્રવાસમાં મુસાફરી કેવી રીતે કરવી?

મુસાફરી એ સોલો ટ્રાવેલનો મોટો ભાગ છે. ગુજરાતમાં

ટ્રાવેલ માટે શ્રેષ્ઠ ટ્રાન્સપોર્ટ

સરકારી બસ : લગભગ બધા શહેરોમાં સસ્તી, અને સુરક્ષિત

ટ્રેન : લાંબા અંતર માટે શ્રેષ્ઠ, આરામદાયક

લોકલ ઓટો : ટૂંકા અંતર માટે, ભાવ પહેલાં નક્કી કરો

રાત્રે અજાણી ખાનગી ગાડી ટાળો.

રસ્તામાં એકલા હો ત્યારે ધ્યાનમાં રાખવાની બાબતો

બસ સ્ટેન્ડ / સ્ટેશન પર સચેત રહો, મોબાઇલ ખિસ્સામાં નહીં, અંદર રાખો, ઊંઘમાં સામાન બાજુમાં રાખો થોડી સાવધાની મોટો ફાયદો આપે છે.


એકલા પ્રવાસમાં ખાવા પીવાની સાચી રીત

ઘણા લોકો ડરે છે એકલા ખાવું સુરક્ષિત છે? જવાબ છે હા જો સમજદારી રાખો તો.

ખાવાની શ્રેષ્ઠ રીત

ભીડવાળી હોટલ પસંદ કરો, સ્થાનિક લોકો જ્યાં ખાય ત્યાં જ ખાવો, ખુલ્લું પાણી ન પીવો, બહુ તેલ વાળું ખાવાનું ટાળો સરળ અને સ્વચ્છ ખોરાક પસંદ કરો.

પાણી અને આરોગ્ય

હંમેશા બોટલનું પાણી, દિવસમાં પૂરતું પાણી પીવો, વધારે થાક ન લો, શરીર ઠીક રહેશે તો પ્રવાસ મસ્ત રહેશે.

એકલા ખાવાનું માનસિક ડર કેમ દૂર કરવો?

શરૂઆતમાં લાગશે. લોકો જોશે અજીબ લાગશે પણ હકીકત એ છે. કે તમે પહલે બહાર એકલા એ ખાધેલું નથી એટલે ડર લાગે છે પરંતુ તમે વારંવાર પ્રવાસ દરમિયાન એકલા જમવા જશો એટલે તમારા મનની અંદરનો ડર દૂર થશે


સામાન સંભાળવાની સાચી રીત

એકલા પ્રવાસમાં સામાન માટે નિયમ:

એક જ બેગ, હલકો સામાન, જરૂરી વસ્તુ જ રાખો

વધારે સામાન = વધારે તકલીફ.


એકલા પ્રવાસમાં ક્યારેય આ ન કરવું જોઈએ

અતિશય જોખમ જેમ કે વધારે પૈસા સોનુ ઘરેણા, અજાણ્યા શંકાસ્પદ વ્યક્તિ સાથે વાતચીત મિત્રતા, રાત્રે સુમસામ રસ્તા પર એકલું ફરવું આ ભૂલો ટાળશો તો પ્રવાસ સલામત રહેશે.


ગુજરાતમાં સોલો ટ્રાવેલ ના ફાયદા, ભૂલો, ચેકલિસ્ટ અને જીવન બદલતો અનુભવ ✨ (PART 4)


એકલા પ્રવાસથી કેવી રીતે વિચાર,આત્મવિશ્વાસ અને જીવન બદલાય છે સોલો ટ્રાવેલ માત્ર ફરવાનું નામ નથી.

એ એક અનુભવ છે જે માણસને અંદરથી મજબૂત બનાવે છે

ડર દૂર કરે છે આત્મવિશ્વાસ આપે છે

આ ભાગ માં આપણે જોઈશું ગુજરાતમાં એકલા પ્રવાસના ઊંડા ફાયદા, સામાન્ય પણ પણ મોટી ભૂલો, સંપૂર્ણ સોલો ટ્રાવેલ ચેકલિસ્ટ


સોલો ટ્રાવેલ માત્ર પ્રવાસ નથી એ વિચાર છે

ઘણા લોકો માને છે કે સોલો ટ્રાવેલ ફક્ત ફરવું છે ફોટા પાડવા છે મજા કરવી છે પણ હકીકતમાં  એકલા ફરવું એ પોતાની સાથેની મુલાકાત છે. જ્યારે તમે એકલા હો કોઈ તમને ઓળખતું નથી ત્યારે એકલાજ ક્યાંક ફરવા નીકળી જાવ


એકલા પ્રવાસમાં માણસ શું શીખે છે?

નિર્ણય લેતા ડરવું નહીં, ભૂલ થાય તો સુધારવી, પોતાની સાથે ખુશ રહેવું, આ શીખ જીવનભર કામ આવે છે.


એકલા જ પ્રવાસે નીકળી જવાના ફાયદા(જે મારા સિવાય તમને કોઈ નહીં કહે.)

1.આત્મવિશ્વાસ કુદરતી રીતે વધે

2.કોઈ તમને મદદ કરવા નહીં આવે એટલે તમે પોતે મજબૂત બનો.

3.નિર્ણય લેવાની ક્ષમતા વધે

4.ક્યાં જવું, શું ખાવું શું કરવું એ બધુજ તમારા હાથમા 

5.મન નો ડર ઓછો થાય

6.એકલા રહીને ડર ઓગળી જાય.

7.જીવન પ્રત્યે વિચારો બદલાય

8.નાની બાબતોમાં ખુશી દેખાય.


સોલો ટ્રાવેલમાં થતી સૌથી મોટી ભૂલો

આ ભૂલો ઘણા લોકો કરે છે, અને પછી કહે છે એકલા ફરવું બેકાર છે

1. વધારે દેખાડો

મોંઘો ફોન, દાગીના જોખમ.

2. બધાને બધું કહેવું

તમારો રૂટ દરેકને ન કહો.

3. અતિશય આત્મવિશ્વાસ

 સમજદારી જરૂરી 

4. શરીર અવગણવું

થાક, ભૂખ, પાણી – આ અવગણશો નહીં.


સંપૂર્ણ ચેકલીસ્ટ 

ઘરે થી નીકળતા પહેલાં:

ઓળખપત્ર, ટિકિટ, રહેવાની માહિતી, પરિવારને જાણ

સાથે રાખવું:

મોબાઇલ + ચાર્જર, પાવર બેંક, દવા, રોકડ+એ ટી એમ

માનસિક તૈયારી:

ડર આવશે – સ્વીકારો ભૂલ થશે – શીખો એકલા હોવું – કમજોરી નથી


એકલા ફર્યા પછી શું બદલાય છે?

લોકો કહે છે હવે મને એકલા રહેવામાં ડર નથી, હું હવે નિર્ણય લઈ શકું છું, મને મારી કિંમત સમજાઈ છે. પ્રવાસ અને એ પણ એકલા તે બહાર થી નહીં પણ અંદરથી ફેરફાર લાવે છે.


સોલો ટ્રાવેલ પછી જીવન કેવી રીતે સરળ બને છે?

નાની સમસ્યા મોટી લાગતી નથી, લોકો શું કહે તે મહત્વનું નથી રહેતું, પોતાની સાથે શાંતિ મળે છે એક વાર એકલા ફરશો,પછી તમને સમજાશે કે હું એકલો નથી પણ હું પોતે જ મારી સાથે છું


હવે તમારી પાસે માહિતી પણ છે આત્મવિશ્વાસ પણ છે


હવે તમારો વારો છે. એક નાનું સ્થળ પસંદ કરો, એક દિવસ નક્કી કરો અને એકલા નીકળી પડો 


જો તમને આ સીરિઝ ઉપયોગી લાગી હોય તો કમેન્ટમાં લખો: હું સોલો ટ્રાવેલ કરીશ


આવા જ સરસ મજાના લેખ માટે, અમારો બ્લોગ ફોલો કરો.




એકલા ફરવાથી દુનિયા બદલાતી નથી,

પણ તમે જરૂર બદલાઈ જાઓ છો.



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો