ગુજરાતના જિલ્લાઓ અને ત્યાં શું ફેમસ છે✨
ગુજરાત નો ઇતિહાસ,સંસ્કૃતિ અને પ્રવાસ.
આ પોસ્ટમાં આપણે દરેક જિલ્લાના વિશેષ ફેમસ સ્થળો, ખાણીપીણી,સંસ્કૃતિ,ઉદ્યોગો,લોકો ની ઓળખ વિશે ખૂબ જ સરળ ગુજરાતી ભાષામાં વિગતવાર જાણીયે.
1. અમદાવાદ જિલ્લો
અમદાવાદ માત્ર એક શહેર નથી,પરંતુ ગુજરાતની ઓળખ છે.યુનેસ્કો હેરિટેજ સિટીનો દરજ્જો મેળવનાર ભારતનું પહેલું શહેર પણ અમદાવાદ જ છે.
શું ફેમસ છે
1. પ્રાચીન સ્મારકો સાબરમતી આશ્રમ,ભદ્ર કિલ્લો
2. મણેકચોક નાઇટ માર્કેટ અમદાવાદ નુ સૌથી ફેમસ નાઇટ ફૂડ માર્કેટ.
3. શોપિંગ હબ
લૉ ગાર્ડન,સિ.જી. રોડ,મણિનગર માર્કેટ
4. લોકપ્રિય ખાણીપીણી
ફાફડા–જલેબીખમણ–ઢોકળા
અમદાવાદ એક એવું શહેર છે જ્યાં ઈતિહાસ, આધુનિકતા અને બિઝનેસ ત્રણેય નું મિલન જોવા મળે છે. આ કારણે પ્રવાસીઓની પહેલી પસંદ અમદાવાદ જ હોય છે.
2. ગાંધીનગર ભારતનું સૌથી ગ્રીન શહેર
ગાંધીનગર ને ગ્રીન સિટી ઇન ઈન્ડિયા કહેવામાં આવે છે કારણ કે અહીં 50% થી વધુ વિસ્તાર હરિયાળો છે.
શું ફેમસ છે
1. અક્ષરધામ મંદિર
વિશ્વપ્રખ્યાત સ્વામીનારાયણ મંદિર, રોજ હજારો પ્રવાસીઓ આવે છે.લેઝર શો અહીં નું મુખ્ય આકર્ષણ છે.
2.ચિલ્ડ્રન્સ પાર્ક – મિની ટ્રેન
પરિવાર સાથે ફરવા માટે સૌથી ફેમસ સ્થળ.
4. સચિવાલય અને રાજ્ય વિધાનસભા
ગાંધીનગર રાજ્યનું પ્રશાસન કેન્દ્ર છે.
5. ગ્રીન ગાર્ડન
શાંતિ, હરિયાળી અને આધુનિકતા બધુજ એકજ જગ્યા એ આ માટે ગાંધીનગર પ્રવાસ માટે સર્વોત્તમ શહેર છે.
3.સાબરકાંઠા કુદરત અને મંદિરોનો પ્રદેશ
સાબરકાંઠા જિલ્લો કુદરત,પહાડો,ધોધો અને પ્રાચીન મંદિરો માટે પ્રસિદ્ધ છે.
શું ફેમસ છે?
1. પોળો ફોરેસ્ટ
ગુજરાતનું સૌથી સુંદર ફોરેસ્ટ વિસ્તાર. ટ્રેકિંગ જંગલ સફારી પ્રાચીન મંદિરો અને ફોટોગ્રાફી સ્પોટ
કુદરત પ્રેમીઓ માટે સાબરકાંઠા સ્વર્ગ સમાન છે.
4. અરવલ્લી – પ્રાચીન પર્વતીય વિસ્તાર
અરવલ્લી જિલ્લો પર્વતો, જૈન તીર્થો, પ્રાચીન ઇતિહાસ અને જંગલો માટે ઓળખાય છે.
શું ફેમસ છે?
1. મોડાસા જૈન મંદિર
આ વિસ્તારના સૌથી જૂના મંદિરોમાંનું એક.
2. અરવલ્લી હિલ્સ
ગુજરાતનો સૌથી જૂનો પર્વતીય વિસ્તાર.
3. ટૂરિસ્ટ ફોરેસ્ટ
શાંતિપૂર્ણ સ્થળો, કુદરતી સૌંદર્ય.
અહીં કુદરતી સૌંદર્ય જોવા મળે છે.
5. મહેસાણા
શું ફેમસ છે?
1. દુધસાગર ડેરી
એશિયાના સૌથી મોટા દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટમાંની એક.
2. મોઢેરા નું સૂર્ય મંદિર
યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ. પ્રાચીન ભારતીય આર્કિટેક્ચરનું ઉત્તમ ઉદાહરણ.
4. કૃષિ ઉત્પાદન
કાકડી, જીરુ,બટેટા માટે ફેમસ.
H3: 6. પાટણ – હેરિટેજ સિટી
પાટણ જિલ્લો રાણી કી વાવ, પટોળા સાડી, જૈન મંદિરો અને રાજવી સંસ્કૃતિ માટે વિશ્વપ્રસિદ્ધ છે.
શું ફેમસ છે?
1. રાણી કી વાવ
યુનેસ્કો હેરિટેજ સાઇટ.વિશ્વની સૌથી સુંદર સ્ટેપવેલ.
2. પટોળા સાડી
વિશ્વની સૌથી મોંઘી હેન્ડમેડ સાડીઓમાંની એક.
પાટણ એક એવું સ્થળ છે જ્યાં ઈતિહાસ,કલા,અને સંસ્કૃતિ ની ઓળખ જોવા મળે છે.
7. બનાસકાંઠા મંદિર,ધોધ અને પર્વતોની ધરતી
બનાસકાંઠા જિલ્લો કુદરતી અને ધાર્મિક સ્થળોથી સમૃદ્ધ છે.
શું ફેમસ છે?
1. અંબાજી મંદિર
ગુજરાતનું સૌથી પવિત્ર શક્તિપીઠ.
2. ગબ્બર પર્વત
ટ્રેકિંગ + મંદિર + કુદરતી સૌંદર્ય.
8. વડોદરા સંસ્કારી નગરી.
મહારાજા સયાજીરાવ ગાયકવાડના કારણે આ શહેર વિશ્વપ્રસિદ્ધ છે.
શું ફેમસ છે?
1. લક્ષ્મી વિલાસ પેલેસ
ગુજરાતના રાજવી ઈતિહાસનું સૌથી મોટું પ્રતિક યુરોપિયન–ભારતીય આર્કિટેક્ચરનો અદભુત મેળ યુરોપના વિન્સર કોટ કરતાં પણ મોટું
2. સયાજી બાગ (કામટિબાગ)
નેચર પાર્ક ,મ્યુઝિયમ ,મિની ઝૂ ,ટોય ટ્રેન – બાળકોનો ફેવરિટ
3. ફેમસ ખાવાનું
પાવભાજી, સેવ ખમણી, વડાપાવ (બરોડાનો મશહૂર) નાયલોન ખમણ, અને સેવ ઉસળ તો ભૂલાયજ નહીં હો
વડોદરા પ્રવાસ, પરિવાર ટ્રિપ, રાજવી સંસ્કૃતિ, ગાર્ડન અને શિક્ષણ માટે ગુજરાતના બેસ્ટ શહેરોમાંનું એક છે.
9. છોટાઉદેપુર જનજાતિ કલા અને કુદરતનો ખજાનો
છોટાઉદેપુર જિલ્લો જનજાતિ સંસ્કૃતિ, હેન્ડમેઇડ કલા, જંગલો, નદીઓ, સામાજિક પરંપરાઓ માટે ઓળખાય છે.
શું ફેમસ છે?
1. કવાંટ ફેસ્ટિવલ
જનજાતિઓનો રંગ, નૃત્ય, પહેરવેશ, અને હોળી માતો આખા છોટાઉદેપુરમાં રંગ જામે ભાઈ, ફોટોગ્રાફરો માટે સ્વર્ગ
4. ટ્રાઈબલ હેન્ડિક્રાફ્ટ
વાસ ની વસ્તુઓ, વુડ કાર્વિંગ, હસ્તકલા પેઈન્ટિંગ
10. પંચમહાલ પહાડો, જંગલો અને પ્રાચીન ઈતિહાસ
પંચમહાલ જિલ્લો પાવાગઢ, ચંપાનેર, જંગલો, જનજાતિ જીવન અને પહેરવેશ–ખોરાકની વિવિધતા માટે પ્રખ્યાત છે.
શું ફેમસ છે?
1. પાવાગઢ મંદિર
માહાકાળી માતાનું શક્તિપીઠ હજારો યાત્રિકોની પસંદ
2. ચંપાનેર–પાવાગઢ યુનેસ્કો હેરિટેજ સાઇટ
600 વર્ષ જૂનું ઇતિહાસ મસ્જિદો, કિલ્લાઓ, ગુફાઓ ફોટોગ્રાફી માટે બેસ્ટ
11. દાહોદ કલા સંસ્કૃતિનું કેન્દ્ર
દાહોદ જિલ્લો મુખ્યત્વે જનજાતિ સમુદાયો, ટૅકનિકલ હેન્ડ-આર્ટ, પ્રાચીન ઈતિહાસ માટે પ્રસિદ્ધ છે.
શું ફેમસ છે?
1. બાંસની હસ્તકળા
સંપૂર્ણ ભારત માં પ્રસિદ્ધ.
12. નર્મદા એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી
નર્મદા જિલ્લો વિશ્વના સૌથી ઊંચા સ્ટેચ્યુ માટે પ્રખ્યાત છે: સ્ટેચ્યુ ઓફ યુનિટી (182 મીટર)
શું ફેમસ છે?
1. સ્ટેચ્યુ ઓફ યુનિટી
વિશ્વનું સૌથી ઊંચું પ્રતિમા. લેઝર શો, ફ્લાવર ગાર્ડન
2. સરદાર સરોવર ડેમ
સુંદર નજારો નર્મદા નદીનું સૌંદર્ય
નર્મદા જિલ્લો ભવ્યતા અને આધુનિક ભારતનું સૌથી મોટું આકર્ષણ છે.
13. તાપી નદી અને ખેતીનો જિલ્લો
તાપી જિલ્લો મુખ્યત્વે ખેતી અને નદી માટે જાણીતો છે.
શું ફેમસ છે?
1. શેરડીનું ઉત્પાદન
ગુજરાતનું સૌથી મોટું શેરડી ઉત્પાદન ક્ષેત્ર.
2. ધોધ અને જંગલો
ઉકાઈ ડેમ પર્વતી વિસ્તાર
14. સુરત ટેક્સટાઇલ અને ડાયમંડ નું હબ
સુરત એ વિશ્વનું નંબર વન પોલિસીંગ હબ અને એશિયાનું સૌથી મોટું ટેક્સટાઇલ માર્કેટ પણ અહીં જ છે.
શું ફેમસ છે?
1. હીરા ઉદ્યોગ
વિશ્વના 90% હીરા અહીં પૉલિશ થાય છે.
2. ટેક્સટાઇલ
વર્લ્ડ લેવલ સાડીઓ, ડ્રેસ મટિરિયલ્સ, ફેક્ટરીઝ
3. સુરતનું ફૂડ
લોચો ઉંધિયું
4. ડુમસ બીચ
15. નવસારી હરિયાળો વિસ્તાર
શું ફેમસ છે?
1. પારસી ધાર્મિક સ્થળો
2. હરિયાળી વિસ્તાર
ફરવા લાયક કુદરતી સ્થળો
3. લીંબુ–ફાર્મિંગ
વિશ્વપ્રખ્યાત નવસારી લીંબુ.
16. ડાંગ ગુજરાત નો નાનો જિલ્લો
ડાંગ જિલ્લો ગુજરાતનો સૌથી લીલોતરી અને સૌંદર્યથી ભરેલો જિલ્લો છે.
શું ફેમસ છે?
1. જંગલો (90% વિસ્તાર)
2. ધોધ અને પાણી
3. સપુતારા આપણા ગુજરાત નું હિલ્સ સ્ટેશન
17.જામનગર ઓઈલ સિટી ઓફ ઇન્ડિયા
જામનગર શું માટે ફેમસ છે?
1.રિલાયન્સ રિફાઇનરી દુનિયાની સૌથી મોટી પેટ્રોલિયમ રિફાઇનરી જામનગર વિશ્વના નકશા પર સૌથી મોટું તેલ-શોધન કેન્દ્ર ગણાય છે. આ કારણસર જ શહેરને ઓઇલ સિટિ ઓફ ઈન્ડિયા કહેવામાં આવે છે.
2.મરીન નેશનલ પાર્ક ભારતનું સૌથી પહેલું મરીન નેશનલ પાર્ક અહીં છે.
3.લાખોટા લેક દર શિયાળામાં હજારો વિદેશી પક્ષીઓ આવતાં હોવાથી બર્ડ લવર્સ માટે સ્વર્ગ છે.
18. મહીસાગર
મહીસાગર જીલ્લો કેમ જાણીતો છે?
1.મહી નદીની આસપાસનો વિસ્તાર કુદરતી સૌંદર્યથી ભરેલો.
2. સંત મહંતોના ઐતિહાસિક આશ્રમ
3.મહીસાગરની આદિવાસી જીવનશૈલી
19. વલસાડ ચીકુ નગરી દરિયાકાંઠાના સુંદર નજારા.
વલસાડ મા શું ફેમસ?
ભારે લીલાછમ મેદાનો વલસાડ જાવ તો ચીકુ ખાજો ભાઈ
H3. 20. ભાવનગર એટલે માં ખોડિયાર નું ધામ
ત્યાં તો બધુજ ફેમસ છે.
માં ખોડિયાર નું મંદિર જયાં રોજ હજારો શ્રદ્ધાળુ આવે છે
21. બોટાદ કઠિયાવાડની ધરતી
બોટાદ કેમ જાણીતું?
સારંગપુર હનુમાનજી (કષ્ટભંજનદેવ)
ગઢડા સ્વામિનારાયણ મંદિર
H3. 22. ગીર–સોમનાથ એશિયાઈ સિંહોનું ઘર
ગીર ફોરેસ્ટ
વિશ્વમાં એકમાત્ર એશિયાટિક લાયન અહીં જોવા મળે છે.
H4. સોમનાથ મહાદેવ
ભારતના 12 જ્યોતિર્લિંગોમાં પ્રથમ. સમુદ્રકિનારે સ્થિત અદ્ભુત મંદિર.
23.જુનાગઢ–ગિરનાર
જુનાગઢ કેમ જાણીતું છે? (આમ તો કહેવાની જરૂર નથી પણ કઈ દઈએ)
ગિરનાર પર્વત, 9999 સીડી અંબાજી મંદિર, જૈન તીર્થો, ગોરખ ગુફા, ઉપરકોટ કિલ્લો 2300 વર્ષ જૂનો, ઈતિહાસ અને હસ્તકલા
24.દેવભૂમિ દ્વારકા
દ્વારકાની ઓળખ
દ્વારકાધીશ મંદિર, બેટ દ્વારકા અને બીજી ગણું બધું
25. મોરબી સેરામિક સિટી ઓફ ઈન્ડિયા
મોરબી કેમ પ્રસિદ્ધ છે?
ટાઇલ્સ–સેરામિક ઉદ્યોગ ભારતનું 80% ટાઇલ્સ ઉત્પાદન મોરબીમાં. વિશ્વમાં સૌથી મોટા સિરામિક ઉત્પાદન વિસ્તારોમાંનું એક.
26.કચ્છ અને એનું વ્હાઈટ રણ
કચ્છની પ્રસિદ્ધતાઓ
રણોત્સવ (કચ્છનો વ્હાઈટ ડેઝર્ટ)સંગીત, નૃત્ય, હસ્તકલા, કાઠીયાવાડ સંસ્કૃતિ.
27. આણંદ અમૂલનું હેડક્વાર્ટર
આણંદ શું સૌથી ખાસ?
અમૂલ – એશિયાની સૌથી મોટી ડેરી
અહીંથી ભારતનું વ્હાઇટ રેવોલ્યુશન શરૂ થયું.
વર્લ્ડ લેવલ દૂધ ઉદ્યોગનું કેન્દ્ર.
શું મળે આણંદ માં
ગુગરા, પાણીપુરી, સેવખમણી, સમોસા, અને ફેમસ મગપુલાવ



ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો